જોક્સ: પગાર વધારો માંગવા ગયેલા કર્મચારીનો દિમાગ જ HRએ ઘૂમાવી દીધો

HR- દિવસમા તું કેટલા કલાક કામ કરે છે?

divyabhaskar.com | Updated - Jul 21, 2018, 01:32 PM
boss and employee joke When an employ went to their HR for salary increment

રોહન પગાર વધારા માટે HR પાસે ગયો

HR -વર્ષમાં કેટલા દિવસ હોય છે?
રોહન- 365 દિવસ. ક્યારેક 366 દિવસ હોય છે.

HR -દિવસમાં કેટલા કલાક હોય છે?
રોહન- 24 કલાક.

HR- દિવસમા તું કેટલા કલાક કામ કરે છે?
રોહન- 10.00 am થી 6.00 pm (8 કલાક)

HR- કલાકની દ્રષ્ટિએ 24 કલાકનો કેટલો ભાગ થાય?
રોહન- 1/3

HR- 366નો ત્રીજો ભાગ કેટલો થાય?
રોહન-122 દિવસ.

HR- વીકઓફના દિવસે તું ઓફિસ આવે છે?
રોહન-ના.

HR- વીકઓફના કેટલા દિવસ હોય છે?
રોહન-52 શનિવાર અને 52 રવિવાર કુલ 104 દિવસ.

HR- સારુ, હવે 122માંથી 104ને બાદ કરી દે, પછી કેટલા દિવસ વધ્યા?
રોહન-18 દિવસ.

HR- તને હું વર્ષમાં 14 દિવસની માંદગીની રજા આપું છું તેને બાદ કરે તો કટેલા દિવસ વધે?
રોહન-4 દિવસ.

HR- તું 26મી જાન્યુઆરીના દિવસે ઓફિસ આવે છે?
રોહન-ના.

HR- 15મી ઓગષ્ટે ઓફિસ આવે છે?
રોહન-ના

HR- તું દિવાળી અને નવા વર્ષે ઓફિસ આવે છે?
રોહન-ના.

HR- તો હવે તારી પાસે કેટલા દિવસ રહ્યા?
રોહન- એકપણ નહીં!

HR- તો તું અહીં શા માટે આવ્યો હતો?
રોહન-સોરી સર, હું સમજી ગયો, આ દિવસો દરમિયાન હું તો કંપનીના પૈસા ચોરી રહ્યો હતો!

X
boss and employee joke When an employ went to their HR for salary increment
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App