ઈન્ટરવ્યૂ ઝરા હટકે / ઊડતા પતંગની ખાસ મુલાકાતઃ 'હવે લોકો પતંગથી વધુ અફવાઓ ઉડાવવા લાગ્યા છે'

humorous imaginary interview

DivyaBhaskar.com

Jan 22, 2019, 03:13 PM IST

રિપોર્ટર આજકાલ આંતરરાષ્ટ્રીય મુદ્દા કવર કરવા માગે છે. મોટા ભાગે દૂર ન જઈ શકે તો પાકિસ્તાની પત્રકરોના વીડિયો ખૂબ જોયા, જેમાં તે જાનવરો સાથે વાત કરી રહ્યા હતા. તેનાથી જ ઉત્સાહિત થઈ રિપોર્ટર છત પર ચઢી ગયો અને પતંગ સાથે વાત કરવા આવ્યો.


રિપોર્ટર- પતંગજી, થોડા નીચે આવો, હું પત્રકાર છું.


પતંગ- ક્રાઈમ બીટ સંભાળો છો?


રિપોર્ટર- ના, કોઈ ક્રાઈમ થયો?


પતંગ- હા, અનેક પતંગો ‘કપાયા’ છે, અનેક પતંગો 'લૂંટાયા' છે.


રિપોર્ટર- હેં હેં હેં... તમે તો ઘણા હસમુખા છો. એ જણાવો, તમને માત્ર ખીચડી પર જ યાદ કરાય છે, તમને ખોટું નથી લાગતું?


પતંગ- ખોટું શું કામ લાગે? કમ સે કમ આજે તો લોકો મોબાઈલમાંથી માથું ઊંચું કરીને પતંગ તો ઉડાવે છે. મને તો ડર લાગે છે કે કાલે ઊઠીને મોબાઈલમાં કોઈ એપ આવી જશે તો ફોનમાં જ માથું નમાવીને પતંગ ઉડાવવાનો રિવાજ પણ શરૂ થઈ જશે.


રિપોર્ટર- સારું, એટલે કે ટેક્નોલોજીથી તમે પણ ડરો છો?


પતંગ- હું ? મારી દોરી પણ ટેક્નોલોજીથી ન ડરે. એ જણાવો આટલા જેટ-પ્લેન, રેલ-રાફેલ કૌભાંડ થયાં. હજારો કરોડોના સોદા થયા, તમે એક પણ રાફેલ આકાશમાં ઊડતું નહીં જોયું હોય, પતંગ હજારો દેખાશે.


રિપોર્ટર- વાત તો એ પણ બરાબર છે. બીજું કહો, તમને પતંગબાજીમાં નવો કયો ટ્રેન્ડ જોવા મળે છે?


પતંગ- વધુ કશું નહીં, આ રાફેલના ચક્કરમાં ગુજરાત તરફથી 'કાઈપો છે' ની જગ્યાએ 'ટાઈપો છે'ના અવાજો આવવા લાગ્યા છે. એક ફરિયાદ બીજી હતી. લોકો પતંગ કરતા વધુ અફવા ઉડાવવા લાગ્યા છે.


રિપોર્ટર- આજકાલ ઊડવામાં બીજી કોઈ સમસ્યા આવી રહી છે?


પતંગ- એર ક્વોલિટી ઈન્ડેક્સ ઘણો નીચે ઊતરી ગયો છે. નીચેથી જ્યારે અમે ઊડીએ છીએ તો ઉપર પહોંચતાં પહોંચતાં શ્વાસ ફૂલી જાય છે.


રિપોર્ટર- ઘણું ઉપરનું વિચારો છો તમે, હું આંતરરાષ્ટ્રીય મુદ્દા કવર કરવા માગું છું તો હું શું કરું?


પતંગ- અમારા આંતરરાષ્ટ્રીય સંબંધો ઘણા મજબૂત છે. અમારી તો દોરી પણ આજકાલ ચીનથી આવી રહી છે.

X
humorous imaginary interview
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી