તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તમારી ઉપર ભગવાનની કૃપા હોય ત્યારે મળે છે આવા સંકેત If God Blessing On You Then This Can Happen With You

શુભ સંકેતો: સપનામાં ભગવાન કે વારંવાર મંદિર જોવા મળે તો સમજવું કે ભગવાન તમારી પૂજાથી પ્રસન્ન છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ જીવનમાં સુખ-સમૃદ્ધિ ટકી રહે, તેની માટે ભગવાનની કૃપા થવી ખૂબ જ જરૂરી છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે રોજ પૂજા-પાઠ કરવામાં આવે છે, પરંતુ કેટલાક લોકોની પૂજા સફળ થઈ શકે છે. જો ભગવાનની વિશેષ કૃપા કોઈ વ્યક્તિ પર થઈ હોય તો તે હંમેશાં ખુશ રહે છે. અહીં જાણો સંક્ષિપ્ત ગરુડપુરાણના આચારકાંડમાં બતાવ્યા પ્રમાણે એવી જ વાતો બતાવી છે ભગવાનની પ્રસન્નતાનો સંકેત આપે છે.

> જે લોકોને ભગવાનના દર્શન સપનામાં થતા હોય, સપનામાં વારંવાર મંદિર જોવા મળતા હોય તો આ શુભ સંકેત છે. એવા લોકોને બધા દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.

 

> જો કોઈ વ્યક્તિની સંતાન આજ્ઞાકારી હોય તો સમજી લેવું જોઈએ કે તેની ઉપર ભગવાનની વિશેષ કૃપા છે, કળયુગમાં મોટાભાગના લોકો સંતાનને લીધે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં જે લોકોના સંતાનો સંસ્કારી હોય તેઓ ભાગ્યશાળી છે.

 

> જો કોઈ વ્યક્તિ શિક્ષિત હોય અને પોતાના અભ્યાસથી પૈસા કમાઈ રહ્યો હોય તો તે શુભ સંકેત છે, કારણ કે ખૂબ જ ઓચા લોકો પોતાના અભ્યાસનો યોગ્ય ઉપાય કરી શકે છે.

 

> જે લોકોનું સ્વાસ્થ્ય હંમેશાં સારું રહેતું હોય, તેઓ ભાગ્યશાળી હોય છે અને તે પણ ભગવાની પ્રસન્નતાનો સંકેત છે.

 

> સુયોગ્ય જીવનસાથી મળવો તે પણ ભગવાનની કૃપા હોવાનો જ સંકેત છે.

 

> જે લોકો પર ભગવાનની કૃપા હોય તેમને પૂર્વાભાસ થવા લાગે છે. એવા લોકોને ભવિષ્યમાં થનારી ઘટનાઓનો પહેલેથી જ આભાસ થવા લાગે છે.

 

> સાચું-ખોટું સમજવાની ક્ષમતા જે લોકોની પાસે હોય, તેઓ પોતાના ઈષ્ટદેવની કૃપા પ્રાપ્ત કરે છે.

અન્ય સમાચારો પણ છે...