તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુક્રવારે શ્રાદ્ધ અને એકાદશીનો સંયોગ, ભગવાન શાલિગ્રામની પૂજા કરવાથી અને વ્રત કરવાથી પિતૃઓને મળે છે સ્વર્ગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ધર્મ ગ્રંથો પ્રમાણે ભાદરવા મહિનાના વદ પક્ષની એકાદશીને ઈન્દિરા એકાદશી કહે છે. આ દિવસે ભગવાન શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે. આ વ્રતને કરવાથી મનુષ્ય બધા પાપોમાંથી છુટકારો મેળવી શકે છે અને વૈંકુંઠને પ્રાપ્ત કરે છે તથા પિતૃઓને પણ સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય છે. આ વખતે આ એકાદશી 5 ઓક્ટોબર, શુક્રવારે છે. ઈન્દિરા એકાદશી વ્રતની વિધિ આ પ્રકારે છે-

 

આ વિધિથી કરો ઈન્દિરા એકાદશીનું વ્રત-

 

-એકાદશી તિથિથી એક દિવસ પહેલાં અર્થાત્ દશમી તિથિ(4 ઓક્ટોબર, ગુરુવાર)ની સવારે સ્નાન વગેરે કર્યા પછી બપોરના સમયે ફરીથી કોઈ નદી કે તળાવમાં જઈને સ્નાનકરો. પછી શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું શ્રાદ્ધ કરો અને એક સમયે ભોજન કરો.

 

-એકાદશી(5 ઓક્ટોબર)ની સવારે દાંતણ વગેરા કર્યા પછી સ્નાન કરો. ત્યારબાદ સંકલ્પ કરો કે- હું આજે સંપૂર્ણ ભોદોનો ત્યાગ કરી નિરાહાર(ખાધા-પીધા વગર) એકાદશીનું વ્રત કરીશ. હું તમારી શરણમાં છું, તમે મારું રક્ષણ કરો.

 

-આ પ્રકારે સંકલ્પ લીધા પછી ભગવાન શાલિગ્રામની મૂર્તિની આગળ શ્રાદ્ધ કરીને યોગ્ય બ્રાહ્મણોને ફળાહાર કરાવો અને દક્ષિણા આપો.

 

-પિતૃઓના શ્રાદ્ધથી જે બચી જાય, તેને ગાયને આપો તથા ધૂપ, દીપ, ગંધ, પુષ્પ, નૈવૈદ્ય વગેરે બધી સામગ્રીઓથી ઋષિકેષ ભગવાનની પૂજા કરો.

 

-રાતના સમયે ભગવાનની મૂ્ર્તિની નજીક જાગરણ કરો. ત્યારબાદ બારસની તિથિ(6 ઓક્ટોબર, શનિવાર)ે સવારે પડે ત્યારે ભગવાનની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવો.

-ભાઈ-બંધુઓ, સ્ત્રી અને પુત્ર સહિત મૌન રહીને ભોજન કરો. આ પ્રકારે વ્રત કરવાથી પિતૃઓને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય છે.

 

આ ઉપાય કરો-


શુક્રવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી તુલસીની સામે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને 11 પરિક્રમા કરો. પરિક્રમા કરતી વખતે નીચે લખેલ મંત્ર બોલો. આ મંત્રના પ્રભાવથી ઘરમાં સુખ-સમૃદ્ધિ ટકી રહે છે.

 

મંત્ર-
महाप्रसाद जननी, सर्व सौभाग्यवर्धिनी
आधि व्याधि हरा नित्यं, तुलसी त्वं नमोस्तुते।।

અન્ય સમાચારો પણ છે...