કટાક્ષ / પ્રી-વેડિંગ ફોટો શૂટની લપેટમાં આખો દેશ આવ્યો

funny take on pre wedding shoot

DivyaBhaskar.com

Feb 09, 2019, 01:28 PM IST

દરેક સમય પોતાની વિશેષતાઓના કારણે ઓળખાય છે. કેટલાક સમયગાળામાં વિશેષ ઘટનાઓ થાય છે. ક્યારેક સ્વતંત્રતા, ક્યારેક શ્વેત ક્રાંતિ, તો ક્યારેક નોટબંધી. પરંતુ આજનો સમય પ્રી-વેડિંગ શૂટના કારણે ઓળખાશે. દરેક બાજુ દેખાતા પ્રી-વેડિંગ ચિત્રોને જોઈ સમજી નથી શકાતું કે લગ્નો વધુ થઈ રહ્યા છે અથવા ફોટોશૂટ? અથવા ક્યાંક ફોટોશૂટના ચક્કરમાં લગ્નો વધી તો નથી ગયાં ને ! ડર એ વાતનો પણ છે કે ક્યાંક ફોટોઝ અપલોડ કરીને બતાવવાની રીત ખતમ થઈ તો લગ્નો થવાના જ બંધ થઈ ન જાય.


પરિભાષા - લગ્ન પહેલાં વર-વધૂનું નદી-નહેર, વન-ઉપવન, જૂની ઈમારતો, સુકા પાંદડા પર, ગલીઓમાં, સીડીઓમાં, પર્વતો, કારની ડીકીઓ, સમુદ્ર કિનારે અથવા મીઠાના ઉત્પાદનથી સફેદ થયેલી ધરતી પર તસવીરો પડાવવાની પ્રથાને જ પ્રી-વેડિંગ શૂટ કહેવાય છે.


લક્ષણ - આ દરમિયાન રંગ છોડનારા ફટાકડા ફોડવા, બીજાના ગળામાં લટકી જવું. કાર હોવા છતાં પણ સાઈકલ પર ડબલ સીટ બેસી જવું, યુગલમાંથી એકનું વૃક્ષની પાછળ છુપાઈને બીજાને જોવું. સ્લેટ પર ગુનેગારની જેમ પોત-પોતાના નામ અને લગ્નની તારીખ લખવી, એક-બીજાના ચશ્મા પહેરવા અને સાબુના ફુગ્ગા ઉડાડવા અનિવાર્ય હોય છે.


લક્ષણ સૌથી વધુ ક્યાં જોવા મળી રહ્યાં છે? ઈન્ટરનેટ પર. લગ્નોની સિઝન શરૂ થવાની પહેલા જંગલવાળી આગની જેમ તસવીરો ફેલાઈ જાય છે. આ વર્ષે સ્થિતિ વધુ ભયાનક છે, કારણ કે તસવીરોની જગ્યા વીડિયો લઈ રહી છે, જે પોતાનામાં કોઈ ફિલ્મના ટ્રેલરથી ઓછા નથી.


સ્થિતિને ભયાનક શું બનાવે છે? - શૂટિંગમાં ઉપયોગમાં લેવાયેલ ડ્રોનથી લેવાયેલા ફોટા. હૃદયવાળા ફુગ્ગા.


કોને અસર થાય છે? સિંગલ યુવાન. અવિવાહિત યુવાન. બ્રેકોપિત યુવાન. અગાઉના બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ. જેમની સાઈકલો ઉધાર માગી લેવાય છે, તે ગરીબ. બગીચાના રખેવાળ. એ માતા-પિતા જેમને લાગે છે કે ચાર દિવસ પહેલાં જન્મેલા તેમનાં બાળકના લગ્નની વય પસાર થઈ રહી છે. એ વૃક્ષ જેના પર અત્યાચાર કરીને તસવીરો પડાવાય છે. જેમના ડીએસએલઆરવાળા મિત્રો નથી તે.


બચવાનો ઉપાય - લગ્ન માટે ઉત્સાહિત મિત્રોથી અંતર જાળવવું. સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરી દો. એવા મિત્રોના ઘરે પણ ન જાવ જેમના લગ્ન થવાના છે. તેઓ ઘરે પકડીને તસવીરો બતાવી શકે છે.

(નોંધઃ લેખ સાથે મુકાયેલી તસવીર પ્રતીકાત્મક છે)

X
funny take on pre wedding shoot
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી