Humor In Rumour / એક બાળકે પોતાની ડાયરીમાં લખ્યું કેવો છે તેના માટે ગણતંત્ર દિવસ

DivyaBhaskar.com | Updated - Jan 26, 2019, 12:58 PM
humor satire article

જય કુમારઃ બાળક માટે ગણતંત્ર દિવસનો શું અર્થ હોય છે તેનો ખુલાસો 8 વર્ષના બાળકની ડાયરીથી થયો. ડાયરીનાં કેટલાંક પાના અમારા હાથમાં આવ્યા. રજૂ છે તેનો સાર :


પ્રિય ડાયરી,
26 જાન્યુઆરીએ અમારા ઘરમાં ખૂબ આનંદનું વાતાવરણ હોય છે. પપ્પા એક દિવસ પહેલાં જ મમ્મીને કહી દે છે, રેખા, કાલે રજા છે, થોડોક સમય સૂઈ જઈશ.


આ વખતે પણ પપ્પા સવારે 9 વાગ્યે ઊઠ્યા. પછી નાસ્તા માટે કચોરી-સમોસા લાવ્યા. મારા માટે પ્લાસ્ટિકના ચાર-પાંચ ઝંડા પણ લઈ આવ્યા. કહ્યું - જા તારી સાઈકલ પર લગાવજે. પડી જાય તો પછી બીજો લગાવજે.

મમ્મીએ કહ્યું - આ કેમ લાવીને આપો છો. બધો કચરો કરતો રહેશે.

પપ્પાએ કહ્યું - અરે, આજે ગણતંત્ર દિવસ છે. બાળકોને આપણા રાષ્ટ્રધ્વજનો અર્થ ખબર હોવો જોઈએ. પછી જ્યારે મારો ધ્વજ પડી ગયો તો કહે - ચિન્ટુ, નીચે પડેલી વસ્તુ નહીં ઉઠાવવાની. નીચે ખૂબ જ ગંદકી રહે છે. બીજો લગાવી લે, ચાર-પાંચ એટલા માટે તો લાવ્યો છું.

મમ્મીએ પપ્પાને કહ્યું - સાંભળો, આજે કોઈ સેલ ચાલી રહ્યું છે. 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

મેં કહ્યું - મમ્મી, રિપબ્લિક ડે સેલ છે. કોઈ નાનો-મોટો સેલ નથી.

પપ્પાએ હસીને કહ્યું - જુઓ, રિપબ્લિક ડે અંગે તારા કરતાં વધુ માહિતી તો આપણા ચિન્ટુને છે.

અમે સેલમાં જવા માટે તૈયાર થઈ રહ્યાં હતાં. પપ્પા બહારનું વાતાવરણ જોઈને કહે - આ રિપબ્લિક ડેને પણ શનિવારે જ આવવાનું હતું. જો શુક્રવારે આવ્યો હોત તો શનિવારની રજા લઈ લેત. ત્રણ દિવસની સળંગ રજા મળી જાત. ક્યાંક જઈ આવત.

મમ્મીએ કહ્યું - તો મન્ડેની રજા લઈ લો ને. ઓફિસના કામનું શું? થતું રહેશે.

X
humor satire article
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App