ક્રિકેટ સિવાયની હરાજી: હસી-હસીને બઠ્ઠા વાળી દે એવા સ્લેજિંગ, મેચ ફિક્સિંગ, તોડફોડ રાઇટ્સ

અરે, માત્ર ક્રિકેટના રાઇટ્સ પણ શું કામ, બીજા રાઇટ્સની પણ હરાજી કરવા જેવી છે

divyabhaskar.com | Updated - Apr 04, 2018, 04:54 PM
Funny Rights other than Cricket

ઇન્ડિયામાં રમાનારી ક્રિકેટ મેચોના મીડિયા રાઇટ્સની હરાજી થવાની છે. અમે તો કહીએ છીએ કે માત્ર મીડિયા રાઇટ્સ શા માટે? ...અરે, માત્ર ક્રિકેટના રાઇટ્સ પણ શું કામ, બીજા રાઇટ્સની પણ હરાજી કરવા જેવી છે !

સ્લેજિંગ રાઇટ્સ

સામેની ટીમના પ્લેયરોને ગંદી ગાળો દઇને પરેશાન કરવાના રાઇટ્સની હરાજીમાં બે મેઇન દેશોની ટક્કર થશે : ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન.

- આ અહેવાલના લેખક મન્નુ શેખચલ્લી છે

વધુ FUNNY રાઈટ્સ અને દલીલો વાંચવા માટે આગળ ક્લિક કરો....

Funny Rights other than Cricket

મેચ ફિક્સિંગ રાઇટ્સ 
આના વર્લ્ડ રાઇટ્સની હરાજી થાય તો લલિત મોદી, વિજય માલ્યા, શ્રી નિવાસન્ ઉપરાંત બેકગ્રાઉન્ડમાં રહીને ભાઇલોગો પણ અબજો ડોલરની બોલી લગાડે તેમ છે. 

 

Funny Rights other than Cricket

બેન્ક લોન રાઇટ્સ 
'બેન્કમાં પડેલા રૂપિયા તો અમારા બાપના જ છે' એવું માનનારા દેશના ઉદ્યોગપતિઓમાં આ હરાજીની જાહેરાત થતાં જ ખળભળાટ મચી જાય ને ! 

 

Funny Rights other than Cricket

તોડફોડ રાઇટ્સ 
છાશવારે કોઇને કોઇ કારણસર આખા દેશમાં તોડફોડ કરવાના પણ રાઇટ્સ આપી દેવા જોઇએ ! આમાં અમુક સંગઠનો અને રાજકીય પાર્ટીઓને ખૂબ રસ પડશે.

Funny Rights other than Cricket

સોશિયલ મીડિયા રાઇટ્સ 
અામાં જરા લોચો છે અમને ડર છે કે ઓલરેડી હરાજી થઇ ચૂકી છે. ત્રણ મોટી રાજકીય પાર્ટીઓએ બોલી લગાડીને આપણા ડેટા ઉપરના રાઇટ્સ ખરીદી લીધા છે. 

 

Funny Rights other than Cricket

ઘોંઘાટ રાઇટ્સ 
મોટાં માઇક અને સ્પીકરો લગાડીને સવાર સાંજ કાન ફાટી જાય એવા કર્કશ અને બેસૂરા અવાજે ઘોંઘાટ ફેલાવવાનો રાઇટ કોનો છે ? આ બાબતે ધાર્મિક પંથો ભલે એકબીજા સામે બાંયો ચડાવતા હોય, પણ લાગે છે કે અહીં પણ ગુપ્ત સમજિતી થઇ ચૂકી છે. 

 

Funny Rights other than Cricket

ડાયનેસ્ટી રાઇટ્સ 
એક પરિવારને દેશ ચલાવવાના રાઇટ્સ હોવાનો ભ્રમ હતો, પણ હવે તે પોતાની પાર્ટીમાં તો કોઇ હરાજી નહીં થવા દે. અન્ય ડાયનેસ્ટીઓ માફ કરે. 

- મન્નુ શેખચલ્લી 

X
Funny Rights other than Cricket
Funny Rights other than Cricket
Funny Rights other than Cricket
Funny Rights other than Cricket
Funny Rights other than Cricket
Funny Rights other than Cricket
Funny Rights other than Cricket
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App