ઈન્ટર્વ્યૂ જરા હટકે / પૂતળા સાથે ખાસ વાતચીતઃ માણસની વેલ્યૂ નથી રહી ગઈ જ્યારે પૂતળાંઓને મોજ છે

satirical fake interview

DivyaBhaskar.com

Feb 09, 2019, 02:36 PM IST
પ્રતીક ગૌતમઃ પૂતળાંઓ આજકાલ ચર્ચામાં છે. પહેલાં સળગાવાતાં હતાં હવે ગોળીઓથી મરાઈ રહ્યાં છે. રિપોર્ટરે એવાં જ એક પૂતળા સાથે વાત કરી.
રિપોર્ટર - અરે ભાઈ પૂતળા, કેવા હાલ છે?
પૂતળું - અરે ભાઈ, ભૂલોના પૂતળા, તારા હાલ-ચાલ કેવા છે?
રિપોર્ટર - એક મિનિટ, હું સમજ્યો નહીં.
પૂતળું - અરે માણસ પણ તો ભૂલોનું પૂતળું જ છે ને !
રિપોર્ટર - હા, સાચી વાત. પરંતુ આજકાલ તમારા પર ભારે ગોળીઓ વરસી રહી છે.
પૂતળું - માણસ બીમાર હોય તો ગોળી ખાય છે. આ વખતે માનસિક બીમાર થયો તો અમને ગોળીઓ ખવડાવી રહ્યો છે.
રિપોર્ટર - શું પૂતળાંમાં પણ સામાન્ય અને મહાપુરુષોનાં પૂતળાંમાં તફાવત હોય છે?
પૂતળું - ના, ના. અમારે ત્યાં તો બધાં મહાપૂતળાં જ હોય છે.
રિપોર્ટર - પૂતળાંદહન આજકાલ અનેક થવા લાગ્યાં છે. ખરાબ તો લાગતું હશે તમને !
પૂતળું - પહેલાં લાગતું હતું, પરંતુ આજકાલ તો ઠંડી એટલી છે કે સળગવામાં જ વધુ મઝા આવી રહી છે.
રિપોર્ટર - તમારા કેટલાક મિત્રો તો મેડમ તુસાદના મ્યુઝિયમ સુધી પહોંચી ગયા છે.
પૂતળું - પોતાનું-પોતાનું નસીબ છે ભાઈ. તે પૂતળાંની એલિટ ક્લબ છે.
રિપોર્ટર - વિદેશ જવાની તમારી ઈચ્છા નથી?
પૂતળું - થતી હતી, પરંતુ આજકાલ દેશમાં જ એટલાં મોટાં-મોટાં પૂતળાં બની ગયાં છે કે અહીં મઝા આવે છે. માણસની વેલ્યૂ નથી રહી, પરંતુ અમારા પૂતળાંઓને મઝા છે.
રિપોર્ટર - ખૂબ મઝામાં લાગી રહ્યા છો તમે, લાગે છે કોઈ ફરિયાદ નથી.
પૂતળું - હાસ્તો, કેમ નહીં? કેટલા ગંદા ચહેરાનાં પૂતળાં બનવા લાગ્યાં છે તમારા લોકોના. જરા પણ સુંદર નથી હોતાં. આડો-અવળો ચહેરો હોય છે. માથાની જગ્યાએ માટલું લગાવી દેવાય છે. માણસને સુંદરતાની કદર નથી. ઉપરથી ગળામાં જૂતાંનો હાર નાખી દેવા લાગ્યા છે.
X
satirical fake interview
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી