એક 85 વર્ષના ભાભા હોસ્પિટલ ગયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક 85 વર્ષના ભાભા હોસ્પિટલ ગયા. ડોક્ટરને મળ્યા.
.
થોડાક દિવસ બાદ ડોક્ટરે એ જ ભાભાને એક નાજૂક નમણી છોકરી સાથે જોયા.
.
આ જોઇને ડોક્ટરને આશ્ચર્ય થયું. તેમણે એ ભાભાને હોસ્પિટલ બોલાવ્યા અને પુછ્યું.
.
ડોક્ટર- શું વાત છે બાપા તમારી તબિયત તો સુધારા પર લાગે છે.
.
ભાભા- હા, તમે જે કહ્યું ને તેવું જ કર્યું.
.
ડોક્ટર મુંઝાણા- મે શું કહ્યું
.
ભાભા- એક નાજૂક નમણી છોકરી સાથે ફરો અને ચીયરફુલ રહો
.
ડોક્ટર- અરે બાપરે, બાપા મે એમ કહ્યું હતું કે તમારુ હૃદય નાજૂક છે, કેઅરફુલ રહેજો...