ગુરુવારનું રાશિફળ / મેષ રાશિના જાતકોની શારીરિક તકલીફો દૂર થઈ શકે છે, વૃષભ રાશિના લોકોની અધૂરી ઇચ્છાઓ પૂરી થઈ શકે છે

aaj nu rashi bhavishy todays horoscope for eighteen April 2019

divyabhaskar.com

Apr 18, 2019, 12:05 AM IST

ધર્મ ડેસ્કઃ 18 એપ્રિલનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો તમારી રાશિના આધારે. ગુરુવારે કયા કામમાં મળશે સફળતા અને કઈ બાબત કરશે નિરાશ?

મેષ- પોઝિટિવ- આ રાશિના બેરોજગાર લોકોને આજે નોકરી મળી શકે છે. આજે જે બાબતો પૂરી કરવામાં મુશ્કેલી અનુભવાય તેને ટાળી દો. આજે તમે ફરીથી આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. પ્રયાસ કરશો તો અટકાયેલું ધન પણ આજે તમને પાછું મળી શકે છે. શારીરિક તકલીફો દૂર થઈ શકે છે.
નેગેટિવ- નોકરિયાત લોકોની ઓફિસમાં ગેરસમજ કે વિવાદની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. શરૂ કરેલા કામ પણ આ સમયે અટકી શકે છે. આર્થિક બાબતે તમે બીજાનો મત કે બીજાના નિર્ણયો માનવા માટે તૈયાર નહીં થાઓ.
ફેમિલી- પરિવારમાં આર્થિક બાબતે કેટલીક ચર્ચા થઈ શકે છે.
લવ- પાર્ટનરના વ્યવહારથી દુઃખી થઈ શકો છો.
કરિયર- આજે નોકરી મળવાની પૂરેપૂરી શક્યતા છે.
હેલ્થ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નક્ષત્રો નબળા રહેશે.
શું કરવું- ચંદનનો ચાંદલો કરો.

વૃષભ- પોઝિટિવ- આજે લાંબા સમયથી પ્લાનિંગ કરી રહેલા કામ પણ પૂરા થઈ શકે છે. અધૂરી ઇચ્છાઓ પૂરી થઈ શકે છે. આજે તમને કંઇક નવું શીખવા મળી શકે છે. નવા સ્થાન પર જઈ શકો છો અને નવા અનુભવ પણ થઈ શકે છે. આજે તમારે તમારી ઉપર વિશ્વાસ રાખવો.
નેગેટિવ- વાણી ઉપર નિયંત્રણ રાખવું, નહીં તો કોઈ ગેરસમજ ઉત્પન્ન થઈ શકે છે.
ફેમિલી- પરિવારની જરૂરિયાતો અને મૂડનો અંદાજ સરળતાથી લગાવી શકશો.
લવ- લવ લાઇફમાં સુખદ રહેશે.
કરિયર- બિઝનેસમાં થોડું નુકસાન થઈ શકે છે.
હેલ્થ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.
શું કરવું- પાણિયારે દીવો પ્રગટાવવો.

મિથુન- પોઝિટિવ- કામ સરળતાથી પૂરા થશે અને આજે તમારો પ્રભાવ પણ લોકો ઉપર પડશે. અટકાયેલા કામ અને વાતો પૂરી થશે. સફળતા મળશે. તમારા જીવનની ગતિવિધિઓ તેજ થશે. આજે તમારે જે જવાબદારીઓ પૂરી કરવાની છે તે કરી લેશો. રોકાણની તકો અચાનક મળી શકે છે. વડીલોનો આશીર્વાદ તમને મળી શકશે.
નેગેટિવ- આજના ઘટનાક્રમ પર તમે તરત કોઈ નિર્ણય ન લેશો. આજે તમારે થોડી વધારે જ મહેનત કરવી પડી શકે છે. કાયદાકીય બાબતોમાં આજે તમને ગૂંચવાઈ શકો છો.
ફેમિલી- વડીલોના આશીર્વાદ મળશે.
લવ- પાર્ટનર તમારી ભાવનાઓને સમજશે.
કરિયર- નોકરિયાત લોકોની લાઇફમાં થોડી સારી તકો આવી શકે છે.
હેલ્થ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.
શું કરવું- કિન્નરોને એલચી ખવડાવવી.

કર્ક - પોઝિટિવ- આજે આ રાશિના લોકો પોતાને સાબિત કરવાના પ્રયાસ કરશે. આજે તમે તમારી સ્થિતિમાં ફેરફાર લાવવાના પ્રયાસ પણ કરી શકો છો. આજે તમે હિંમત અને હોશિયારીથી બગડેલી સ્થિતિને સાંચવી લેશો. તમારા અટકાયેલા કામ પૂરા થઈ જશે. આજે કામમાં તમારું મન નહીં લાગે.
નેગેટિવ- કોઈ અધૂરી ઇચ્છા પૂરી થવામાં થોડો સમય લાગી શકે છે. આજે સફળતા માટે વધારે મહેનત કરવી પડી શકે છે. તમારું મન એક જગ્યાએ નહીં લાગે. આજે તમારી સામે થોડાં વચનો પૂરા કરવાનું દબાણ રહેશે.
ફેમિલી- બાળકો કે પરિવારના સદસ્યો પર તમે ગુસ્સો કાઢી શકો છો.
લવ- લવ લાઇફ સુખદ રહેશે.
કરિયર- બિઝનેસમાં નુકસાન થઈ શકે છે.
હેલ્થ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.
શું કરવું- કાચા દૂધથી ચહેરો ધોવો.

સિંહ- પોઝિટિવ- આ રાશિના લોકો માટે આજનો દિવસ સારો છે. તમારે તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખવી. આજે તમારું મન અને મગજ બંને ચાલતા જ રહેશે. જ્યાં સુધી બની શકે તમારે સ્વયં પર નિયંત્રણ રાખવું. પ્રેમને વ્યક્ત કરવા માટે દિવસ ઘણો સારો છે.
નેગેટિવ- તમારી આજુબાજુની કોઈ વ્યક્તિ ભાવનાત્મક દ્રષ્ટિએ અસંતુલિત રહી શકે છે. તેના કારણે તમારા થોડાં કામ અટકી શકે છે. કામકાજ અને જવાબદારીના ક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ફેમિલી- લેવડ-દેવડ અને રૂપિયા સાથે જોડાયેલી જૂની પારિવારિક બાબતો ફરી ગૂંચવાઈ શકે છે.
લવ- પાર્ટનરને માનસિક સાથ અને સુરક્ષા આપવી.
કરિયર- બિઝનેસ અને નોકરિયાત લોકોએ કોઈ અજાણી વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરવો.
હેલ્થ- આજે તમારા સ્વાસ્થ્યમાં પહેલા કરતા થોડો સુધારો આવી શકે છે.
શું કરવું- પૂરી અને પતાશા અગાસીમાં રાખવા.

કન્યા- પોઝિટિવ- આજે તમારે ખાલી હાથે ઘરે પાછા નહીં જવું પડે. આજે તમારી મહત્વકાંક્ષાઓ અને આત્મવિશ્વાસ વધેલો રહેશે. કરિયરમાં તમે તમારા માટે કંઈક હકારાત્મક અને નવું કામ કરશો. આજે તમે લોકોને વધુ પ્રભાવિત કરી શકશો. તમારી વિચારસરણી આજે લોકોને પસંદ આવશે.
નેગેટિવ- આજે તમે ઉતાવળમાં થોડા પરેશાન થઈ શકો છો. આજે થોડી દોડધામ કરવી પડી શકે છે. સ્પષ્ટ વાત કહેતા પહેલા તમારે સાવચેત રહેવું.
ફેમિલી- મનગમતા કામ કરવાનો પ્રયાસ કરશો તો પરિવારમાં તણાવ વધી શકે છે.
લવ- પાર્ટનર તમારી ભાવનાઓને સમજશે.
કરિયર- બિઝનેસને લઈને કોઈ વાતની ચિંતા ન કરવી.
હેલ્થ- સાંધાનો દુઃખાવો પરેશાન કરી શકે છે.
શું કરવું- મંદિરની દીવાલ પર ચંદનથી સાથીયો બનાવો.

તુલા- પોઝિટિવ- આજે રોજિંદા કામમાં ભાગ્યનો સાથ મળશે. દિવસ તમારા માટે સારો રહેશે. તમે લાંબા સમયથી નોકરીમાં ટ્રાંસફર માટે મહેનત કરી રહ્યા છો, તો આજે તમારું કામ બની શકે છે. આજે તમારા માટે આર્થિક બાબત સૌથી મહત્વની રહેશે.
નેગેટિવ- રૂપિયાની બાબતમાં કોઈ આજે તમને દગો આપવાનો પ્રયાસ કરી શકે છે. તમે આશરે દરેક વસ્તુઓ પર જરૂરિયાત કરતા વધુ પ્રતિક્રિયા પણ આપી શકો છો. તમારો પક્ષ રાખવા માટે ખૂબ મહેનત કરવી પડી શકે છે.
ફેમિલી- પરિવારની મદદથી જરૂરી કામ પૂરા થશે.
લવ- પાર્ટનર માટે કોઈ ભેટ પણ ખરીદી શકો છો.
કરિયર- કાર્યસ્થળ પર વાતાવરણ આનંદમયી રહેશે.
હેલ્થ- સ્વાસ્થ્ય સારું રહેશે.
શું કરવું - વડના પાન ઉપર રામ લખીને હનુમાનજીને અર્પણ કરો.

વૃશ્ચિક- પોઝિટિવ- મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક થઈ શકે છે. પારિવારિક જીવન સુખદ રહેશે. અધૂરા કામ પૂરા થઈ જશે. લોકો પર તમારો પ્રભાવ પડશે. અપરિણીત લોકોને લગ્ન પ્રસ્તાવ મળી શકે છે. પરિણીત લોકો આજે તેમના જીવનસાથીને ખુશ કરવાના પ્રયાસ કરશે. નવી નોકરી માટે આવેદન કરી શકો છો. રોજિંદા કામ સમયસર પૂરા થઈ જશે.
નેગેટિવ- તમે જેવા છો, એવા જ રહો. કોઈ પણ પ્રકારનો દેખાવો કરશો તો મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. આળસના કારણે કામ ટળી પણ શકે છે.
ફેમિલી- પારિવારિક સુખ-સમૃદ્ધિમાં ખોટ આવી શકે. પોતાના પર કંટ્રોલ રાખો.
લવ- તમારો પાર્ટનર અતિસંવેદનશીલ રહેશે.
કરિયર- કામકાજ વધારે હોવાથી પરેશાન રહેશો.
હેલ્થ- સ્વાસ્થ્ય સારું રહેશે.
શું કરવું- તળેલું ભોજન કરવાથી બચવું.

ધન- પોઝિટિવ- તમારા વિચારો અને વાતથી આજે તમે મોટાભાગના લોકો પર પ્રભાવ જમાવી શકો છો. ઓફિસમાં આજે તમે તમારાથી નાના લોકોની ચિંતા કરી શકો છો. તમારી રચનાત્મકતા આજે ચરમ પર રહી શકે છે. તમારા વિચારોની રીત આજે બદલાઈ શકે છે. મિત્રોનો સાથ મળી શકે છે.
નેગેટિવ- આજે બધા જ લોકોને ખુશ રાખવા તમારા માટે મુશ્કેલ રહેશે. પરિવારમાં થોડી અશાંતિ પણ રહી શકે છે.
ફેમિલી- તમારા માટે અંગત, પારિવારિક અને કામકાજી જીવનમાં સંતુલન બનાવવું મુશ્કેલ રહેશે.
લવ- લવ કપલમાં મનમુટાવ થઈ શકે છે.
કરિયર- તમારે તમારા કામ ઉપર ધ્યાન આપવું.
હેલ્થ- જૂના રોગ પરેશાન કરી શકે છે.
શું કરવું - વિષ્ણુ મંદિરમાં અત્તર અર્પણ કરવું.

મકર- પોઝિટિવ- મહેનતથી સફળતા મળવાના યોગ છે. કોઈ મોટો ફાયદો થવાના યોગ છે. મનગમતા કામ પૂરા કરવા માટે થોડી વધુ રાહ જોવી પડી શકે છે. બિઝનેસ માટે દિવસ સારો છે. ઓફિસમાં કેટલાક નિયમિત કામોની જગ્યાએ કંઈક નવું કરવાનો પ્રયાસ કરશો.
નેગેટિવ- કોઈ પણ કામમાં અતિરેક ન કરવો. ઓફિસમાં થોડી મુશ્કેલી આવી શકે છે. બિઝનેસમાં કોઈ મોટો નિર્ણય ન કરવો. આખો દિવસ સાવચેતીથી કામ કરવું.
ફેમિલી- સંબંધોમાં મોટા ફેરફાર આવવાની શક્યતા છે. મિત્રો અને પોતાના જ લોકો સાથે વિવાદ થવાના યોગ છે.
લવ- લવ લાઇફ માટે દિવસ સારો છે. પાર્ટનરનો સાથ અને પ્રેમ મળશે.
કરિયર- બિઝનેસ કરતા લોકો માટે દિવસ સામાન્ય છે. કોઈને ઉધાર રૂપિયા ન આપવા. સ્ટુડન્ટ્સને કોઈ સારા સમાચાર મળી શકે છે.
હેલ્થ- મોસમી બીમારીઓથી સાચવવું. ખાવા-પીવામાં સાચવવું.
શું કરવું- હનુમાનજીને પાન અર્પણ કરો.

કુંભ- પોઝિટિવ- ધન સંબંધિત બાબતોમાં ફાયદો થઈ શકે છે. કામકાજમાં વ્યસ્ત રહેશો. કોઈ નવી જવાબદારીવાળું કામ મળી શકે છે. રોજિંદા કામ અને પાર્ટનરશિપવાળા કામ પૂરા થઈ શકે છે. કોઈ જૂની મૂંજવણ દૂર થઈ શકે છે. માનસિક રીતે સક્રિય રહેશો. રોજિંદા કામમાં ફેરફાર આવી શકે છે.
નેગેટિવ- કોઈ કામમાં ઉતાવળ ન કરવી કે કોઈને વળતો જવાબ ન આપવો. તેનાથી તમને નુકસાન થઈ શકે છે. મનોરંજન પાછળ ખર્ચ થઈ શકે છે. કેટલાક કામમાં મોડું થઈ શકે છે.
ફેમિલી- પરિવાર સાથ પિકનિક કે મનોરંજનનું પ્લાનિંગ થઈ શકે છે.
લવ- લવ લાઇફમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. પાર્ટનર દ્વારા ગિફ્ટ મળશે. અપોઝિટ જેન્ડરના લોકો તરફ આકર્ષણ વધી શકે છે.
કરિયર- સ્ટુડન્ટ્સ માટે દિવસ મુશ્કેલીથી ભરેલો રહેશે. કરિયર સંબંધિત કેટલાક સંવેદનશીલ નિર્ણયો લેવા પડી શકે છે. રોકાણની બાબતમાં સાવચેત રહેવું.
હેલ્થ- સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. નાની-મોટી મુશ્કેલીઓ વધી શકે છે.
શું કરવું- પાણીની ટાંકીમાં સફેદ ફૂલ નાખો.

મીન- પોઝિટિવ- મુશ્કેલીઓમાં પણ જાતને સાચવી લેશો. ઓફિસમાં વિપરીત લિંગના લોકો સાથે ભાવનાત્મક વાતચીત થઈ શકે છે, જેનાથી તમને મદદ મળી શકે છે. વિવાદની પરિસ્થિતિમાંથી જાતને દૂર રાખી શકશો. જૂના અટકાયેલા કામમાં ગતિ આવી શકે છે. કોઈ સારા સમાચાર મળી શકે છે.
નેગેટિવ- ઓફિસમાં મુશ્કેલીઓ ઉત્પન્ન થવાના યોગ છે. કેટલીક બાબતોમાં જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે.
ફેમિલી- સંબંધોમાં કોઈ જૂનો વિવાદ ચાલી રહી હોય તો તેનું સમાધાન થઈ શકે છે.
લવ- જીવનસાથીની મદદથી કેટલાક મહત્વના કામ પૂરા થઈ શકે છે.
કરિયર- ખર્ચ વધી શકે છે. નોકરિયાત લોકોને થોડી દોડધામ રહી શકે છે. કરિયર સંબંધિત બાબતોમાં સાવચેત રહેવું.
હેલ્થ- કોઈ જૂનો રોગ પરેશાન કરી શકે છે.
શું કરવું- ગણપતિને લાડુ ધરાવો.

X
aaj nu rashi bhavishy todays horoscope for eighteen April 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી