હથેળીમાં બુધ પર્વત ઉપસેલો હોય તે વ્યક્તિ જીવનમાં તમામ સુખ-સુવિધા મેળવે છે

બુધ પર્વત પર ખાડો હોવો અશુભ સંકેત છે, ભાગ્યોદય માટે આવી વ્યક્તિઓ લાંબા સમય સુધી ભારે કામ કરવું પડી શકે છે.

divyabhaskar.com | Updated - Aug 18, 2018, 11:51 AM
palmistry know about budh parvat

ધર્મ ડેસ્ક: હથેળીમાં ટચલી (કનિષ્ઠિકા) ભાગને બુધ પર્વત કહેવાય છે. બુધ પર્વતનો સ્વામી બુધ છે. બુધ પર્વતને જોઈને વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતા અને સ્વભાવની ઘણી વાતો જાણી શકાય છે. ઉજ્જૈનના હસ્તરેખા વિશેષજ્ઞ ડો. વિનિતા નાગર બુધ પર્વત સાથે જોડાયેલી બાબતો જણાવશે.


>> હથેળીમાં બુધ પર્વત ઉપસેલો હોય તો


જેમની હથેળીમાં બુધ પર્વત ઉપસેલો હોય તે જીવનમાં બધી સુખ-સુવિધા મેળવે છે.
આવી વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે, સાથે સમાજમાં નામ-સન્માન મળે છે. આ વ્યક્તિઓ જે કામને આથમાં લે છે તેને પુરું કરીને જ રહે છે.
આ વ્યક્તિઓની વિચારવાની ક્ષમતા સારી હોય છે. મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નિકળવાનો માર્ગ પણ આ વ્યક્તિ સરળતાથી શોધી લે છે.


>> બુધ પર્વત વધુ પડતો ઉપસેલો હોય તો


જેમની હથેળીમાં બુધ પર્વત વધુ પડતો ઉપસેલો હોય તે શુભ શંકેત નથી.
આ સ્થિતિ વ્યક્તિને દગાખોર બનાવી શકે છે.
આવી વ્યક્તિ ચાલાક અને કપટી હોય શકે છે. આવી વ્યક્તિ બીજાને નુકસાન કરી પોતાનો ફાયદો જુએ છે.


>> બુધ પર્વત સામાન્ય (સપાટ) હોય તો


આવી વ્યક્તિ બીજાના મનની વાત સમજી શકે છે.
આ લોકો અવસરવાદી હોય છે અને લાભની કોઈ તક છોડતા નથી.
સારા વક્તા હોય છે. તેની વાણીથી લોકો પ્રભાવિત થાય છે.


>> બુધ પર્વત ઉપર ખાડો હોય તો


બુધ પર્વત પર ખાડો હોવો અશુભ સંકેત છે.
આવા પર્વતના પ્રભાવથી વ્યક્તિનું જીવન સુખ-સુવિધાઓ વિનાનું હોય છે. ખૂબ મહેનત કરવા છતા આ લોકો ધન પ્રાપ્તિ કરી શકતા નથી.
ભાગ્યોદય માટે આવી વ્યક્તિઓ લાંબા સમય સુધી ભારે કામ કરવું પડી શકે છે.

જેમની હથેળીમાં મરુત્વેગ યોગ હશે તેઓ અનેકવાર વિદેશ યાત્રા કરી શકે છે

X
palmistry know about budh parvat
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App