Home » Jyotish Vastu » Rashi Upay » aajnu bhavishya 15September2018 free rashi bhavishya in gujarati

15 સપ્ટેમ્બરનું ભવિષ્ય: વૃષભના જાતકોનું કાર્યક્ષેત્રમાં માન-સન્માન વધશે, કર્કના લોકોએ ન રહેવું નસીબના વિશ્વાસે

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 10:47 AM

15 સપ્ટેમ્બરનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો તમારી રાશિના આધારે

 • aajnu bhavishya 15September2018 free rashi bhavishya in gujarati
  +11બીજી સ્લાઈડ્સ જુઓ
  મેષ- પોઝિટિવ- દરરોજના કામ આજે પૂરાં કરી લો તો સારું છે

  ધર્મ ડેસ્ક, અમદાવાદ: 15 સપ્ટેમ્બરનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો તમારી રાશિના આધારે. શનિવારે કેટલાં કામમાં મળશે સફળતા અને કેટલાંમાં નિરાશા....

  મેષ- પોઝિટિવ- દરરોજના કામ આજે પૂરાં કરી લો તો સારું છે. તમારી આવકમાં વધારો થશે. કાર્યક્ષેત્ર માટે યાત્રા થઈ શકે છે. નવું શીખવાનો અવસર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિનો ચાન્સ મળશે. પારિવારિક જવાબદારીઓ વધશે. લોકો તમારા માટે મદદગાર રહેશે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવી. પૈસા અને મહત્વપૂર્ણ દસ્તાવેજો સંભળીને રાખવાં. સંપત્તિને લગતા કામ માટે દિવસ અનૂકુળ છે.


  નેગેટિવ- મિત્રો માટે વધારે સમય ખરાબ ન કરવો. તમારા અંગત ભેદ તમારા સુધી રાખવા. દેવું થાય તેવાં કામ ન કરવા. ફાલતુ વિવાદોથી દૂર રહેવું. ઉધાર લેવાનાં હોય તો ન લેવું. કોઈ જૂનો રોગ હેરાન કરી શકે છે. સંતાનનો વ્યવહાર યોગ્ય નહિ રહે.


  ફેમિલી- જીવનસાથીનાં સહયોગથી આર્થિક ફાયદો થશે.


  લવ- પાર્ટનર સાથે સારો સમય પસાર કરવા મળશે.


  કરિયર- સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.


  હેલ્થ - થાક અને આળસ રહેશે.

  શું કરવું- ઓફિસ, ગાડીની સીટ પર લાલ કપડું રાખી બેસવું.

  આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો અન્ય રાશિઓ વિશે....

  સાપ્તાહિક ભવિષ્યફળ: મેષ સહિત 3ના જાતકોને રોકાણમાં ફાયદો, કર્ક રાશિના લોકોને થશે ખર્ચમાં વધારો

 • aajnu bhavishya 15September2018 free rashi bhavishya in gujarati
  +10બીજી સ્લાઈડ્સ જુઓ
  વૃષભ- પોઝિટિવ - આજે સમય મુજબ કામ કરો તો સારું છે

  વૃષભ- પોઝિટિવ - આજે સમય મુજબ કામ કરો તો સારું છે. સમયસર કામ કરશો તો સફળતા મળી શકે છે. વ્યસ્ત રહેશો છતાં મિત્રો સાથે સમય પસાર કરવાં ઉત્સુક હશો. નવો પ્રેમપ્રસંગ શરૂ થઈ શકે છે. તમારી આદતોમાં સુધારો કરવાની જરૂર છે. 


  નેગેટિવ - કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાથી બચવું. કામ વધારે હશે તો પણ કામમાં મન નહિ લાગે. તમે કોઈ જવાબદારીવાળું કામ ટાળી શકો છો. જેનાથી તમને નુકસાન થશે. પૈસાની બાબતમાં તમે કોઈ ગલતફેમીમાં રહેતાં, કોઈ નિર્ણય ન લઈ શકો છો. જરૂરથી વધારે કામનો બોઝ તમારા પર આવી શકે છે. જેથી તમે તણાવમાં રહેશો અને તમારા બીજા કામમાં પણ તેની અસર પડશે.


  ફેમિલી- દાંમ્પત્ય જીવન સુખમય રહેશે.


  લવ- પાર્ટનર સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બની શકે છે. 


  કરિયર- વેપારમાં મદદ મળશે. કાર્યક્ષેત્રમાં તમારી વાતોનું સન્માન થશે.


  હેલ્થ - સ્વાસ્થ્ય સારું રહેશે.


  શું કરવું- ભૈરવ મંદિરમાં કાળા તલ ચઢાવવા.

 • aajnu bhavishya 15September2018 free rashi bhavishya in gujarati
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  મિથુન- પોઝિટિવ- તમે જે કહેવાં માંગો છો તે કહી દેવું

  મિથુન- પોઝિટિવ- તમે જે કહેવાં માંગો છો તે કહી દેવું. ગમે તેમ કરેલાં કામમાં ફાયદો થઈ શકે છે. નાણાકીયની સ્થિતિમાં સુધારો કરવાનો ચાન્સ મળી શકે છે. પ્રગતિ કરવાનો ઈરાદો રહેશે, જેમાં તમને સફળતા મળશે. કરિયર અને કાર્યક્ષેત્રને હરિફાઈની રીતે ન જુઓ. બેરોજગાર છો તો તમારે કઈ દિશામાં આગળ વધવું તે નક્કી કરી લેવું. લવ લાઈફમાં સંતુલન લાવવાનાં પ્રયત્ન કરવાં. ધંધા બાબતે તમારી જવાબદારી વધશે. તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રેહેશે.


  નેગેટિવ - તમારા કામમાં ઓછાં અને બીજાનાં કામમાં વધારે વ્યસ્ત રહેશો. તેથી તમારા બીજા જરૂરી કામો અધૂરાં રહી શકે છે. કોઈ વસ્તુની આજે તમને અછત રહેશે. તમારો મૂડ પણ અલગ રહેશે. તમે હેરાન રહેશો. જીવન સાથીનો મૂડ સારો રહેશે. 


  ફેમિલી- પરિવારની સમસ્યાથી તણાવ વધશે.


  લવ-  પ્રેમી પાસેથી સહયોગ અને પૈસા મળશે.


  કરિયર- બિઝનેસમાં નવું પ્લાનિંગ થશે.


  હેલ્થ- આજે માનસિક હેરાનગતિ રહેશે.


  શું કરવું- તુલસી ક્યારામાં ચોખા મૂકીને પ્રણામ કરો.

 • aajnu bhavishya 15September2018 free rashi bhavishya in gujarati
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  કર્ક- પોઝિટિવ- તમારા પ્રયાસોના વખાણ થશે

  કર્ક- પોઝિટિવ- તમારા પ્રયાસોના વખાણ થશે. નવી નોકરી અને નવા કામની શરૂઆતમાં કામ વધુ રહેશે. કોઈ વ્યક્તિ તમારી મદદ કરશે. તમારે તમારું પ્લાનિંગ ગુપ્ત રાખવું. તમારા સંપર્કો દ્વારા તમને મદદ મળી જશે. દિવસ તમારા માટે મધ્યમ પ્રકારનો રહેશે. 


  નેગેટિવ- નસીબનાં વિશ્વાસે ન રહેવું. અચાનક ધનહાનિનાં યોગ બની રહ્યાં છે. કોઈ વ્યક્તિને ઉધાર રૂપિયા ન આપવા, નહિ તો પૈસા રોકાઈ શકે છે. સાવધાની રાખવી અને બીજા વ્યક્તિના કામમાં દખલ ન કરવી. ઈચ્છા વગરનાં કામ પણ કરવા પડી શકે છે. 


  ફેમિલી- જીવનસાથી અને ફેમિલી સાથે ફરવા જવાનો પ્લાન બનશે.


  લવ– પાર્ટનર સાથે સમય પસાર થશે. 


  કરિયર – આવકમાં વધારો થઈ શકે છે. કાર્યસ્થળ પર સહયોગ મળશે.


  હેલ્થ- પેટ ખરાબ થઈ શકે છે.


  શું કરવું–પાણી પીવા માટે સ્ટીલનો ગ્લાસ અથવા ધાતુના ગ્લાસનો ઉપયોગ કરવો.

 • aajnu bhavishya 15September2018 free rashi bhavishya in gujarati
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  સિંહ- પોઝિટિવ- આજનો દિવસ સારો છે

  સિંહ- પોઝિટિવ- આજનો દિવસ સારો છે. પેન્ડિંગ રહેલાં કામ પૂરાં કરી શકશો. પૈસાથી સંબંધિત બાબતોમાં નિર્ણય લેવા માટે દિવસ સારો છે. લોકો માટે ઉદારભાવ રહેશે. લોકો સારી રીતે વર્તન કરશે. રોમાન્સ માટે દિવસ સારો છે. પરિવારના વૃદ્ધ લોકોની સેવા કરવાનો મોકો મળી શકે છે. મિત્રો સાથે સમય પસાર થશે.


  નેગેટિવ- પૈસાને લઈને મુશ્કેલ સ્થિતિ સામે આવી શકે છે. સ્વાસ્થ્યને લઈને તમારા મનમાં થોડી બેચેની રહી શકે છે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી જરૂરી છે. બાળકોની ચિંતા રહેશે. 


  ફેમિલી- વડીલોની સેવાની તક મળશે. જીવનસાથી સાથે રોમેન્ટિક સમય પસાર થશે.


  લવ-  અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.


  કરિયર-  બિઝનેસ કરતાં લોકોને ફાયદો થશે. રોકાણમાં ફાયદો રહેશે. વિદ્યાર્થીનું અભ્યાસમાં મન લાગે.


  હેલ્થ – જરૂરી ચેકઅપ કરાવતા રહેવું. ગળા અને લોહી સંબંધી બિમારી થઈ શકે છે.


  શું કરવું- પાણીમાં તલ નાખીને સૂર્યને જળ અર્પણ કરવું.

 • aajnu bhavishya 15September2018 free rashi bhavishya in gujarati
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  કન્યા- પોઝિટિવ – મન બેચેન હશે તો છુટકારો મળી શકે છે

  કન્યા- પોઝિટિવ – મન બેચેન હશે તો છુટકારો મળી શકે છે. ગુસ્સા પર કંટ્રોલ રાખવો. મોજ-મસ્તીની ઈચ્છા રહેશે. અધુરાં કામ પૂરાં થઈ શકે છે. જવાબદાર સાથે કામ પૂરું કરશો. નવું કામ શરૂ કરવાને બદલે જૂનું કામ પૂરું કરવું. સામાજિક રીતે તમે ખૂબ જ સક્રિય રહેશો. કોઈ પ્રેમપ્રસંગ શરૂ થઈ શકે છે. જૂના મિત્રો અને સંબંધીઓનો સહયોગ મળી શકે છે. વેપારમાં મોટો ફાયદો થવાથી ખુશ રહેશો.


  નેગેટિવ – વિવાદોથી બચવું. કામ પૂરાં કરવામાં મુશ્કેલી આવી શકે છે. ફાલતુ ખર્ચો રહેશે. કોઈક કારણોસર તમારા દ્વારા કામમાં કોઈ ભૂલ થઈ શકે છે.


  ફેમિલી- જીવનસાથી તરફથી ભરપૂર પ્રેમ અને સન્માન મળશે.


  લવ- પાર્ટનર સાથે દિવસ પસાર થશે. 


  કરિયર- કાર્યક્ષેત્રમાં વિવાદના યોગ બની રહ્યાં છે. વ્પારમાં સફળતા અને ફાયદો મળશે.


  હેલ્થ – માનસિક અશાંતિ અને તણાવ વધી શકે છે. થાક અને આળસથી હેરાન રહેશો.


  શું કરવું– જેઠીમધનું સેવન કરવું.

 • aajnu bhavishya 15September2018 free rashi bhavishya in gujarati
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  તુલા- પોઝિટિવ- તમારા માટે દિવસ સારો છે

  તુલા- પોઝિટિવ- તમારા માટે દિવસ સારો છે. મનમાં ઉદારતા રાખવી. થોડો ત્યાગ કરવામાં સંકોચ ન રાખવો. રોમાન્સની બાબતમાં પાર્ટનરને પહેલ કરવા દેવી. વિચાર અને મૂડ વારંવાર બદલાતા રહેશે. પરિવાર, સાથી કર્મચારી અને સમાજથી તમને ખુશી મળશે. બધું જોતાં દિવસ સારો છે. ટુંકમાં આજનો દિવસ તમારા માટે મધ્ય ફળદાયી રહેશે.


  નેગેટિવ- સ્વાસ્થ્યને લઈને ધ્યાન રાખવું. મોટો નિર્ણય ન લેવો. રાજકીય કાયદાકીય કામમાં સફળતા મળવાની આશા ઓછી છે.


  ફેમિલી- જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો.

  લવ-  એકબીજાને સમય આપશો.


  કરિયર-  વેપાર ફિલ્ડનાં વિદ્યાર્થીઓને મહેનત કરવાથી સારું પરિણામ મળશે. ભાગીદારીમાં વેપાર કરવાથી તમને ફાયદો થશે.


  હેલ્થ- સ્વાસ્થ્ય બાબતે દિવસ ઠીક રહેશે.. શારીરિક ઉતાર-ચઢાવ આવશે.


  શું કરવું- એપોઝિટ જેન્ડરવાળાને ચોકલેટ ખવડાવવી

 • aajnu bhavishya 15September2018 free rashi bhavishya in gujarati
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  વૃશ્ચિક- પોઝિટિવ- નવી વાત જાણવા મળશે. બધી પરિસ્થિતિમાં શાંતિ રાખજો

  વૃશ્ચિક- પોઝિટિવ- નવી વાત જાણવા મળશે. બધી પરિસ્થિતિમાં શાંતિ રાખજો. આવક, ખર્ચા, પારિવારિક જીવન સમાન રાખવું જોઈએ. બીજાનાં વખાણ કરવા અને ખુલ્લા મને વાત કરવી, તેમાં જ તમારો ફાયદો છે. કાર્યક્ષેત્રમાં ઘણી ઉપલબ્ધિઓ મળી શકે છે.પરિવારનું સમર્થન રહેશે. મનોરંજન અને રોમાન્સનો ચાન્સ મળશે.


  નેગેટિવ- કોઈક વસ્તુની અછત વર્તાશે  કંઈક નવું કરશો. કેટલીક પરિસ્થિતિ તમારા ફેવરમાં નહીં હોય. પડકારવાળી સ્થિતિ રહેશે.


  ફેમિલી- પરિવારના સભ્યોની વાત સમજવી. 


  લવ – આ રાશિનાં પ્રેમી સાવધાન રહે, પ્રેમ પ્રસ્તાવ અસફળ થઈ શકે.


  કરિયર-  વેપારમાં વ્યસ્ત રહેશો. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે.


  હેલ્થ- સાંધાનાં દુખાવાથી હેરાન રહેશો.


  શું કરવું- હનુમાન મંદિરમાં લાલ રેશમી દોરો દાન કરવો.

 • aajnu bhavishya 15September2018 free rashi bhavishya in gujarati
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ધન- પોઝિટિવ- આજે તમે ખૂબ જ વ્યવહારિક રહેશો

  ધન- પોઝિટિવ- આજે તમે ખૂબ જ વ્યવહારિક રહેશો. તમારું ધ્યાન કામકાજમાં રહેશે. મોટા નિર્ણય વિશ્વાસુ વ્યક્તિની સલાહ લઈને લેવા. રોકણ અને ખરીદદારીનો નિર્ણય તપાસ કરીને લેવો. કરેલાં કામમાં ફાયદો મળશે. મહેનત કરવી પડશે. ધૈર્ય અને સંયમ રાખવો. મુશ્કેલીનો અંત આવી શકે છે.


  નેગેટિવ- કેટલાંક લોકો તમારા કામમાં ભૂલ કાઢવાના પ્રયત્ન કરી શકે છે. તમારા કામમાં કોઈ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું. ખોટો નિર્ણય ન લેવાય તેનું ધ્યાન રાખવું. વધારે પૈસા ખર્ચ થઈ શકે છે.


  ફેમિલી- જીવનસાથી દ્વારા ગિફ્ટ મળી શકે છે.

  લવ- પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે. 

  કરિયર- કાર્યક્ષેત્રમાં કામકાજ વધારે રહેશે.


  હેલ્થ- પેટમાં દુઃખી શકે છે.


  શું કરવું- બ્રાહ્મણને જનોઈ દાન કરવી.

 • aajnu bhavishya 15September2018 free rashi bhavishya in gujarati
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મકર- પોઝિટિવ- કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે

  મકર- પોઝિટિવ- કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે. કોઈ મુશ્કેલીને મોટી ન સમજવી. લોકોને સમજાવવામાં સફળ રહેશો. તમારી સલાહ મુજબ લોકોને મનાવવામાં સફળ થશો. બીજાની મદદ માટે કોઈ કામ કરશો. નવા લોકો સાથે દોસ્તી થશે. દોસ્તો સાથે સમય પસાર થશે. મહેનતથી કરેલાં કામમાં સફળતા મળશે.


  નેગેટિવ- વાહનથી સાવધાન રહેવું. ઈજા થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રમાં જોશથી કામ કરવામાં નુકસાન થઈ શકે છે.


  ફેમિલી- પતિ-પત્ની વચ્ચે કોઇ ગેરસમજણ હશે તો દૂર થઈ શકે છે. 


  લવ- પાર્ટનર સાથે સારો સમય પસાર કરવા મળશે અને ફરવા જવાનો પ્લાન બની શકે છે.


  કરિયર- આર્થિક બાબતો માટે આજનો દિવસ સારો છે.


  હેલ્થ  પિતાનાં સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.


  શું કરવું- ઘર અને ઓફિસમાં જૂની સાવરણી બદલી દેવી.

 • aajnu bhavishya 15September2018 free rashi bhavishya in gujarati
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  કુંભ- પોઝિટિવ- આજનો દિવસ સારો છે

  કુંભ- પોઝિટિવ- આજનો દિવસ સારો છે. જૂના પ્રોબ્લેમ્સ સમાપ્ત કરવા માટે સારો દિવસ છે. નવી નોકરી માટે ઓફર આવે તો વિચાર કરવો. અટકેલાં કામ પૂરાં કરવા માટે મહેનત કરવાનો સમય છે. ઉત્સાહ, મહેનત અને કોન્ફિડન્સની સાથે કામ કરવું. સફળતા અને ધનલાભ થઈ શકે છે.


  નેગેટિવ – આરામ કરવાનો ટાઈમ નહિ મળે. કોઈ વ્યક્તિ માટે તમે વધારે કરી શકો છો. પ્રેમી પર ખર્ચો થઈ શકે છે. તમારા મનની વાત કહેતા અચકાશો. સાવધાન રહેવું તમને કોઈ ભડકાવી શકે છે. માનસિક અસ્થિરતાથી બચવું અને ડિસ્ટર્બ થયા વગર કામ કરવું.


  ફેમિલી- જીવનસાથી તમને દરેક કામમાં સપોર્ટ કરશે.


  લવ- પાર્ટનરનો મૂડ સારો રહેશે.


  કરિયર-  ખર્ચો વધારે થઈ શકે છે. ફાયદો થશે અને ઈનકમ પણ વધશે. 


  હેલ્થ- ગળાનાં રોગ થઈ શકે છે.


  શું કરવું- પીપળાનાં ઝાડ પાસે ઘી અને તેલનો દીવો કરવો.

 • aajnu bhavishya 15September2018 free rashi bhavishya in gujarati
  મીન- પોઝિટિવ- શાંતિથી કામ કરવું

  મીન- પોઝિટિવ- શાંતિથી કામ કરવું. પરિસ્થિતિઓને સંભાળવાનો પ્રયત્ન કરવો. કોન્ફિડનેસ વધારે રહેશે. તમારી વાત કહેવા માટે તમે વધારે ઉત્સુક રહેશો. મિત્રો સાથે સારો સમય પસાર થશે. પારિવારિક સમસ્યાઓનું સમાધાન થશે. જૂના કામમાં આજે સફળતા મળી શકે છે. મિત્રો સાથે વધારેમાં વધારે સમય પસાર કરી શકશો. જૂના કાયદાકીય બાબતો પૂરી થશે.


  નેગેટિવ- મનોરંજન સાથે જોડયેલી વસ્તુઓમાં ખર્ચો થશે. તમારી ભાવનાઓને હાલ મનમાં જ રાખવી. કાર્યક્ષેત્રમાં હેરાન થઈ શકો છો. આજે દોડા-દોડીમાં દિવસ પસાર થઈ શકે છે. એવામાં સામાજિક સંબંધોને કારણે તમે તમારી સાથે કામ કરતાં લોકોથી હેરાન થઈ શકો છો. બોસ, માલિક સાથે અનબન રહી શકે છે.


  ફેમિલી- વડીલોના આશિર્વાદથી કામ શરૂ કરવું. જીવનસાથીની વાત પર ધ્યાન આપવું.


  લવ- પ્રેમ પ્રસ્તાવમાં અસફળ થઈ શકો છો.


  કરિયર- કેટલીક બાબતોમાં નસીબનો સાથ નહિ મળે.


  હેલ્થ- સ્વાસ્થ્યમાં ગડબડ થઈ શકે છે.


  શું કરવું- તુલસી ક્યારામાં ઘીનો દીવો કરવો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Jyotish Vastu

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ