tarot horoscope for 16th January 2019 / મેષ રાશિના જાતકો કોઈ કીમતી વસ્તુ ખરીદી શકે છે તો મીન રાશિના લોકોને પરિવાર અને સમાજમાં સન્માન મળશે

daily horoscope in gujarati tarot horoscope for 16th January 2019

Divyabhaskar.com

Jan 14, 2019, 05:10 PM IST

ધર્મ ડેસ્કઃ- બુધવાર, 16 જાન્યુઆરીના ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે કે કેટલીક રાશિઓ માટે નવી વસ્તુઓ સામે આવી શકે છે. નવા અનુભવ અને નવી તાજગીની સાથે દિવસની શરૂઆત થઈ શકે છે. તમારા માટે કેવો રહેશે બુધવારનો દિવસ જાણો ટેરો કાર્ડ રીડર ભૂમિકા કલમ પાસે.

મેષ રાશિ
The Empress

આજે કોઈ પણ કીમતી વસ્તુની ખરીદી થઈ શકે છે. કામમાં પ્રગતિ થશે. જૂના કામનું મૂલ્યાંકન કરો, અને તેને આગળ વધારો. ઉપલબ્ધિઓ હાંસલ થશે. પરિવારમાં માંગળિક કામના યોગ છે.
લકી કલર - વાદળી, લકી નંબર - 5

વૃષભ રાશિ
Three of Swords

આજે તમને કોઈ એવું નુકસાન થઈ શકે છે, જેનો તમને પહેલાથી ખ્યાલ હતો, જેના વિશે તમે ખૂબ ચિંતિત હતા. મનને શાંત રાખો. સમયની સાથે બધુ ઉકેલાઇ જશે. શાંત રહેવાથી સમસ્યાઓ પણ સરળ થઈ જશે. કામ બગડવાના કારણે પરિવાર, સંબંધોમાં બેલેન્સ બનાવી રાખો.
લકી કલર – ક્રીમ, લકી નંબર – 4

મિથુન રાશિ
Eight of Wands

કાર્ડ મુજબ આજે યાત્રાના યોગ બની શકે છે, જે શુભ રહેશે. વિદેશના પણ યોગ છે. નવા કામની શરૂઆત પણ થઈ શકે છે. આજનો દિવસ તમારા માટે ખૂબ પ્રગતિશીલ રહેશે, સફળતા નિશ્ચિત છે. તમારા જીવનસાથીના પ્રત્યે તમારો પ્રેમ વધશે અને સંબંધો મજબૂત થશે.
લકી કલર - પીળો, લકી નંબર – 2

કર્ક રાશિ
Ten of Wands

આજે તમને કોઈ પણ કામમાં નિષ્ફળતા મળી શકે છે. નુકસાન થઈ શકે છે, બધુ ખતમ થઈ ગયુ હોય એવું મહેસુસ થશે. ચિંતા ન કરો. સમયની સાથે બધી વસ્તુઓ ઠીક થઈ જશે. મજબૂત ઈચ્છાશક્તિ તમને ફરીથી ત્યાં લાવીને ઊભા કરી દેશે. શારીરિક દુખાવો થઈ શકે છે, સ્વાસ્થ્ય બગડવાના યોગ છે. ધ્યાન રાખો.
લકી કલર - વાદળી, લકી નંબર – 7

સિંહ રાશિ
Page of Pentacles

કાર્ડ મુજબ આજનો દિવસ તમારા માટે ઉત્સાહભર્યો રહેશે. વધુમાં વધુ રચનાત્મક રહો અને નવી કાર્યશૈલી તમને નવા પરિણામ અપાવશે, જેનાથી તમે પ્રસન્ન રહેશો. તમે આ વર્ષે કોઈ નવું કામ પણ શરૂ કરી શકો છો.
લકી કલર - ગુલાબી, લકી નંબર – 1

કન્યા રાશિ
Queen of Cups

આજનો દિવસ રોમાન્સ અને પ્રેમ મોહબ્બતમાં પસાર થશે, તમે કોઈનું પણ દિલ ન દુખાવો. તમે નવી ઊર્જાથી ભરપૂર હશો. કાર્ડની સલાહ છે ખુશ રહો અને તમારા અંગત લોકોને પણ ખુશ રાખો.
લકી કલર - વાદળી, લકી નંબર - 3

તુલા રાશિ
Five of Pentacles

આજનો દિવસ તમે અનિશ્ચિતતા અને અસુરક્ષાનો અનુભવ કરશો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. અસુરક્ષા તમને એકલતા મહેસુસ કરાવશે. મનને શાંત રાખો. કાર્ડની સલાહ છે તમારી ઈચ્છાશક્તિને મજબૂત રાખો.
લકી કલર - ગ્રીન, લકી નંબર - 6

વૃશ્ચિક રાશિ
Five of Cups

કાર્ડ મુજબ તમે વ્યર્થમાં ઘણી વસ્તુઓનો અફસોસ કરી શકો છો. તમારા મનની શક્તિને મજબૂત રાખો. નુકસાન થવાના યોગ છે. નુકસાનનો વધુ અફસોસ ન કરો, ભરપાઇના પૂરા યોગ છે. કાર્ડની સલાહ છે સાવચેતી રાખો.
લકી કલર - પિંક, લકી નંબર - 0

ધન રાશિ
The Sun

કાર્ડ મુજબ આજે તમે રૂઢિચુસ્ત વિચારોથી દૂર તમારો માર્ગ સ્વયં બનાવશો. અસ્તિત્વ તમારી સાથે છે. જીવનમાં પ્રકાશની તરફ જઇ રહ્યા છો. સફળતા નજીક છે. તમારું જીવન ખુશ રહેશે અને તમે ખૂબ સંતુષ્ટ પણ હશો.
લકી કલર - ગોલ્ડન, લકી નંબર – 10

મકર રાશિ
Four of Swords

આજે તમે સ્વયંમાં આળસ મહેસુસ કરશો. આળસના કારણે કંઈ ન કરવાનું મન થશે. જરૂરી કામને પ્રાથમિકતા આપો અને તેને પૂર્ણ કરવાના પ્રયાસ કરો. લેવડ-દેવડમાં સાવચેતી રાખો. જૂના મિત્રોથી મુલાકાત થઈ શકે છે. રોકાણથી લાભ શક્ય છે.
લકી કલર - વાદળી, લકી નંબર – 10

કુંભ રાશિ
The Chariot

આજનો દિવસ તમારા કામમાં બાધા આવી શકે છે. બધુ જ ઉથલ-પાછળ થઈ ગયું હોય એવું લાગશે. કામ રોકાવાનું મન થશે પરંતુ એવું કરવાનું નથી. દૃઢતાની સાથે કામ કરો અને કર્મના માર્ગમાં ચાલતા રહો, સફળતા નિશ્ચિત મળશે.
લકી કલર - સફેદ, લકી નંબર - 10

મીન રાશિ
The Star

કાર્ડ મુજબ સમય તમારા માટે અનુકૂળ છે. ભાગ્ય તમારી સાથે છે. એક સારા દિવસની શરૂઆત કરી શકો છો. આધ્યાત્મિક કામમાં રસ વધશે, કોઈ ધાર્મિક કામ અથવા આયોજનની તક મળશે. તમારા આશાવાદી હોવાથી તમને પરિવાર અને સમાજમાં સન્માન મળશે.
લકી કલર - વાદળી, લકી નંબર – 2


આ પણ વાંચોઃ- 12 હોય છે કુંભ, પૃથ્વી પર થાય છે માત્ર ચાર અને બાકીના આઠ થાય છે દેવલોકમાં

X
daily horoscope in gujarati tarot horoscope for 16th January 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી