જોક્સ: તાળું ખોલવામાં વાંક ન હોવા છતા પતિની વાટ લાગી ગઈ

divyabhaskar.com

Jul 20, 2018, 12:36 PM IST
husband wife joke

એક ભાઇને ત્યાં વરસાદમાં રાત્રે ઉપરના રૂમનું તાળું નહોતું ખુલતું.


એમના પત્ની એ કહ્યું : ચાલો ને જરા સાથે, તાળું નથી ખુલતું.


પતિ સાથે બેટરી લઇને ગયો.

પત્ની એ કહ્યું : લો, બેટરી પકડો.


પતિ બેટરી પકડીને ઉભો રહ્યો.


પત્ની એ દસેક મિનિટ સુધી ટ્રાય કરી, પણ લોક ન ખુલ્યું.


પછી પતિએ જોયું તો પત્ની ઊંધી ચાવી લગાવતી હતી.


છતાં એ કાંઈ બોલ્યો નહીં.
ફક્ત એટલું કીધું કે લાવ, હું ટ્રાય કરૂં.


એણે પત્નીને ટોર્ચ આપી અને એક જ ઝટકે તાળું ખોલી નાખ્યું અને પછી પત્ની સામે જોયું.


એટલે પત્ની એ ગુસ્સાથી એની સામે જોયું અને કહ્યું : 'જોયું ? આમ બેટરી પકડાય .'

X
husband wife joke
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી