Home » Jyotish Vastu » Hastrekha » જન્મ સમયે બનેલાં નિશાન વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય બતાવે છે Know human nature and Future by Birthmark on Face

ચહેરા પર બર્થમાર્કવાળાને નથી પડતી પૈસાની ખોટ, શરીરના અલગ-અલગ ભાગ પરના નિશાન બતાવે છે વ્યક્તિનું નેચર અને ફ્યુચર

Divyabhaskar.com | Updated - Aug 03, 2018, 04:23 PM

કેટલાકના જન્મથી જ શરીર પર હોય છે ખાસ નિશાન, તેનાથી જાણી શકાય છે કોઈપણ વ્યક્તિનું નેચર અને ફ્યુચર

  • જન્મ સમયે બનેલાં નિશાન વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય બતાવે છે Know human nature and Future by Birthmark on Face

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ કેટલાક લોકોના શરીર પર જન્મથી જ કેટલાક નિશાન હોય છે, તેને બર્થમાર્ક કહેવામાં આવે છે. જો તમારા શરીરના કોઈ ભાગમાં કોઈ નિશાન હોય તો તે પણ તમને બીજાની અલગ પાડે છે, કારણ કે દરેક નિશાનનો અલગ અર્થ હોય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના બતાવ્યા પ્રમાણે શરીર પર બનેલાં ઘણા નિશાન સૌભાગ્ય લઈને આવતા હોય છે તો કેટલાક દુર્ભાગ્ય લઈને આવતા હોય છે. આજે અમે તમને બતાવી રહ્યા છીએ શરીરના અલગ-અલગ ભાગ પર જોવા મળતા આ બર્થમાર્કનો શું અર્થ હોય છે અને તે કઈ વાતનું પ્રતીક છે.

    ચહેરા પર-


    ચહેરા પર કોઈપણ પ્રકારનું બર્થમાર્ક હોય તો તેનો અર્થ છે કે તે વ્યક્તિ ખૂબ જ વધુ બોલનારો અને સંવેદનશીલ છે. તે સિવાય એવા લોકોને ક્યારેય પણ પૈસાની તંગી પડતી નથી.

    હાથ પર-


    હાથો પર ક્યાંય બર્થમાર્ક હોય તો તેનો અર્થ છે કે તમે એક ફેમિલી પર્સન છો, અર્થાત્ તમારો મોટાભાગનો સમય ઘરની દેખભાળ અને બાળકોની પરવરિશમાં વિતશે.

    પીઠ પર-


    પીઠ પર બનેલ બર્થમાર્ક તમારી ઈમાનદારી અને ખુલ્લા વિચારોનું પ્રતીક માનવામાં આવે છે. એવા લોકો દરેક કામ મહેનત અને ઈમાનદારીથી કરે છે.

    આંગળી પર-


    જે લોકોના હાથની આંગળીઓ પર કોઈ નિશાન હોય તો તે આઝાદીથી જીવન જીવનાર હોય છે. કોઈની પર નિર્ભર રહેવું તેમને પસંદ નથી હોતું.

    પેટ પર-


    જો કોઈને પેટ પર જન્મનું નિશાન હોય તો એવા લોકો લાલચું સ્વભાવના હોઈ શકે છે. એવા લોકો માત્ર પોતાના વિશે જ વિચારતા હોય છે.

    ગાલ પર-


    જમણા ગાલ પર બર્થમાર્ક હોય તો તેનો અર્થ છે કે તમે મહેનતુ સ્વભાવના છો. તો ડાબા ગાલ પર નિશાન હોય તો જીવનમાં ઉદાસી અને પરેશાનીઓ દર્શાવે છે.

    ખભા પર-


    ડાબા ખભા પર બનેલું બર્થમાર્ક બેડલક દર્શાવે છે જ્યારે જમણા ખભા પર બનેલ બર્થમાર્ક ગુડલકની નિશાની માનવામાં આવે છે.

    છાતી પર-


    છાતી પર જન્મજાત કોઈ નિશાન હોય તો તેનો અર્થ છે કે તમને દરેક કામમાં સફળતા મળી શકે છે. સાથે જ તમારો સ્વભાવ હંસમુખો છે.

    માથા પર-


    જો બર્થમાર્ક માથા પર ક્યાંય પર હોય તો તે તમારી લવ લાઈફ તરફ સંકેત કરે છે. તે દર્શાવે છે કે તમે જીવનમાં અનેકવાર પ્રેમમાં પડશો.

    પગ પર-


    પગના સાથળ પર બર્થમાર્ક હોય તો તે ખૂબ જ સૌભાગ્યશાળી માનવામાં આવે છે. એવા લોકો પોતાના દરેક કામમાં સફળતા મેળવે છે અને પ્રગતિના પંથે અગ્રેસર રહે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Jyotish Vastu

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ