રાશિફળ / મંગળવારનું ભવિષ્ય: ધન રાશિના લોકો પ્રમોશન સંબંધિત બાબતોમાં આગળ વધી શકે, વૃશ્ચિક રાશિના જાતકોએ બિઝનેસમાં સમજી-વિચારીને નિર્ણય લેવા

Aaj nu rashi bhavishya Read Todays daily horoscope for fifteen January

divyabhaskar.com

Jan 15, 2019, 12:04 AM IST

ધર્મ ડેસ્ક: 15 જાન્યુઆરીનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો તમારી રાશિના આધારે. મંગળવારે કેટલાં કામમાં મળશે સફળતા અને કેટલાંમાં નિરાશા..

મેષ

પોઝિટિવ- કામમાં આવતી સમસ્યાઓનું સમાધાન થઈ જશે. આજે લીધેલ નિર્ણયો અને પ્લાનિંગ પર નવેસરથી વિચાર કરવો પડી શકે છે. જેનાથી તમને જ ફાયદો થશે. દરેક કામ સમજી-વિચારીને કરશો તો સફળતા મળશે. કોર્ટ-કચેરીનાં કામમાં સફળતા મળશે. જમીન-જાયદાદમાં ફાયદો મળી શકે છે.


નેગેટિવ- કામકાજમાં મન પરોવી નહીં શકો. નિયમો અને કાયદા પ્રત્યે આંખ આડા કાન કરી શકો છો. પ્રયત્નો અને મહેનત પ્રમાણે ફળ નહીં મળે, જેનાથી તમે નિરાશ થઈ શકો છો. બિઝનેસમાં ખર્ચ વધી શકે છે.

ફેમિલી- પરિવારનો સહયોગ મળતો રહેશે. દાંપત્યજીવનમાં તણાવ રહેશે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.


લવ- જીવનસાથી તમને અને તમારી વાતોને મહત્વ નહીં આપે.


કરિયર- ઓફિસ કે ફિલ્ડમાં અનિચ્છિત સ્થિતિ ઊભી થઈ શકે છે. તમે કોઇ એક્ટ્રા જવાબદારી માથે લઈ શકો છો. અચાનક અટકેલું ધન પાછું મળી શકે છે. સ્ટૂડન્ટ્સ માટે દિવસ સારો રહેશે.


હેલ્થ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ થાકના કારણે શરીરનો દુખાવો થઈ શકે છે. ઊંઘ અપૂરતી રહી શકે છે.


શું કરવું- નારિયેળ પાણી પીવો.


વૃષભ

પોઝિટિવ- મુશ્કેલીઓમાંથી બહાર નીકળવામાં સફળ રહેશો. પૈસા કમાવા માટે નવા રસ્તા ખુલશે. નવી યોજનાઓ બની શકે છે. તમે જે પણ કરશો તેની સાથે લોકો સહમત થશે. જૂનાં કામમાં તમને મદદ મળી શકે છે. વિચારેલાં કામ પૂરાં થઈ શકે છે. આજે કરેલ રોકાણથી તમને ઘણો ફાયદો મળી શકે છે. પ્રેમ સંબંધો મજબૂત બનશે.

નેગેટિવ- સંબંધો અને પાર્ટનરશીપ સાથે જોડાયેલ કેટલાક સવાલો મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. નજીકના મિત્રો સાથે અણબનાવ થઈ શકે છે. આજે કોઇ પર પણ વધારે વિશ્વાસ ન કરવો. કારોબારમાં વ્યસ્તતા રહેશે.


ફેમિલી- લગ્નજીવનમાં માંગલિક પ્રસંગ આવી શકે છે.


લવ- પ્રેમ સંબંધોમાં સફળતા મળશે.


કરિયર- જરૂર કરતાં વધારે કામની જવાબદારી લેવાથી ફસાઇ શકો છો. જેના કારણે મહેનત પણ વધારે કરવી પડી શકે છે. બિઝનેસમાં વ્યસ્ત રહેશો.


હેલ્થ- જૂના રોગો મટી શકે છે.


શું કરવું- સાથે કામ કરતી કોઇ વ્યક્તિને પેન આપો.

મિથુન

પોઝિટિવ- બીજાં શું કહે છે, તે ધ્યાનથી સાંભળવું. રોજિંદાં કામ સરળતાથી પૂરાં થઈ જશે. બુદ્ધિ અને ચતુરાઇથી દુશ્મનો પર ભારે પડશો. કપડાંનો બિઝનેસ કરતા લોકો માટે દિવસ સારો છે.


નેગેટિવ- કઈં પણ વાત સમજી-વિચારીને કહેવી. તમારાં રહસ્યોને ગોપનીય રાખવાં. દરેક કામમાં સાવધાની રાખવી, લોકોની નજર તમારા પર રહેશે. મિત્રો અને પાર્ટનર સાથે અણબનાવ થઈ શકે છે. ઓફિસમાં પડકારરૂપ સ્થિતિ ઊભી થઈ શકે છે. નાની-નાની વાતો પર ગુસ્સો આવી શકે છે.


ફેમિલી- પાર્ટનરનો સહયોગ મળી શકે છે અને તેનાથી ફાયદો પણ થશે. દાંપત્યજીવનમાં ખુશીઓ વધશે.


લવ- પત્નીની કોઇ વાતથી ગુસ્સો આવી શકે છે. સાચવીને રહેશો તો, સંબંધો જલદી સુધરશે.


કરિયર- બિઝનેસમાં તમારા વિરોધીઓ તમને નીચે પાડવાનો પ્રયત્ન કરશે. સ્ટૂડન્ટ્સ માટે દિવસ સારો છે.


હેલ્થ- માનસિક તણાવ રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ગુસ્સાના કારણે બીપી વધી શકે છે.


શું કરવું- બેડરૂમમાં હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ લગાવો.

કર્ક

પોઝિટિવ- ઓફિસમાં દરેક કામ ઝીણવટથી પૂરાં કરવાં. કામમાં અડચણો આવશે, પરંતુ તેનાથી તમે કઈંક શીખી પણ સકશો. આગળ વધવાની તક મળી રહેશે. સાથે કામ કરતા લોકો કે મિત્રો દ્વારા ગિફ્ટ મળી શકે છે. બીજાંની મદદ કરવામાં પાછી પાની ન કરવી.


નેગેટિવ- પૈસા અને પરિવારની કેટલીક વાતો ગુપ્ત રાખવી. મુશ્કેલીઓ વધી શકે છે. વાહનો અને મશીનોના ઉપયોગમાં સાવધાની રાખવી. નકામો ખર્ચ થઈ શકે છે. શોખ પર નિયંત્રણ રાખવું.


ફેમિલી- હરવા-ફરવા અને મનોરંજનમાં સમય પસાર થઈ શકે છે. જીવનસાથી તમારાથી નિરાશ થઈ શકે છે.


લવ- લવ પાર્ટનર દ્વારા ગિફ્ટ મળી શકે છે.


કરિયર- બિઝનેસ માટે દિવસ બહુ ફાયદાકારક નથી એટલે સાવધાન રહેવું. કોઇ કામ માટે મહેનત કરતા હોય તો, આજે પરિણામ ન પણ મળે. સ્ટૂડન્ટ્સને એક્સ્ટ્રા મહેનત કરવી પડી શકે છે.


હેલ્થ- આળસ અને થાક સતાવી શકે છે.


શું કરવું- ચપ્પાથી થોડો ગોળ કાપી અગ્નિમાં નાખો.

સિંહ

પોઝિટિવ- શાંતિથી વિચારશો તો મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પણ બહાર નીકળી સકશો. કામમાં ઉત્સાહ જળવાઇ રહેશે. ધીરે-ધીરે પરિસ્થિતિ તમારા નિયંત્રણમાં આવતી જશે. આત્મવિશ્વાસ વધશે. કોઇ મહત્વની વ્યક્તિ સાથે મુલાકાત કે વાતચીત થઈ શકે છે. બિઝનેસ ટૂર થઈ શકે છે.


નેગેટિવ- મગજમાં કોઇને કોઇ બાબતનું ટેન્શન સતાવ્યા કરે. કોઇ બાબતે નસીબનો સાથ ન પણ મળી શકે. તમને મહેનતનું ફળ નહીં મળી શકે. નકામા વિચારોમાં સમય બગડી શકે છે. કેટલાક લોકો તમારાથી નિરાશ થઈ શકે છે. નોકરીમાં એવી પણ જવાબદારીઓ મળી શકે છે, જે તમને બોજ સમાન લાગે.


ફેમિલી- ભાઇ-બહેન અને સાથે કામ કરતા લોકો તમારી મદદ લઈ શકે છે. સૌંદર્યની વસ્તુઓ પાછળ ખર્ચ થશે. દાંપત્યજીવન સુખમય રહેશે.


લવ- મૂડ સારો રહેશે. પાર્ટનર પ્રત્યે પ્રેમ વધશે. દિવસ તમારા પક્ષે રહેશે.


કરિયર- બિઝનેસ માટે ટૂર થઈ શકે છે, પરંતુ કેટલાંક કામ અધૂરાં પણ રહી શકે છે. વાતચીતમાં સાવધાની રાખવી. સ્ટૂડન્ટ્સને વધારે મહેનત કરવી પડી શકે છે.


હેલ્થ- સ્વાસ્થ્ય સારું રહેશે.


શું કરવું- કોઇ આશ્રમ કે મંદિરમાં અનાજનું દાન કરો.

કન્યા

પોઝિટિવ- લક્ષ્ય અને મહત્વાકાંક્ષાઓ પર નવેસરથી વિચારવું. વિશ્વાસુ મિત્રોની સલાહ અને મદદ બહુ મદદરૂપ રહેશે. બીજાંની મદદ કરવાની તક મળશે. જેનાથી તમને ફાયદો પણ મળશે. વિચારસરણી સકારાત્મક રહેશે. બિઝનેસમાં કઈંક નવું કરવાનું વિચારી શકો છો.


નેગેટિવ- બધાંજ કામ સાવધાનીથી પૂરાં કરવાં. બધા જ વિકલ્પો પર વિચાર કર્યા વગર કોઇ મોટો નિર્ણય ન લેવો. માનસિક દબાણ અને મુશ્કેલીઓ આવી શકે છે. નોકરી કે બિઝનેસમાં ઉતાવણ ન કરવી.


ફેમિલી- જીવનસાથીનો સહયોગ મળી રહેશે.


લવ- લવર સાથે ગંભીર બાબતો પર ચર્ચા થઈ શકે છે. સંબંધો ગાઢ બનશે. નવી વ્યક્તિ સાથે મુલાકાત થશે.


કરિયર- નોકરી માટે નવા લોકો અને સંગઠન સાથે સાવધાનીથી વાત કરવી. બિઝનેસમાં મહેનત વધુ રહેશે, જ્યારે ફાયદો ઓછો. રોકાણ સમજી-વિચારીને કરવું.


હેલ્થ- સ્વાસ્થ્યમાં મુશ્કેલીઓ આવી શકે છે. આળસ અને થાક સતાવશે.


શું કરવું- ચિનાઇ માટીનાં તૂટેલાં વાસણો ઘર કે વર્કપ્લેસ પર હોય તો દૂર કરો.

તુલા

પોઝિટિવ- ધીરજથી કામ કરશો અને દરેક સ્થિતિ પર નવેસરથી વિચારશો તો સફળતા મળી શકે છે. તેનાથી ફાયદો પણ થઈ શકે છે. રહસ્યમય બાબતોમાં રૂચિ વધી શકે છે. અચાનક યાત્રાનું આયોજન થઈ શકે છે અને તેનાથી તમને ફાયદો પણ મળી શકે છે. પ્રોફેશનલ લાઇફ સારી રહેશે.


નેગેટિવ- આત્મવિશ્વાસ ડગી શકે છે. મનમાં અસુરક્ષાની ભાવના આવી શકે છે. વડીલો અને અધિકારીઓ સાથે અણસમજ થઈ શકે છે. કામકાજમાં બેદરકારીથી નુકસાન થઈ શકે છે.


ફેમિલી- દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. લગ્ન યોગ્ય લોકોને લગ્ન પ્રસ્તાવ મળી શકે છે.


લવ- પ્રેમસંબંધોમાં વધારે પડતી લાગણી મુશ્કેલીઓ વધારી શકે છે. દાંપત્યજીવનમાં મધુરતા વધી શકે છે.


કરિયર- બિઝનેસ સારો રહેશે. પ્રોફેશનમાં સફળતા મળશે. ઓફિસમાં કોઇ સમસ્યા બાબતે વાત કરતાં પોતાનું જ રહસ્ય ન ખુલી જાય તેનું ધ્યાન રાખવું.


હેલ્થ- વધારે પડતું મસાલેદાર ભોજન ન લેવું. ખાનપાનમાં ધ્યાન રાખવું.


શું કરવું- ભોજનમાં કાળામરીનો ઉપયોગ કરવો.


વૃશ્ચિક

પોઝિટિવ- ઉત્સાહ રહેશે. નવી યોજનાઓ પર વિચારશો. મનમાં પરિવાર અને પૈસાની કેટલીક બાબતો આવશે. નવી વાતો જાણવા મળશે. સંતાન તરફ ધ્યાન આપવું. યાત્રાના યોગ બની રહ્યા છે. ખોવાયેલી વસ્તુ મળી શકે છે. નવા લોકો દ્વારા ફાયદો થવાના યોગ છે. બિઝનેસમાં વિકાસ થશે. અધિકારીઓ અને જુનિઅર્સની સમયસર મદદ મળી રહેશે.


નેગેટિવ- મોટાભાગનાં કામ મોડાં થશે. નકામો ખર્ચ વધી શકે છે. દિવસ દોડ-ભાગમાં પસાર થઈ શકે છે. જાત પર કંટ્રોલ નહીં રાખી શકો. કોઇ સાથે સંબંધો પણ બગડી શકે છે.


ફેમિલી- સંતાન દ્વારા સુખ મળી શકે છે. લગ્નજીવનમાં મધુરતા રહેશે. જીવનસાથીનો સહયોગ મળી રહેશે.


લવ- લવ લાઇફમાં મુશ્કેલીઓ આવી શકે છે. મનની વાત નહીં કહી શકો. પ્રેમી અને જીવનસાથી સાથે ગંભીર બાબતો પર વાત ન કરો.


કરિયર- બિઝનેસમાં સાચવવું. સમજ્યા-વિચાર્યા વગર સોદા ન કરવા.


હેલ્થ- જૂના રોગ સતાવી શકે છે. પેટ ખરાબ થઈ શકે છે.


શું કરવું- કોઇ બ્રાહ્મણને દાનમાં મધ કે પપૈયું આપો.

ધન

પોઝિટિવ- ધન સંબંધિત ઘણી બાબતો બહાર આવી શકે છે. ખરીદી સમજી-વિચારીને કરવી. રાજકિય બાબતોમાં સફળતા મળી શકે છે. તમે કોઇ મોટો નિર્ણય લઈ શકો છો. તમારો આત્મવિશ્વાસ વધી શકે છે. બિઝનેસમાં કઈંક નવું કરવાની તક મળશે.


નેગેટિવ- કરિયર સંબંધિત મોટા નિર્ણય લેવા માટે દિવસ ઠીક નથી. મિત્રો અને પ્રેમીજનો સાથે અણબન થઈ શકે છે. ક્યાંક પૈસા અટકી શકે છે. મનમાં ઘણા સવાલો ફર્યા કરે. કોઇને કોઇ કન્ફ્યૂઝન રહેશે. મનમાં દર અને ચિંતા રહેશે.


ફેમિલી- લગ્નજીવનમાં પહેલાં કરતાં સુધારો આવી શકે છે.


લવ- પાર્ટનરની વાતો ગમશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે.


કરિયર- બિઝનેસમાં કઈંક નવું કરવાની તક મળશે. રોકાણ સમજી-વિચારીને કરવું. આજે પ્રમોશન સંબંધિત કામ થઈ શકે છે.


હેલ્થ- માનસિક શાંતિ મળશે અને તણાવમાંથી મુક્તિ મળશે.


શું કરવું- હનુમાન મંદિરમાં માચિસનું દાન આપો.

મકર

પોઝિટિવ- પારિવારિક બાબતોમાં જવાબદારીઓ નિભાવી સકશો. ખરીદીના યોગ છે. જૂનું દેવું ભરપાઇ થઈ શકે છે. બિઝનેસમાં જરૂરી કામનું પ્લાનિંગ થઈ શકે છે. મીઠું બોલીને પોતાનાં કામ કઢાવી શકો છો. આગામી દિવસોમાં તમારી કાર્યક્ષમતાથી ફાયદો મળી શકે છે.


નેગેટિવ- બિઝનેસમાં પૈસા અટકી શકે છે. જોખમી નિર્ણયો ન લેવા. કોઇ વાતે ટેન્શન રહી શકે છે. કોઇ અણસમજણ થઈ શકે છે. બીજાંની સલાહ પર વિશ્વાસ ન કરવો. અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો. કોઇ તમારા વિશ્વાસનો ખોટો ફાયદો લઈ તમને દગો આપી શકે છે.


ફેમિલી- આજે જીવનસાથી તમારાથી ખુશ રહેશે, પરંતુ જાણતાં-અજાણતાં તમે તેને હર્ટ કરી શકો છો.


લવ- પ્રેમ સંબંધોમાં તણાવ રહી શકે છે.


કરિયર- જોખમી રોકાણથી દૂર રહેવું. બિઝનેસમાં ધનહાનિના યોગ છે. કોઇ નવાં એગ્રીમેન્ટ્સ ન કરવાં


હેલ્થ- સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખવી.


શું કરવું- કોઇ ગરીબ કન્યાને ફ્રૂટ જ્યૂસ પીવડાવો.


કુંભ

પોઝિટિવ- શાંતિ જાળવી રાખશો તો સફળતા મળશે. તમારો પક્ષ યોગ્ય રીતે રજુ કરી સકશો. બિઝનેસ ટૂરના યોગ છે, જેમાં તમને સફળતા મળશે. લવ પ્રપોઝલ મળી શકે છે. અટકેલા પૈસા મેળવવા કોઇ નવો પ્લાન મગજમાં આવી શકે છે, જેમાં તમને સફળતા મળશે.


નેગેટિવ- વિચારેલાં કામ પૂરાં ન થવાથી નિરાશ થશો. ભાઇઓ અને મિત્રોની મદદ ન મળવાથી નિરાશ થશો. મનમાં બેચેની વધી શકે છે. કોઇ જોખમ પણ લઈ શકો છો. આસપાસના લોકો તમારો ફાયદો ઉઠાવી શકે છે.


ફેમિલી- ઘર-પરિવારની સ્થિતિ તમારા માટે મુશ્કેલ રહી શકે છે. પારિવારિક બાબતોમાં સમસ્યાઓ વધી શકે છે.


લવ- લવ પ્રપોઝલ મળી શકે છે. આ બાબતે ગંભીરતાથી વિચારવું.


કરિયર- રોકાણ સમજી-વિચારીને કરવું. બનતાં કામ અટકી શકે છે. સમયસર મિત્રોની મદદ મળી રહેશે.


હેલ્થ- સ્વાસ્થ્ય પર ધ્યાઅ આપવું. મોસમી બીમારીઓ સતાવી શકે છે.


શું કરવું- કોઇ કન્યાને દાનમાં મહેંદી આપો.


મીન

પોઝિટિવ- પોતાની જાતને સાબિત કરવાની તક મળી શકે છે. આજે તમે રચનાત્મક અને સકારાત્મક રહેશો. આજે તમે લોકોની મદદ કરી સકશો. તમારે નેતૃત્વ કરવાનું રહેશે. ભૌતિક સુખ મળી રહેશે.


નેગેટિવ- પરિવાર માટે તમારી કેટલીક ઇચ્છાઓ દબાવવી પડે. કોઇ નવું કામ શરૂ ન કરવું. મનમાં નિરાશા રહેશે. ઓફિસ, ફિલ્ડ કે શૉપમાં તમારી મુશ્કેલીઓ વધી શકે છે. કોઇ સાથે વિવાદ પણ થઈ શકે છે.


ફેમિલી- સંતાન પર ધ્યાન આપવું. પરિવારના લોકો સાથેના સંબંધો પર ધ્યાન આપવું. સંતાન સાથેના સંબંધો સુધરશે.


લવ- પાર્ટનર અને તમે પોતે કેટલીક એવી સમસ્યાઓમાં ફસાઇ શકો છો, જેને તમારા જીવન સાથે કઈં લેવા-દેવા જ નથી. લગ્નજીવનમાં તણાવ થઈ શકે છે.


કરિયર- વર્કપ્લેસ પર સમસ્યાઓ રહેશે. તેમાંથી બહાર નીકળવાની ઉતાવળ ન કરવી. આશા કરતાં સફળતા ઓછી જ મળશે. નકામાં કામમાં મન લાગી શકે છે. સમય બગડી પણ શકે છે.


હેલ્થ- પેટમાં દુખાવો થઈ શકે છે.


શું કરવું- બિલીના ઝાડ પર પાણી ચઢાવવું.

X
Aaj nu rashi bhavishya Read Todays daily horoscope for fifteen January
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી