તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગર્ભમાં રહેલું બાળક મોટું થઈ શું કામ કરશે, તેની પાસે કેટલી સંપત્તિ હશે અને કેટલો અભ્યાસ કરશે તે નક્કી થઈ જાય છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્ક: આપણા ધર્મગ્રંથોમાં અનેક ગૂઢ રહસ્યો સાથે જોડાયેલી વાતો છે. અહીં અમે પંચતંત્રના હિતોપદેશમાં જણાવવામાં આવેલી એવી જ એક વાત જણાવીશું. પંડિત વિષ્ણુ શર્મા દ્વારા લખાયેલા આ ગ્રંથ મુજબ જ્યારે કોઈ બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે ભગવાન તેના જીવનની પાંચ વાત નક્કી કરી દે છે. આવો જાણીએ આ પાંચ વાત કંઈ છે.


શ્લોક: 


आयु: कर्म च वित्तंच विद्या निधनमेव च।
पंचैतान्यपि सृज्यन्ते गर्भस्थस्यैव देहिन:।। 


અર્થ- વિધાતા દ્વારા આયુ, કર્મ, ધન-સંપત્તિ, શાસ્ત્રોનું જ્ઞાન અને મૃત્યુ, આ પાંચ વાત વાત વ્યક્તિ જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે નક્કી થઈ જાય છે.


1. આયુ- માતાના ગર્ભમાં બાળકનું આયુ નક્કી થઈ જાય છે, એટલે કે બાળક કેટલું જીવશે.


2. કર્મ (કામ)-યોગ્ય બન્યા પછી બાળક શું શું કામ કરશે એટલે કે કયા ક્ષેત્રમાં પોતાની કેરિયર બનાવશે. બિઝનેસ કરશે કે નોકરી. આ વાત માતાના ગર્ભમાં જ નક્કી થઈ જાય છે.


3. ધન-સંપત્તિ: ગર્ભસ્થ બાળક જન્મ લીધા પછી કેટલી સંપત્તિનો માલિક બનશે. તેને ધન-સંપત્તિનું સુખ મળશે કે નહીં. તે પોતે સંપત્તિ કમાશે કે પિતૃક સંપત્તિ તેને મળશે. આ બધી વાતો ભગવાન પહેલેથી જ નક્કી કરી દે છે.


4. શાસ્ત્રનું જ્ઞાન એટલે કે અભ્યાસ- ગર્ભસ્થ બાળક અભ્યાસમાં કેટલું હોશિયાર હશે. તે કયા ક્ષેત્રમાં અભ્યાસ કરશે અને કેટલો અભ્યાસ કરશે. આ તમામ વાત ગર્મમાં જ નક્કી થઈ જાય છે.


5. મૃત્યુ- જન્મની સાથે બાળકનું મૃત્યુ પણ નક્કી હોય છે. આ વાત ધર્મગ્રંથોમાં લખાયેલી છે.

 

સગર્ભાવસ્થા સાથે જોડાયેલી 8 માન્યતાઓ અને તેની પાછળની હકીકતો

 

અંકશાસ્ત્ર મુજબ તમારો ઓક્ટોબર મહિનો કેવો રહેશે?

અન્ય સમાચારો પણ છે...