tarot horoscope for 15th January 2019 / મેષ રાશિના જાતકોને રોકાણ કરવાથી થઈ શકે છે ફાયદો તો મીન રાશિના લોકોને મહેનતના બદલે મળી શકે છે ઇનામ

daily horoscope in gujarati tarot horoscope for 15th January 2019

Divyabhaskar.com

Jan 14, 2019, 02:31 PM IST

ધર્મ ડેસ્કઃ- મંગળવાર, 15 જાન્યુઆરીના ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે કે કેટલીક રાશિઓ માટે નવી વસ્તુઓ સામે આવી શકે છે. નવા અનુભવ અને નવી તાજગીની સાથે દિવસની શરૂઆત થઈ શકે છે. તમારા માટે કેવો રહેશે મંગળવારનો દિવસ જાણો ટેરો કાર્ડ રીડર ભૂમિકા કલમ પાસે.

મેષ રાશિ
Seven of Pentacles

કાર્ડ મુજબ આજનો દિવસ તમારા જૂના કામના અસેસમેન્ટનો છે. કોઈ નવા પ્રયોગથી તમને શીખ મળશે. તમારી ટીમની મદદ લો. તમારી સખત મહેનત તમને નવા મુકામ સુધી પહોંચાડશે. રોકાણમાં ફાયદો થશે.
લકી કલર - પીળો, લકી નંબર - 2

વૃષભ રાશિ
Nine of Swords

આજે તમે શારીરિક રૂપથી કોઈ બીમારીથી અડફેટમાં આવી શકો છો, સતર્ક રહો. તમને આજુબાજુ બધુ ખતમ થઈ ગયું હોય એવું મહેસુસ થશે. સગા-સંબંધીઓ સાથે વ્યવહાર સારો રાખો, ક્રૂરતા જેવા ભાવ તમારા સંબંધો ખરાબ કરી શકે છે. તમે સંબંધીઓને શંકાની દ્રષ્ટિએ ન જુઓ એવી કાર્ડની સલાહ છે.
લકી કલર - નેવી બ્લૂ, લકી નંબર - 3

મિથુન રાશિ
Ace of Cups

કાર્ડ મુજબ આજનો દિવસ તમારા માટે સારો સ્વાસ્થ્ય, પ્રેમ, ખુશીઓ અને પ્રાકૃતિક સુંદરતા લઈને આવ્યો છે. કોઈ પણ કામ કરવા માટે આત્મવિશ્વાસ હોવો જોઈએ. હિમ્મતથી આગળ વધો, સફળતા મળશે. ઘરેલૂ ખર્ચ વધશે. મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે.
લકી કલર - ગોલ્ડન, લકી નંબર - 8

કર્ક રાશિ
Three of Wands

કાર્ડ મુજબ આજે વેપારમાં સફળતા મળવાના યોગ છે, ફાયદો થશે. પાર્ટનરશિપ બિઝનેસ વધુ ફાયદાકારક છે પરંતુ તમે નવો પાર્ટનરશિપ બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો તો અતિશુભ સમય રહેશે. અંગત લોકોનો સાથ મળશે. પાર્ટનર સાથે સંબંધોમાં મજબૂતી આવશે. સફળતા હાંસલ થશે એવો કાર્ડનો દાવો છે.
લકી કલર - પીળો, લકી નંબર -7

સિંહ રાશિ
Justice

આજે તમને તમારા જૂના કામનું આંકલન કરવું પડશે. નિર્ણય લેતા પહેલા વિચારો. કોઈ પણ નિર્ણાયક સ્થિતિમાં પહોંચતા પહેલા બધા પાસાઓ પર ધ્યાન આપો. તમારા કામને બેલેન્સ કરીને ચાલો. ધાર્મિક કામમાં તમારું ધ્યાન રાખો અને તમારા વડીલોનું આદર કરો એવી કાર્ડની સલાહ છે.
લકી કલર - બદામી, લકી નંબર - 10

કન્યા રાશિ
The High Priestess

આજે આધ્યત્મિક રસ બન્યો રહેશે. કંઈક નવું શીખવા મળી શકે છે. કોઈ ધાર્મિક યાત્રા અથવા કાર્યક્રમમાં સામેલ થવાની તક મળશે.
લકી કલર - ગુલાબી, લકી નંબર - 1

તુલા રાશિ
Judgment

કાર્ડ મુજબ આજનો દિવસ તમારા જૂના કામના મૂલ્યાંકનનો છે. પ્રકૃતિ મુજબ વ્યવહાર તથા કામ કરવું તમને ભવિષ્યમાં સફળતા અપાવશે. સમયની અનુકૂળતાનો આભાસ થશે. પરિજનોના સાથથી કોઈ મોટું કામ થઈ શકે છે. જમીન-જાયદાદ સાથે સંબંધિત બાબતો આ વર્ષે ઉકેલાય શકે છે. ન્યાય પક્ષ મજબૂત રહેશે.
લકી કલર - આસમાની, લકી નંબર - 3

વૃશ્ચિક રાશિ
The Hierophant

આજે તમે જીવનની જવાબદારીઓને સારી રીતે નિભાવશો. તમે દયાવાન હશો. સામાજિક ગતિવિધિઓ તરફ તમારું ધ્યાન વધશે. કોઈ વડીલ અથવા ગુરુજનોનો આશીર્વાદ પ્રાપ્ત થશે. તમે કાયમ તેમનાથી ઇન્સ્પાયર્ડ રહેશો. તમારી ભૂલ થવા પર માફી માંગવામાં જરાય સંકોય ન કરો.
લકી કલર - લાલ, લકી નંબર - 3

ધન રાશિ
Two of Swords

કાર્ડ મુજબ આજનો દિવસ અનિશ્ચિતતાની સ્થિતિ બની રહેશે. અનિશ્ચિતતા અને અનિર્ણયની સ્થિતિનો સામનો કરવો પડશે. મનને શાંત રાખો અને આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો. તમારા માટે કાર્ડનો સંદેશ છે કે મગજ નહીં તમારા મનનું સાંભળો અને આગળ વધો, સફળતા મળશે.
લકી કલર - ગ્રીન, લકી નંબર - 4

મકર રાશિ
Queen of Pentacles

આજે તમે સ્વયંને જોડાયેલા મહેસુસ કરશો. જૂના શાનદાર યાદોથી ભરપૂર દિવસ તમને ઊર્જાથી ભરૂ દેશે. તમારા મગજનું સાંભળો, આત્મવિશ્વાસ તથા રચનાઓથી ભર્યા રહેશો, જેનાથી તમે નવા કામ પણ શરૂ કરી શકો છો અને આજે તમારા સંબંધોમાં પણ સુધાર થશે.
લકી કલર - મરૂન, લકી નંબર - 5

કુંભ રાશિ
Eight of Cups

આજે તમને નિરાશાનો અનુભવ થશે. કામમાં નિષ્ફળ થવાથી તમારા મનમાં નિરાશાની ભાવના જાગશે. તમે પરિસ્થિતિઓથી કંટાળો મહેસુસ કરશો, સ્થાન છોડીને જવાવું મન થશે, સંન્યાસી બની જવા સુદ્ધાંના વિચાર ઉત્પન્ન થઈ શકે છે. મનને શાંત રાખો.
લકી કલર - ગ્રે, લકી નંબર - 9

મીન રાશિ
King of Wands

કાર્ડ મુજબ અધિકારપૂર્વક નિર્ણય લેવા અને કામ કરવાનો સમય છે. કામમાં ઉત્સાહ રાખો તમારા કામ પ્રત્યેનો ઉત્સાહ તમને સફળતાની નજીક લઈ જશે. તમે લીડરના રૂપમાં પોતાની ટીમ પાસે કામ કરાવી શકો છો. તમારી મહેનતના બદલે તમને ઇનામ પણ મળી શકે છે. કોઈ પણ વાતમાં પાછળ ન રહો.
લકી કલર - સફેદ, લકી નંબર - 4


આ પણ વાંચોઃ- દર મંગળવારે કરવા જોઈએ હનુમાનજીના મંત્રોના જાપ, પહેલા પ્રગટાવો શુદ્ધ ઘીનો દીવો અને ધરાવો ગોળ-ચણાનો પ્રસાદ

X
daily horoscope in gujarati tarot horoscope for 15th January 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી