તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તુલા રાશિ માટે ખૂબ જ ખાસ દિવસ છે 10 ઓક્ટોબર, એક સાથે 5 ગ્રહ રહેશે આ રાશિમાં, આ દિવસથી નવરાત્રી થશે શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ 10 ઓક્ટોબર જ્યોતિષની દ્રષ્ટિએ તુલા રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેશે. 10 તારીખે એક સાથે 5 ગ્રહ આ રાશિમાં રહેશે. આ પાંચ ગ્રહો છે સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ અને શુક્ર. આ 5 ગ્રહોના યોગમાં નવરાત્રી પણ શરૂ થઈ રહી છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના બતાવ્યા પ્રમાણે તુલા રાશિના લોકો આ યોગમાં ભાગ્યોદય માટે ખાસ ઉપાય કરી શકે છે. જે લોકોના નામનો પહેલો અક્ષર  ર અને ત હોય તે લોકો આ ઉપાય કરી શકે છે.

 

1-10 ઓક્ટોબરે નવરાત્રીની શરૂઆતમાં તુલારાશિના લોકોનેદેવી માતાના મંત્રોનો જાપ કરવો જોઈએ. જો તમે ઈચ્છતાં હોવ તો દુર્ગા સપ્તશતીનો પાઠ કરી શકો છો. દેવી માતાના પૂજનમાં સાફ-સફાઈ અને પવિત્રતાનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. સાથે જ મંત્ર જાપમાં ઉચ્ચારણ એકદમ સાચું  અને સ્પષ્ટ હોવું જોઈએ. સાથે જ મંત્ર જાપમાં ઉચ્ચારણ પણ એકદમ યોગ્ય હોવું જોઈએ. જો તમે મંત્રોોનું ઉચ્ચારણ યોગ્ય રીતે ન કરી શકતાં હોવ તો કોઈ બ્રાહ્મણ પાસે મંત્ર જાપ કરાવી શકો છો.

 

દેવી મંત્ર-  या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।

 

2-દેવી માતાને હાર-ફૂલ, પ્રસાદ, કંકુ, ચંદન, ચોખા વગેરે પૂજા સામગ્રીઓની સાથે જ મધ અને અત્તર પણ ચઢાવો.

 

3-એક પાન પર ગુલાબનું એક ફૂલ રાખીને દેવી દુર્ગાને ચઢાવો. આ ઉપાયથી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ધ્યાન રાખવું કે દુર્ગા પૂજા લાલ આસન પર બેસીને કરવી જોઈએ.

 

4-કીડીઓને ખાંડ ખવડાવો. તેની માટે કોઈ જગ્યાએ ખાંડ નાખો, જ્યાં કીડીઓ હોય. આ ઉપાય જૂના દેવાથી મુક્તિ મળે છે અને પરેશાનીઓ દૂર થાય છે.

 

5-શિવલિંગ પર જળ ચઢાવો. સાથે જ બીલીપત્ર, ધતૂરો, ગુલાબ, ચોખા વગેરે વસ્તુઓ પણ ચઢાવો. આ ઉપાયથી બધા ગ્રહોના દોષ દૂર થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...