તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શનિદેવને ન ચઢાવવું સ્ટીલની વાટકીથી તેલ, આ સમયે શનિની આંખ સામે જોવાથી પૂજા થઈ શકે છે નિષ્ફળ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિદેવને તેલ અર્પિત કરવાની સાથે ઈચ્છા અનુસાર ધનનું દાન પણ કરવું જોઇએ - Divya Bhaskar
શનિદેવને તેલ અર્પિત કરવાની સાથે ઈચ્છા અનુસાર ધનનું દાન પણ કરવું જોઇએ

 

ધર્મ ડેસ્ક: ગરીબીથી મુક્તિ મેળવવા ઈચ્છતા લોકોએ મહેનતની સાથે-સાથે કેટલાક જ્યોતિષ ઉપાય પણ કરવા જોઇએ, જેનાથી જલદી લાભ મળે છે. જ્યોતિષમાં જણાવવામાં આવ્યું છે કે, શનિદેવ આપણાં કર્મોનું ફળ પ્રદાન કરે છે. કુંડળીમાં શનિ અશુભ હોય તો, દર શનિવારે શનિદેવને તેલ ચઢાવવું જોઇએ, આ ઉપાય બધી જ રાશિના લોકો કરી શકે છે. કુંડળીમાં શનિ અશુભ હોય તો દર શનિવારે શનિદેવને તેલ ચઢાવવું જોઇએ. જે લોકો આ ઉપાય કરે છે તેમને શનિની સાડાસાતી અને ઢૈયામાં પણ શનિની કૃપા મળી રહે છે. ઉજ્જૈનના ઈંદ્રેશ્વર મહાદેવ મંદિરના પુજારી અને જ્યોતિર્વિદ પં. સુનીલ નાગર જણાવી રહ્યા છે, શનિ દેવને તેલ ચઢાવતી વખતે કઈ-કઈ વાતોનું ધ્યાન રાખવું જોઇએ....

 

શનિદેવને તેલ ચઢાવતી વખતે ધ્યાનમાં રાખવી જોઇએ 5 વાતોનું


1. શનિદેવને હંમેશાં લોખંડના વાસણથી જ તેલ ચઢાવવું જોઇએ. કાચ, તાંબા કે સ્ટીલની વાટકીથી તેલ ચઢાવવાથી પૂજાનું પૂરું ફળ મળતું નથી.


2. શનિદેવને જે તેલ ચઢાવવાનું હોય તે એકદમ શુદ્ધ હોવું જોઇએ. માટે મંદિરની બહાર તેલ ખરિદવાની જગ્યાએથી તેલ ખરીદીને ઘરે લઈ જવું વધારે શુભ રહેશે. 


3 તેલ ચઢાવતાં પહેલાં તેલમાં પોતાનો ચહેરો જોઇ લેવો જોઇએ. આમ કરવાથી શનિના બધા જ દોષોમાંથી મુક્તિ મળી શકે છે. 


4. શનિદેવને તેલ ચઢાવતી વખતે શનિદેવના પગનાં દર્શન કરવાં જોઇએ. ભગવાનના પગનાં દર્શન કરતાં-કરતાં તેલ ચઢાવવું ખૂબજ શુભ ગણાય છે. આ સમયે શનિદેવની આંખનાં ભૂલથી પણ દર્શન ન કરવાં જોઇએ, નહીંતર શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડે છે.

 

5. શનિદેવને તેલ અર્પિત કરવાની સાથે ઈચ્છા અનુસાર ધનનું દાન પણ કરવું જોઇએ. આ દાન શનિ મંદિરમાં કે કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને કરવું જોઇએ. 

 

આ શુક્રવારે લક્ષ્મીજીની સાથે મળશે ભગવાન વિષ્ણુની પણ કૃપા, 4 રાશિના જાતકોને થઈ શકે છે ધનલાભ