તમારા હાથની રેખા જણાવે છે કે લગ્નયોગ છે કે નહીં, અને છે તો દામ્પત્યજીવન પ્રેમભર્યું રહેશે કે નહીં?

લગ્ન રેખાને અન્ય રેખાઓ કાપતી હોય તો આ લગ્નમાં મોડું અને બાધાઓ આવવાનો સંકેત છે. તેમજ લગ્નજીવનમાં પણ પરેશાનીઓ થઈ શકે છે.

Divyabhaskar.com | Updated - Jul 26, 2018, 08:40 PM
Prediction About Marriage Line, Vivah Rekha In Palm

ધર્મ ડેસ્કઃ હથેળીમાં રહેલી લગ્ન રેખા સાથે જોડાયેલી 10 વાતો વિશે અહીં તમને જણાવીશું. લગ્ન રેખાની શરૂઆતમાં જ બે શાખાઓ જેમને હોય તેમના છૂટાછેડા થવાની શક્યતા રહેલી છે. આવી બીજી વાતો તમને ઉજ્જૈનના હસ્તરેખા નિષ્ણાત ડો. વિનિતા નાગર અહી જણાવી રહ્યાં છે.

- જો લગ્ન રેખાને અન્ય રેખાઓ કાપતી હોય તો આ લગ્નમાં મોડું અને બાધાઓ આવવાનો સંકેત છે. તેમજ લગ્નજીવનમાં પણ પરેશાનીઓ થઈ શકે છે.

- જે લોકોની હથેળીમાં લગ્ન રેખા ઉપરની તરફ વળેલી હોય તે શુભ નથી માનવામાં આવતી. જો આ રેખા થોડી ઉપર કનિષ્કા આંગળીની તરફ વળેલી હોય તો લગ્નમાં પરેશાનીઓ આવે છે અને જો લગ્ન થઈ પણ જાય છે તો લગ્નજીવન સુખી નથી હોતા.

- જો કોઈ વ્યક્તિના હાથમાં લગ્ન રેખા અને હૃદય રેખાની વચ્ચેનું અંતર ઓછું હોય તો આવા લોકોના લગ્ન નાની ઉંમરમાં થવાની શક્યતા હોય છે. સામાન્ય રીતે લગ્ન રેખા અને હૃદય રેખાની વચ્ચેનું અંતર જ વ્યક્તિના લગ્નની ઉંમર જણાવે છે.

- જે લોકોના બંને હાથમાં લગ્ન રેખાની શરૂઆતમાં જ બે શાખાઓ હોય તેમના લગ્ન તૂટવાનો ડર રહે છે.

- જો હાથમાં લગ્ન રેખાની શરૂઆતમાં દ્વીપ એટલે ઘઉંના દાણા જેવો નિશાન હોય તો લગ્નમાં પરેશાનીઓ આવે છે. તેમજ સ્વાસ્થ્ય માટે પણ સારો નથી માનવામાં આવતો.

- લગ્ન રેખા નીચેની તરફ વધુ વળેલી દેખાઈ રહી હોય અને હૃદય રેખાને કાપતા નીચેની તરફ જાય તો તે શુભ સંકેત નથી માનવામાં આવતા.

- જો લગ્ન રેખા લાંબી અને સૂર્ય પર્વત એટલે કે રિંગ ફિંગરના નીચેની તરફ જઈ રહી છે તો આ સુખી અને સમૃદ્ધ જીવનસાથી મળવાનો પ્રતીક છે.

- જો બુધ પર્વતથી આવતી કોઈ રેખા લગ્ન રેખાને કાપતી હોય તો આ લગ્નજીવનમાં સમસ્યાઓ વધવાના સંકેત છે.

- લગ્ન રેખા તૂટેલી હોય તો આ લગ્ન તૂટવાનો સંકેત માનવામાં આવે છે. તેના માટે હથેળીની બીજી રેખાઓ ઉપર પણ વિચાર કરવો જોઈએ.

- જો લગ્ન રેખાના અંતમાં બે શાખાઓ હોય તો પતિ-પત્ની વચ્ચે વૈચારિક મતભેદ થઈ શકે છે.

આ પણ વાંચોઃ- ઘરના મંદિરમાં ગણેશ, લક્ષ્મી અને સરસ્વતીની ઊભી મૂર્તિ ન રાખવી, પૂજા સ્થળ સાથે જોડાયેલી 10 ખાસ વાતો

X
Prediction About Marriage Line, Vivah Rekha In Palm
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App