1

Divya Bhaskar

Home » Tirth Darshan » Nagchandreshwar Temple of Ujjain

12 મહિનામાં 1 જ વાર ખુલે છે આ મંદિરના કપાટ, નાગદેવના થાય છે દર્શન

Divyabhaskar.com | Last Modified - Aug 11, 2017, 05:25 PM IST

વર્ષમાં માત્ર એકવાર જ ખુલે છે આ મંદિર, નાગદેવના થાય છે દર્શન!

  • Nagchandreshwar Temple of Ujjain
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ આ દિવસોમાં ભગવાન શિવનો પ્રિય શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનાની શુક્લ પક્ષન પાંચમ તિથિએ નાગપંચમીનો પર્વ ઉજવવામાં આવશે. આ વર્ષે આ પર્વ 12 ઓગસ્ટ, રવિવારના રોજ છે. નાગપંચમીના દિવસે નાગોની પૂજા કરવાનું વિધાન છે. આ દિવસે દેશભરના વિવિધ નાગ મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ જોવા લાયક હોય છે. મધ્યપ્રદેશની ધાર્મિક રાજધાની ઉજ્જૈનમાં પણ ભગવાન નાગચંદ્રેશ્વરનું પ્રાચીન મંદિર છે. આ મંદિરની વિશેષતા છે કે, આ મંદિર વર્ષમાં માત્ર એક જ વાર એટલે કે નાગપંચમીના દિવસે જ ખુલે છે.
    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો મંદિર સાથે જોડાયેલી અન્ય ખાસ વાત.....
  • Nagchandreshwar Temple of Ujjain
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ક્યા સ્થાપિત છે આ મંદિરઃ-
     
    નાગચંદ્રેશ્વરનું મંદિર મહાકાળેશ્વર મંદિરના સૌથી ઉપરના તળે સ્થિત છે. આ મંદિરમાં 11મી સદીની પ્રતિમા સ્થાપિત છે. નાગચંદ્રેશ્વરના દર્શન માટે એક દિવસ પહેલાં જ અહીં શ્રદ્ધાળુઓની લાંબી લાઇન જોવા મળે છે. મંદિરમાં પ્રવેશ કરતાં જ જમણી બાજુ ભગવાન નાગચંદ્રેશ્વરની મનમોહક પ્રતિમાના દર્શન થાય છે.
  • Nagchandreshwar Temple of Ujjain
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    રાતે 12 વાગ્યે ખુલશે મંદિરના દ્વાર અને દોઢથી બે કલાકમાં કરી શકાશે દર્શનઃ-
     
    નાગપંચમી મહાપર્વ ઉપર વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરના શિવર ઉપર આપેલ આ પ્રાચીન નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિર રવિવારે રાતે 12 વાગ્યે પટ ખુલતા જ પરંપરા પ્રમાણે પંચાયતી મહાનિર્વાણી અખાડાના મહંત ભગવાન નાગચંદ્રેશ્વર મહાદેવની પ્રથમ પૂજા કરશે. પૂજા પછી મદિરના દરવાજા સામાન્ય દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે.
  • Nagchandreshwar Temple of Ujjain
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    નાગ આસન ઉપર શિવ પાર્વતીના દર્શનઃ-
     
    નાગ ચંદ્રેશ્વર મંદિરમાં શ્રદ્ધાળુ 11મી શતાબ્દીની અદભૂત મૂર્તિના દર્શન કરશે. તેમાં ફેણ ફેલાવેલા નાગના આસન ઉપર શિવ-પાર્વતી બેઠા છે. નાગપંચમી ઉપર આ મૂર્તિના દર્શન પછી શ્રદ્દાળુઓ નાગચંદ્રેશ્વર મહાદેવના દર્શન કરશે. કહેવાય છે કે આ મૂર્તિ નેપાળથી લાવવામાં આવેલી છે. ઉજ્જૈન સિવાય દુનિયામાં ક્યાંય પણ આવી મૂર્તિ નથી. એવી માન્યતા છે કે નાગપંચમીના દિવસે સ્વયં નાગદેવ આ મંદિરમાં હાજર રહે છે.
  • Nagchandreshwar Temple of Ujjain
    મનમોહક મૂર્તિ છે નાગચંદ્રેશ્વરનીઃ-
     
    ઉજ્જૈન સ્થિત જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરના સૌથી ઉપરના માળે બનેલા આ મંદિરના દર્શન કરવા લાખો લોકો અહીં નાગપંચમીના દિવસે પહોંચે છે. નાગચંદ્રેશ્વરના દર્શન માટે એક દિવસ પહેલા જ અહીં શ્રદ્ધાળુઓની લાંબી લાઈન લાગી જશે. મંદિરમાં પ્રવેશ કરતા જ જમણી તરફ ભગવાન નાગચંદ્રેશ્વરની મનમોહક મૂર્તિના દર્શન થાય છે. શેષનાગના આસન ઉપર બેઠેલાં શિવ-પાર્વતીની સુંદર મૂર્તિના દર્શન કરી શ્રદ્ધાળુઓ પોતાને ધન્ય થયાનો અનુભવ કરે છે. આ મૂર્તિ મરાઠાકાલીન કળાનો ઉત્કૃષ્ટ નમુનો છે. આ મૂર્તિ શિવ-શક્તિનું સાકર રૂપ છે.
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Tirth Darshan

Trending