હથેળીમાં શંખ યોગ ધરાવનાર હોય છે જ્ઞાની અને સુખી

શંખ યોગવાળી સ્ત્રીના આગમન સાથે જ પતિના ઘરમાં આવે છે સમૃદ્ધિ

divyabhaskar.com | Updated - Aug 13, 2018, 03:24 PM
શંખ યોગ l palmistry know meaning of shankh yoga in hand

ઘર્મ ડેસ્ક: સમુદ્રશાસ્ત્ર મુજબ આજે વાત કરીશું હથેળીમાં બનનાર શંખ યોગ વિશે. વ્યક્તિની હથેળીમાં શુક્ર પર્વત વિકસિત હોય, તેમજ જીવન રેખાથી નિકળીને એક રેખા શનિ પર્વત પર જાય અને બીજી રેખા સૂર્ય પર્વત પર જાય તો તેને શંખ યોગ કહેવામાં આવે છે. આવી વ્યક્તિને જીવનમાં તમામ સુખસુવિધા મળે છે અને તેઓ ખૂબ જ્ઞાની હોય છે.


>> શુક્ર પર્વત વિકસિત છે એટલે કે શુક્ર ઐશ્વર્યનો કારક છે.


>> આ વ્યક્તિનું ભાગ્ય બળવાન હોય છે. વ્યક્તિમાં જ્ઞાનનો ભંડાર હોય છે.


>> સમાજમાં માન સન્માન મળે છે. જીવનમાં મોટું સ્થાન મેળવે છે.


>> વ્યક્તિ તેના જીવનમાં બધી સુખ સુવિધાની વસ્તુઓ મેળવે છે. આધ્યાત્મિકતા તરફ તેનો ઝુકાવ હોય છે.


>> વ્યક્તિનું જીવન આનંદમય પસાર થાય છે.


>> સ્ત્રીઓની હથેળીમાં આ યોગ હોય તો તે સૌભાગ્યશાળી હોય છે. લગ્નજીવન તેનું સારું હોય છે. પતિના ઘરમાં પ્રવેશતા જ ભાગ્યના દ્વાર ખુલી જાય છે.

જેમની હથેળીમાં મરુત્વેગ યોગ હશે તેઓ અનેકવાર વિદેશ યાત્રા કરી શકે છે

X
શંખ યોગ l palmistry know meaning of shankh yoga in hand
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App