Home » Jyotish Vastu » Hastrekha » સૌભાગ્ય બતાવતી હાથની રેખાઓ Know your good luck in your palm

હસ્તરેખાઃ જો હથેળી ભરાવદાર હોય અને આંગળીઓ કોમળ હોય તો તે ભાગ્યશાળી હોવાનો સંકેત છે

Divyabhaskar.com | Updated - Aug 07, 2018, 04:26 PM

હથેળીના 5 શુભ સંકેત, જો 1 પણ હશે તમારી હથેળીમાં તો મળી શકે છે અચાનક પૈસાનો લાભ

  • સૌભાગ્ય બતાવતી હાથની રેખાઓ Know your good luck in your palm

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ જ્યોતિષની સૌથી સચોટ વિદ્યાઓમાંથી એક છે હસ્તરેખા. હથેળીની રેખાઓ અને હથેળીની બનાવટની સાથે જ અલગ-અલગ ચિહ્નોના આધારે વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય સાથે જોડાયેલી બાબતો જાણી શકાય છે. ઉજ્જૈનની હસ્તરેખા નિષ્ણાત ડો. વિનિતા નાગરના બતાવ્યા પ્રમાણે વ્યક્તિની હથેળી જોઈને એ જાણી શકાય છે કે તેને આર્થિક લાભ મળશે કે નહીં. જાણો હથેળીમાં પૈસા સાથે જોડાયેલ ખાસ યોગ...

    નોંધઃ હસ્તરેખા પ્રમાણે પુરુષને જમણો હાથ અને સ્ત્રીઓને ડાબો હાથ જોવામાં આવે છે.

    # પહેલો યોગ-

    જો કોઈ વ્યક્તિની હથેળી ભારે અને ભરાવદાર, આંગળીઓ કોમળ હોય અને લાલ દેખાતી હોય તો તે શુભ સંકેત છે. આવી હથેળીવાળા લોકો ભાગ્યનો સાથ મેળવી શકે છે. આ લોકો ધનસંબંધી કામોમાં વિશેષ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરે છે.

    # બીજો યોગ-


    જો હથેળીમાં જીવનરેખા યોગ્ય વળાંક ધારણ કરેલી હોય, મસ્તિષ્ક રેખા પણ શુભ સ્થિતિમાં હોય અને ત્રિકોણનું ચિહ્ન પણ બનેલું હોય તો તે શુભ યોગ છે. આ ત્રણેય લક્ષણોની શુભ અસરથી વ્યક્તિને ભાગ્યનો સાથ મળે છે. એવા લોકોને સમયે-સમયે અચાનક આર્થિક લાભ થઈ શકે છે. જીવનરેખા અંગુઠાની પાસેથી જ વળાંક ધારણ કરેલ હોય અને આ રેખાની શરૂઆતમાં જ મસ્તિષ્ક રેખા શરૂ થતી હોય.

    # ત્રીજો યોગ-

    મધ્ય આંગળી અર્થાત્ મિડલ ફિંગરની નીચે શનિ પર્વત હોય છે હથેળીની નીચે કાંડામાં મણિબંધ રેખાઓ હોય છે. મણિબંધથી શરૂ થઈને શનિ પર્વત તરફ જતી રેખાને ભાગ્યરેખા કહે છે. આ રેખા એકદમ સ્પષ્ટ હોય અને મણિબંધથી શરૂ થઈને શનિ પર્વત સુધી પહોંચી રહી હોય તો આ શુભ સંકેત છે. સાથે જ ભાગ્યરેખા પર કોઈ પ્રકારના અશુભ ચિહ્ન ન હોય, અન્ય રેખાઓથી કપાયેલી ન હોય અને ક્યાંયથી તૂટેલી ન હોય તો વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરે છે. ધનલાભના યોગ બને છે.

    # ચોથો યોગ-

    હથેળીમાં મધ્ય આંગળીની નીચે શનિ પર્વત ઉપર બે કે તેનાથી વધુ ઊભી રેખાઓ હોય તો વ્યક્તિને ધન અને સુખ બંને પ્રાપ્ત થઈ શકે છે.

    # પાંચમો યોગ-

    કોઈ વ્યક્તિની હથેળીમાં શનિ પર્વત ઉપસેલો હોય અને જીવનરેખા વળાંકવાળી હોય, ક્યાંયથી તૂટેલી ન હોય કે અન્ય રેખાઓથી કપાતી ન હોય તો તે શુભ સંકેત ગણાય છે. જો હથેળીમાં અન્ય કોઈ દોષ ન હોય તો વ્યક્તિ ભાગ્યશાળી માનવામાં આવે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Jyotish Vastu

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ