• Gemini Rashifal for Year 2018 in Gujarati

મિથુન રાશિ- 2018નું વાર્ષિક રાશિફળ / મિથુન રાશિ- 2018નું વાર્ષિક રાશિફળ

Gemini Rashifal for Year 2018 in Gujarati

મિથુન રાશિ- 2018નું વાર્ષિક રાશિફળ.મિથુન રાશિ- 2018નું વાર્ષિક રાશિફળ.મિથુન રાશિ- 2018નું વાર્ષિક રાશિફળ.

Dharm Desk

Dharm Desk

Dec 22, 2017, 02:42 PM IST

જોબ અને બિઝનેસઃ-

આ વર્ષે અધિકારીઓ અને સાથે કામ કરનારા લોકોની મદદ મળશે. આ લોકો તમારા કામકાજની પ્રશંસા કરશે. આ વર્ષ મિથુન રાશિવાળા નોકરીયાત લોકોને મોટી સફળતાના યોગ છે. તમારો કોઈ આઈડિયા કંપની કે સરકારને ફાયદો કરાવી શકે છે. નોકરી સ્વીચ કરવાનું વિચારતા લોકોને પણ ગ્રહો તમને સાથ આપશે. આ વર્ષે તમારી પ્રગતિ થઈ શકે છે. તમારા કામ કરવાની રીતમાં ફેરફાર કરી શકો છો. આ વર્ષે તમે પોતાની જવાબદારીઓને સારી રીતે નિભાવશો. તમે નોકરી અને બિઝનેસમાં પોતાનામાં મોટા ફેરફાર મહેસૂસ કરશો, જો કે મોટું રોકાણ કરતાં પહેલાં અનુભવી લોકોની સલાહ લો. સમજી વિચારીને રૂપિયા લગાવો.

બિઝનેસ પાર્ટનરની સાથે કેટલાક અણબનાવ પણ થઈ શકે છે, પરંતુ ઝડપથી મામલાઓ ઉકેલાઈ જશે. કારોબાર વધારવા માટે સમય સારો છે. વિદેશી કારોબારમાં ફાયદો થઈ શકે. દૂરના સ્થાનેથી બિઝનેસમાં મદદ મળી શકે છે. જેનાથી તમનો મોટો ફાયદો થઈ શકે છે.


આર્થિક સ્થિતિ-

ઓક્ટોબર 2018 સુધી આર્થિક સ્થઇતિ સારી રહેશે. નવા આવકના સોર્સ મળશે. જેનાથી તમારી આવક વધશે. જૂનથઈ ઓક્ટોબર વચ્ચે તમારી આર્થકિ સ્થિતિ વધારે મજમુત બનશે. નોકરી અને બિઝનેસમાં પણ ફાયદો થશે. ઈન્ક્રિમેન્ટ થશે. બિઝનેસમાં અટકાયેલા પૈસા પણ મળશે. લોટરીથી તમને સારા એવા પૈસા મળી શકે છે. સ્ટોક માર્કેટમાં પૈસા રોકવા તમારા માટે ફાયદાકારક થઈ શકે છે. આ દરમિયાન સ્ટિલ, કપડા, બ્યુટી પ્રોડક્ટ, મિલ્ક પ્રોડક્ટ અને પર્યટન સાથે જોડાયેલા વ્યવસાયમાં પૈસા લગાવવા તમારા માટે ફાયદાકારક રહશે. પૈસાની આપલેમાં થોડી સાવધાની રાખવી. કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ પણ તમારી સાથે કપટ કરી શકે છે. જોખમ ભરેલા રોકાણથી બચવું જોઈએ. અનુભવી લોકોની સલાહ પછી જ રોકાણ કરવું.


કૌટુંબિક સ્થિતિ-

કૌટુંબિક બાબતોમાં આ વર્ષ તમારા માટે ઠીક ઠીક રહી શકે છે. કામકાજની વ્યસ્તતાના કારણે પરિવાર સાથે સમય ઓછો વિતાવી શકશો. પાર્ટનર સાથે પણ વિવાદ થઈ શકે છે. આ વર્ષે તમે જુના ઝઘડાઓને અરસપરસની વાતચીતથી જ હલ કરવાની કોશિશ કરો. તમને તેમા સફળતા પણ મળશે. કામકાજ વધુ હોવાના કારણે કેટલાક મહિનાઓ તમારે પરિવારથી દૂર રહેવું પડે. પરિવારના સભ્યો વચ્ચે બોલાચાલી પણ થઈ શકે છે. તેનાથી તણાવ વધશે. સામાજિક કાર્યોના લીધે તમારુ માન વધશે. સંતાની પ્રાપ્તિ થશે. ઘરમાં માંગલિક કાર્યક્રમ પણ થશે. નવું મકાન કે જમીન ખરીદી કરશો. પાર્ટનર અને બાળકોને ખુશ કરવા માટે મોંઘી ભેટ સોગાદો લઈ શકો છો. નવા નાવા સંપર્કો બનશે.

પ્રેમ અને દાંપત્યજીનવ

લવ મેરેજ કરનાર લોકો માટે આ વર્ષ સારું રહેશે. માતા-પિતાની સહમતિ પણ મળશે. સાથી સાથે વાતચીત દરમિયાન તમારી વાણી પર નિયંત્રણ રાખો. નહીંતર તેની ખરાબ અસર તમારા સબંધો પર પડી શકે છે. આ વર્ષે મિથુન રાશિ વાળા લોકોને લવ પ્રપોઝલ મળી શકે છે. પતિ-પત્નીના સબંધોમાં મધુરતા રહેશે. પાર્ટનર માટે મોંઘી ભેટ લેશો. તમે તમારી લવલાઈફને રોમેન્ટિક બનાવવામાં સફળ રહેશો. જે લોકો સિંગલ છે તેમના જીનવમાં નવા વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. તમે જો કોઈને પસંદ કરો છો તો તેને પ્રપોઝ કરવા ઈચ્છો છો તો તમારે થોડી રાહ જોવી જોઈએ. દામ્પત્યજીવનના ચાર મહિના તમારે થોડી સાવધાની રાખવી જોઈએ. આ મહિના દરમિયાન લવ લાઈફ સાથે જોડાયેલા કોઈ નિર્ણયો ન લો. પોતાના ગુસ્સા પર કંટ્રોલ કરો. શાંત રહેવાની કોશિશ કરો. અફેરથી બચો.

સ્વાસ્થ્ય-

સ્વાસ્થ્યમાં વર્ષ દરમિયાન ઉતાર ચઢાવ રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં આ વર્ષ તમારા માટે ખાસ નથી. સમય સમયે ડોક્ટરની સલાહ લેવી પડશે. આ કારણ કામમા મન લાગશે નહીં. શરૂઆતના મહિનામાં તમારે સ્વાસ્થ્યથી સંભાળવું પડશે. કોઈ ગંભીર ઈજા પણ થઈ શકે છે. વર્ષના મધ્ય ભાગમાં વજન વધવાની કે કોઈ જુની બિમારી તમને હેરાન કરી શકે છે. આ વર્ષમાં સ્કીન સબંધીત બિમારી થઈ શકે છે. પેટ અને લીવરની સમસ્યા થઈ શકે છે. અનિંદ્રા, માથાનો દુખાવો અને આંખના દર્દ થઈ શકે છે.

ઉપાય-
-બુધવારે ગણેશ મંદિરમાં લાડુ ચડાવો,
-કિન્નરોના આશીર્વાદ લો
-રવિવારે ભૈરવ મંદિરમાં દૂધ ચડાવો.

X
Gemini Rashifal for Year 2018 in Gujarati
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી