હથેળીમાં ગુરુ પર્વત સાથે મંગળ પર્વત પણ વિકસિત હોય તે વ્યક્તિ શ્રેષ્ઠ લીડર બને છે

ગુરુ પર્વત સાથે હથેળીમાં રહેલા અન્ય પર્વત પણ વિકસિત હોય તે વ્યક્તિ કેવી હોય છે?

divyabhaskar.com | Updated - Aug 30, 2018, 10:06 AM
According To Palmistry Know About Guru Mount

ધર્મડેસ્ક: ગુરુ પર્વત વિકસિત (ઉપસેલો) હોય તે વ્યક્તિ પ્રતિભાશાળી હોય છે. તેઓમાં દરેક કામ કરવાની ક્ષમતા હોય છે અને આવી વ્યક્તિ બુદ્ધિશાળી હોય છે. આજે આપણે જાણીશું કે ગુરુ પર્વત સાથે હથેળીમાં રહેલા અન્ય પર્વત પણ વિકસિત હોય તો તે વ્યક્તિનું ભવિષ્ય કેવું હોય છે.


હથેળીમાં ગુરુ પર્વત અને મંગળનો પર્વત વિકસિત હોય તે વ્યક્તિ શ્રેષ્ઠ લીડર બને છે, રાજકારણમાં મોટું પદ મેળવે છે.


ગુરુ પર્વત સાથે શનિ પર્વત પણ જો વિકસિત હોય તેવી વ્યક્તિ ભાગ્યશાળી હોય છે. ભાગ્યનો સાથ આવી વ્યક્તિને હંમેશા રહે છે.


ગુરુ પર્વત અને સૂર્ય પર્વત વિકસિત હોય તે વ્યક્તિ ઊંચું પદ મેળવે છે. સમાજમાં નામ-સન્માન મેળવે છે.


જેમનો ગુરુ પર્વત અને બુધ પર્વ વિકસિત હોય તે જ્યોતિષમાં માહિર, શ્રેષ્ઠ વક્તા તેમજ શ્રેષ્ઠ બિઝનેસમેન બને છે. પોતાના જીવનકાળમાં ખૂબ ધન કમાય છે.


ગુરુ પર્વત અને મંગળ પર્વત વિકસિત હોય તેને શ્રેષ્ઠમાનવમાં આવે છે. મંગળને પરાક્રમી ગ્રહ કહેવામાં આવે છે જ્યારે ગુરુને જ્ઞાની કહેવામાં આવે છે. એટલેકે વ્યક્તિ પાસે જ્ઞાન અને બળ બન્ને એકસાથે આવે છે. સામાન્ય રીતે જ્ઞાની લોકો બળવાન હોતા નથી.


હથેળીમાં ગુરુ પર્વત અને ચંદ્ર પર્વત વિકસિત હોય તે વ્યક્તિનું પ્રભુત્વ સમાજ અને દરેક જગ્યાએ બહુ હોય છે. આવી વ્યક્તિ સરળ હોય છે અને બીજાને મદદ કરે છે.


હથેળીમાં ગુરુ અને કેતુનો પર્વત વિકસિત હોય તે વ્યક્તિને શરૂઆતમાં કષ્ટ પડે છે. પોતાના જ્ઞાન અને બળના કારણે આવી વ્યક્તિ સમાજમાં નામ કમાય છે.


હથેળીમાં ગુરુ અને રાહુ પર્વત વિકસિત હોય તો રાજકારણમાં મોટી વ્યક્તિ બને છે. આ વ્યક્તિ દરેક પાસેથી પોતાનું કામ સરળતાથી કરાવવામાં માહિર હોય છે.


ગુરુ પર્વત અને શુક્ર પર્વત વિકસિત હોય તે વ્યક્તિ આકર્ષિત હોય છે. દરેકને પોતાની તરફ ખેંચી લે છે.

મણિબંધ રેખાથી નિકળીને રેખા હથેળીના બુધ ક્ષેત્રમાં જાય તો તે વ્યક્તિને અચાનક ધન પ્રાપ્તિ થાય છે

X
According To Palmistry Know About Guru Mount
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App