Home » Jyotish Vastu » Hastrekha » હાથની આંગળીઓ પર આવેલાં ચક્રથી જાણો વ્યક્તિનું ભવિષ્ય Hand Fingar Chakra can say about Human Nature and give many benefit

હસ્તરેખાઃ હાથની 2 આંગળીઓ પર ચક્ર હોય તો વ્યક્તિ મેળવે છે રાજ્યસન્માન, જેની 10 આંગળીઓ પર ચક્ર હોય તે બને છે ચક્રવર્તી રાજા

Divyabhaskar.com | Updated - Jul 31, 2018, 06:45 PM

પાંચ આંગળી પર ચક્ર હોય તેવી વ્યક્તિ મોટેભાગે ભોગ-વિલાસમાં રત રહે છે

  • હાથની આંગળીઓ પર આવેલાં ચક્રથી જાણો વ્યક્તિનું ભવિષ્ય Hand Fingar Chakra can say about Human Nature and give many benefit
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ હાથની રેખાઓ સાથે-સાથે હથેળીમાં વિવિધ નિશાન પણ હોય છે જેને ધ્યાનથી જોવામાં આવે તો તે વ્યક્તિનું ભવિષ્ય જાણી શકાય છે. જ્યોતિષ અને હસ્તરેખાશાસ્ત્રી અનિલ કે. ભટ્ટ જણાવે છે કે વ્યક્તિના હાથની આંગળીઓ પર વિવિધ ચક્ર હોય છે જેના દ્વારા વ્યક્તિનું ભાગ્ય નક્કી થતું હોય છે. જેની આંગળીમાં શુભ ચક્રો હોય તેઓ વ્યવહારકુશળ અને નાણાકીય લાભ પ્રાપ્ત કરતો હોય છે. જ્યારે અશુભ ચક્રો આવેલાં હોય તો વ્યક્તિને જીવનભર સંઘર્ષ કરવો પડે છે. આજે જાણો વ્યવહારથી તથા વેપારથી ધનલાભ દર્શાવનારાં ચક્રો વિશે જાણીએ.

    =વ્યવહારથી ધનલાભ:

    કોઇપણ વ્યક્તિના હાથમાં અનામિકાના અગ્રભાગ ઉપર જો ચક્રનું ચિહ્ન (જમણીબાજુના મુખવાળું) હોય તો, સર્વ પ્રકારના વ્યવહારથી ધનલાભ થાય છે પરંતુ આથી વિપરીત જો ચક્ર (ડાબી બાજુના મુખવાળું) હોય તો- વામાવર્ત ચક્ર હોય તો ધનની હાનિ અવશ્ય થાય છે.

    -વેપારથી ધનલાભ:

    કનિષ્ટિકાના અગ્રભાગ ઉપર (જમણી બાજુના મુખવાળું) ચક્રનું ચિહ્ન હોય તો, કોઇપણ પ્રકારના વેપારથી વ્યક્તિને ધનલાભ થાય છે અને આનાથી

    \ઊલટું ચક્ર હોય તો વ્યાપાર દ્વારા દ્વારા ધનહાનિ ભોગવવી પડે છે.

    -જો દસ આંગળીઓમાંથી એક આંગળી પર ચક્ર હોય તો તે વ્યક્તિ સુખી જ બને છે. બે આંગળી પર ચક્ર હોય તો, તે રાજ્ય સરકાર દ્વારા સન્માનિત બની શકે છે.

    -ત્રણ આંગળી પર ચક્ર હોય તો તે ધનવાન અને ચાર આંગળી પર જો ચક્ર હોય તો તે દરિદ્ર બની રહે છે.

    -પાંચ આંગળી પર ચક્રવાળી વ્યક્તિ ભોગ-વિલાસમાં રત રહે છે.

    -છ આંગળી પર ચક્ર હોય તો, તે વ્યક્તિ વધારે પડતી વિષયાસક્ત બની રહે છે.

    -સાત આંગળી પર ચક્ર ધરાવનાર પુણ્યશાળી પુરવાર થાય છે.

    -આઠ આંગળી પર ચક્ર ધરાવનાર સદાય રોગી રહે છે.

    -નવ અને દસ આંગળીઓ પર ચક્ર ધરાવનાર વ્યક્તિ અનુક્રમે રાજા અને ચક્રવર્તી રાજા થાય છે.

    (અનિલ કે. ભટ્ટ, હસ્તરેખાશાસ્ત્ર, ધર્મદર્શન)

  • હાથની આંગળીઓ પર આવેલાં ચક્રથી જાણો વ્યક્તિનું ભવિષ્ય Hand Fingar Chakra can say about Human Nature and give many benefit
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Jyotish Vastu

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ