Divya Bhaskar

Home » Jyotish Vastu » Hastrekha » Palm Reading About Fate Line called Bhagya rekha for future

જીવનરેખાથી શરૂ થાય ભાગ્યરેખા તો વ્યક્તિ સફળ થાય છે જાત મહેનતે

Divyabhaskar.com | Updated - Aug 22, 2018, 12:43 PM

કોઇપણ સ્ત્રીની મદદથી મળે છે સફળતા, જો હથેળીમાં બને આ ખાસ યોગ તો

  • Palm Reading About Fate Line called Bhagya rekha  for future
    હથેળીમાં ભાગ્ય રેખા ચંદ્ર રેખાથી પ્રારંભ થાય તો, તે બીજાંની મદદ કે પ્રોત્સાહનથી સફળતા મેળવી શકે છે

    ધર્મ ડેસ્ક: આપણી હથેળીમાં ઘણી રેખાઓ હોય છે. જીવન રેખા, હ્રદય રેખા, મસ્તિષ્ક રેખા, વિવાહ રેખા, સૂર્ય રેખા, બુધ રેખા, ભાગ્ય રેખા વગેરે. ઉજ્જૈનની હસ્તરેખા વિશેષક ડૉ. વિનિતા નાગરના જણાવ્યા અનુસાર હાથની રેખાઓ જણાવે છે કે વ્યક્તિ ભાગ્યશાળી છે કે નહીં. હસ્તરેખા વિશે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ કે, કોઇ પણ મહિલાના ડાબા અને પુરૂષના જમણા હાથનું અધ્યયન કરવું જોઇએ.

    ક્યાં હોય છે ભાગ્ય રેખા


    ભાગ્ય રેખા જીવન રેખા, મણિબંધ, મસ્તિષ્ક રેખા, હ્રદય રેખા કે ચંદ્ર પર્વતથી શરૂ થઈ શનિ પર્વત (મધ્યમા આંગળીના નીચેનો ભાગ શનિ પર્વત કહેવાય છે) તરફ જાય છે.


    - જો કોઇ વ્યક્તિની હથેળીમાં ભાગ્યરેખા મણીબંધથી શરૂ થઈ શનિ પર્વત સુધી જાય અને દોષ રહિત હોય તો, વ્યક્તિ ભાગ્યશાળી હોય છે. આવા લોકોને જીવનમાં સફળતા મળે છે.

    - જો હથેળીમાં ભાગ્ય રેખા જીવન રેખાથી શરૂ થાય તો વ્યક્તિ પરિવારની મદદ વગર જ પોતાની મહેનતથી ખૂબજ ધન કમાય છે.

    - જે લોકોની હથેળીમાં ભાગ્ય રેખા ચંદ્ર રેખાથી પ્રારંભ થાય તો, તે બીજાંની મદદ કે પ્રોત્સાહનથી સફળતા મેળવી શકે છે.

    - જો ચંદ્ર પર્વતથી નીકળી બીજી કોઇ રેખા ભાગ્ય રેખાની સાથે-સાથે ચાલે તો, વ્યક્તિનાં લગ્ન ખૂબજ ધનિક પરિવારમાં થાય છે. આ વ્યક્તિ કોઇ સ્ત્રીની મદદથી સફળતા મેળવે છે.

    - જો ભાગ્ય રેખા હથેળીને પાર કરી મધ્યમા આંગળી સુધી પહોંચે તો આ અશુભ યોગ બને છે. આવી વ્યક્તિ પોતાની જ ભૂલનાં પરિણામ ભોગવે છે.

    - જો ભાગ્ય રેખા કોઇ સ્થાન પર જીવન રેખાને કાપે તો વ્યક્તિને અપમાન અને કલંક વેઠવું પડે છે.

    - ભાગ્ય રેખા હથેળીના પ્રારંભથી જેટલી વધારે દૂરથી શરૂ થતી હોય તો વ્યક્તિનો ભાગ્યોદય મોડી ઉંમરે થાય છે.

    - ભાગ્ય રેખા તૂટતી હોય કે બીજી રેખાઓથી કપાતી હોય તો તે કમનસીબનાં સંકેત છે.

    - ભાગ્યરેખા હ્રદયરેખા પર અટકી જાય તો વ્યક્તિ પ્રેમ સંબંધના કારણને અસફળતા મેળવે છે, પરંતુ આ રેખા હ્રદય રેખાની સાથે ગુરૂ પર્વત સુધી પહોંચે તો તે વ્યક્તિને પ્રેમ સંબંધ દ્વારા સફળતા મળે છે.

    - હથેળીમાં બે ભાગ્ય રેખાઓ ખૂબજ શુભ હોય છે. જો ભાગ્ય રેખા મસ્તિષ્ક રેખા પર અટકી જાય તો વ્યક્તિ પોતાની ભૂલથી અસફળતાથી પ્રાપ્ત કરે છે.

    હથેળીમાં ઈંડેક્સ ફિંગરની નીચે જો હોય શુભ ચિન્હ તો તમને મળી શકે છે ધન-સંપત્તિ અને પ્રસિદ્ધિ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Jyotish Vastu

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending