• Gujarati News
  • National
  • સર્વાર્થસિદ્ધિ યોગમાં કરો શિવજીના 3 ઉપાય Do Measure In Sarvarth Sidhi Yoga Monday 6 August

સર્વાર્થસિદ્ધિ યોગઃ આજે રાત્રે શિવમંદિરમાં પ્રગટાવો 11 શુદ્ધ ઘીના દીવા અને ऊं नमः शिवाय જાપ કરો, થઈ શકે છે આર્થિક લાભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ધાર્મિક દ્રષ્ટિએ સોમવાર ભગવાન શિવની આરાધના કરવા માટે વિશેષ મહત્વનો દિવસ ગણાય છે. આજે સોમવાર એટલે 6 ઓગસ્ટના દિવસે સર્વાર્થસિદ્ધિ યોગનો શુભ યોગ બની રહ્યો છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટના બતાવ્યા પ્રમાણે 6 ઓગસ્ટના રોજ સવારે 10-25 મિનિટથી સર્વાર્થસિદ્ધિ યોગ શરૂ થશે, જે આખો દિવસ ચાલશે. આ દિવસે ભગવાન શિવજીના કેટલાક સરળ ઉપાય કરીને તમારી જૂની ઈચ્છાઓ પણ પૂરી કરી શકો છો. ઉપાય આ પ્રકારે છે-

 

રાત્રે પ્રગટાવો 11 દીવા-

 

સોમવારે રાત્રે 11 વાગ્યા પછી કોઈ શિવમંદિરમાં જાઓ અને શિવજીની મૂર્તિની સામે ગાયના શુદ્ધ ઘીના 11 દીવા પ્રગટાવો. ત્યારબાદ મનોમન ભગવાન શિવની મૂર્તિની સામે ऊं नमः शिवाय મંત્રનો જાપ કરો. આ ઉપાયથી આર્થિક લાભ થવાના યોગ બની શકે છે.

 

ઘરે લઈ આવો સ્ફટિકનું શિવલિંગ-

 

સોમવાર અને સર્વાર્થસિદ્ધિના શુભ યોગમાં ઘરના મંદિરમાં સ્ફટિકના શિવલિંગની સ્થાપના કરો. ત્યારબાદ રોજ તેની પૂજા કરો અને ધતૂરો અને બીલીપત્ર અર્પિત કરો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

 

સંતાન માટે ઘરે લઈ આવો ગર્ભગૌરી રુદ્રાક્ષ-

 

જે લોકોને સંતાન ન હોય, તે લોકોએ સોમવાર અને સર્વાર્થસિદ્ધિના શુભ યોગમાં ગર્ભગૌરી રુદ્રાક્ષની સ્થાપના પોતાના પૂજાના સ્થળે કરો, રોજ તેની પૂજા કરશો તો સંતાનપ્રાપ્તિની ઈચ્છા પૂરી થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...