પગે લાગી કિન્નરને આપો આ શુભ વસ્તુ, ઘરમાં ક્યારેય નહીં ખૂટે ધનના ભંડાર

પગે લાગી કિન્નરને આપો આ શુભ વસ્તુ, ઘરમાં પ્રવેશી પણ નહીં શકે ગરીબી

divyabhaskar.com | Updated - Jun 01, 2018, 12:11 PM
ચરણસ્પર્શ કરી કિન્નરને આપો આ વસ્તુઓ
ચરણસ્પર્શ કરી કિન્નરને આપો આ વસ્તુઓ

ધર્મ ડેસ્ક: જ્યોતિષ અનુસાર કુંડળીમાં કોઇ ગ્રહ દોષ હોય તો, ધન સંબંધિત કોઇ જ કાર્યોમાં સફળતા મળતી નથી. સાથે-સાથે ઘર-પરિવારમાં સતત મુશ્કેલીઓ આવ્યા જ કરે છે. અહીં ઉજૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા જણાવી રહ્યા છે એક એવા ઉપાય વિશે, જેનાથી દૂર થાય છે બધી જ સમસ્યાઓ.

1. કોઇ કિન્નરને શ્રૃંગારનો સામાન, ચોખા અને ધન જેવી શુભ વસ્તુઓ દાનમાં આપી ચરણસ્પર્શ કરી આશિર્વાદ લેવાથી બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે.

2. ઘરની પશ્ચિમ દિશામાં પૂર્વજોના નામે 14 દિવા કરવા. આ ઉપાય અમાસ કે સૌથી પહેલાં આવતી ચતુર્દશીના દિવસે કરવો.

3. માછલીઓ હોય તેવા તળાવ કે સરોવરમાં રોજ એક મુઠ્ઠી ચોખા વહાવી દેવા. તેનાથી ઈષ્ટદેવ બધી જ બધાઓ દૂર કરે છે.

4. આખા પરિવારને ખરાબ નજરથી બચાવવા એક મુઠ્ઠી કાળા તલ પરિવારના બધા જ સભ્યો પરથી 7 વાર વાળી પશ્ચિમ દિશામાં ફેંકી દો.

5. સમયાંતરે શુભ મુહૂર્તમાં, જેમ કે મહા મહિનાની પૂર્ણિમા, પર લક્ષ્મી પૂજા કરો. પૂજામાં પીળી કોડીઓ પણ મૂકવી.

6. ઘરમાં ધન રાખવાની જગ્યાએ શ્રીયંત્ર રાખવું અને તેની રોજ પૂજા કરવી.

7. કોઇ શુભ મુહૂર્તમાં એક આંબળુ લઈ તેના પર સિંદૂર લગાવી લાલ ચૂંદડી ચઢાવો. પછી આંબળાની પૂજા કરો. તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.

8. કોઇપણ રવિવાર કે સોમવારે ત્રણ સાવરણી ઘરે લાવો અને બીજા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઘરની નજીકના મંદિરમાં મૂકી આવો. આ ઉપાય કોઇને પણ કહ્યા વગર કરવો.

9. સાફ-સફાઇ કરતી કોઇ સુહાગણ સ્ત્રીને સુહાગણનો સામાન ભેટમાં આપો અને તેનાં ચરણસ્પર્શ કરી આશિર્વાદ લો.

10. વિષ્ણુ પુરાણ અનુસાર આંબળું, શંખ, કમળ અને સફેદ વસ્ત્રો મહાલક્ષ્મીને ખૂબજ પ્રિય છે. ઘરમાં આ વસ્તુઓ જરૂર રાખવી.

X
ચરણસ્પર્શ કરી કિન્નરને આપો આ વસ્તુઓચરણસ્પર્શ કરી કિન્નરને આપો આ વસ્તુઓ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App