લાલ રંગની હથેળીવાળા લોકો પાસે પૈસા આવે તો છે પણ ટકતા નથી

હથેળીનો રંગ બતાવશે તમને કેટલા પૈસા મળી શકે છે.

divyabhaskar.com | Updated - Aug 25, 2018, 02:27 PM
palmistry Hands Color Indicates Wealth of Person

ધર્મ ડેસ્ક: સમુદ્રશાસ્ત્ર મુજબ હથેળીના રંગ પરથી જાણી શકાય છે કે વ્યક્તિના જીવનમાં કેટલા પૈસા છે અને આ પૈસા તેની પાસે ટકશે કે નહીં.

લાલ રંગ


લાલ રંગની હથેળી વાળી વ્યક્તિઓ કર્જ કરનાર હોય છે. આ લોકો પાસે પૈસા આવે તો છે પરંતુ કર્જના કારણે ટકતા નથી. આ લોકો પૈસા માટે મહેનત બહુ કરે છે પરંતુ પૈસાને બચાવી શકતા નથી. આ લોકો મોટું કામ કરવાની કોશિશ કરે છે અને વધુ પૈસા કમાવવાનું વિચારે છે.
........

સફેદ રંગ


સફેદ રંગની હથેળીવાળા લોકોને પૈસાની તંગી હોયછે. હથેળીના રંગના લીધે આ લોકોનું જીવન ઘણી વસ્તુઓના અભાવમાં વિતે છે. આ રંગની હથેળીવાળા લોકો પાસે પૈસા ટકતા નથી. આવતાની સાથે ખર્ચ થઈ જાય છે. આધ્યામિક અને શાંત સ્વભાવ હોવાની સાથે આ લોકો પૈસના વધુ મહત્વ આપતા નથી.
..........

પીળો રંગ


પીળા રંગની હથેળીવાળા લોકોનો સ્વભાવ કંજૂસ હોય છે. આ લોકો બીજાના પૈસા લેવાની ઈચ્છા રાખે છે. આ લોકો પૈસાના અભાવે દુ:ખી રહે છે. આ લોકોના મોટા ભાગના પૈસા બીમારીમાં ખર્ચ થાય છે. આ લોકો બીજા તરફ ઝડપથી આકર્ષિત થઈ જાય છે.
.........

ગુલાબી હથેળી


ગુલાબી રંગની હથેળીવાળા લોકો પાસે પૈસા ભરપૂર હોય છે. પૈસાના અભાવે આ લોકોના કામ પણ અટકતા નથી. હથેળીનો રંગ આ લોકોને પૈસાની સાથે સંપત્તિ પણ આપે છે. આ લોકો પોતાના જીવનકાળમાં બે કે તેથી વધુ સંપત્તિના માલિક હોય છે.
..........

ડાઘાડૂઘીવાળી હથેળી


આવા લોકો ખોટી રીતે પૈસા કમાય છે અને સાથે પૈસા ગુમાવી પણ છે. ખોટા કામ કરવામાં આ લોકોને વધુ રસ હોય છે. આ લોકો શોર્ટકટથી પૈસા કમાવવાની કોશિશ કરે છે. આ બધી વસ્તુમાં ઘણીવાર આ લોકોને નુકસાન પણ થાય છે. આ લોકોને સુખ-સુવિધા મળતી નથી. આ લોકો વ્યસનમાં વધુ ખર્ચ ખરે છે.

C આકારના અંગૂઠાવાળી વ્યક્તિને તર્કભરી વાતોમાં કોઈ જીતી શકતું નથી

X
palmistry Hands Color Indicates Wealth of Person
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App