Chanakya niti / ચાણક્ય નીતિમાં જણાવ્યું છે - સ્ત્રી, ભોજન અને ધન સંબંધી બાબતોમાં કેવો વ્યવહાર કરવો જોઈએ?

Chanakya niti 2019: how to win women heart and good food habits, chanakya neeti explains

Divyabhaskar.com

Jan 14, 2019, 04:07 PM IST

ધર્મ ડેસ્કઃ- ચાણક્ય નીતિના તેરમા અધ્યાયના 19મા શ્લોકમાં સ્ત્રી, ભોજન અને ધન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ નીતિ અથવા વાત જણાવવામાં આવી છે. જેને સમજીને જીવનમાં ઉતારવાથી વ્યક્તિ દરેક રીતે સુખી થઈ શકે છે. ચાણક્ય નીતિ મુજબ આ 3 બાબતોમાં કરેલી ભૂલ મોટી મુશ્કેલી બની શકે છે. જેનાથી પારિવારિક અને વ્યક્તિગત જીવન તો બગડી જ જાય છે સાથે જ સ્વાસ્થ્ય પણ બગડી જાય છે. આ કારણે કોઈ પણ વ્યક્તિ યોગ્ય રીતે જીવન નથી જીવી શકતો. ચાણક્ય નીતિમાં જણાવવામાં આવ્યું છે કે સામાન્ય વ્યક્તિને સ્ત્રીઓની બાબતમાં કેવું રહેવું જોઈએ, ભોજનની બાબતમાં સંતુષ્ટ રહેવું જોઈએ અને રૂપિયાની બાબતમાં સાવચેત રહેવું જોઈએ.

શ્લોક


सन्तोषस्त्रिषु कर्तव्य: स्वदारे भोजने धने ।
त्रिषु चैव न कर्तव्योऽध्ययने तपदानयो : ।।

આચાર્ય ચાણક્યે આ શ્લોકમાં 3 એવા કામ જણાવ્યા છે જેમાં સંતોષ કરી લેવો જોઈએ અને 3 એવા કામ જણાવ્યા છે જેમાં સંતોષ ન કરવો જોઈએ. આચાર્ય ચાણક્ય મુજબ સ્ત્રી, ભોજન અને ધનની બાબતમાં વ્યક્તિએ સંતોષ કરવી લેવો જોઈએ. એટલે કે સ્ત્રીથી મળતું સુખ, વ્યવહાર અને અન્ય બાબતોમાં સંતોષ કરી લેવો જોઈએ. ભોજનની બાબતમાં મન મારી લેવું જોઈએ. તેની સાથે જ રૂપિયાની બાબતમાં પણ સંતોષ રાખવો જોઈએ નહીં તો પરેશાની વધી જાય છે. આ સિવાય આચાર્ય ચાણક્ય જણાવે છે કે વિદ્યાભ્યાસ, તપ અને દાન કરતી વખતે સંતોષ ન કરવો જોઈએ. આ 3 કામ મન મૂકીને કરવા જોઈએ.


આ પણ વાંચોઃ- ક્યારેય ન કરવું ગુરુ, માતા-પિતા, પત્ની અને પૂર્વજોનું અપમાન, મહાભારત સહિત અન્ય ધર્મગ્રંથોમાં આ કામને કહેવામાં આવે છે પાપ

X
Chanakya niti 2019: how to win women heart and good food habits, chanakya neeti explains
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી