1

Divya Bhaskar

Home » Tirth Darshan » Lord Shivs Daughter Narmada Rivers Origin In Amarkantak

નર્મદાના ઉદગમ સ્થળ સાથે જોડાયેલાં પ્રાચીન રહસ્યો, અનેક ઋષિઓની છે તપોભૂમી

Divyabhaskar.com | Last Modified - Oct 11, 2017, 06:07 PM IST

નર્મદા ઉદગમ સ્થળે છે દુર્વાસા ગુફા, કપિલમુનીએ પણ અહીં કર્યું'તું તપ!

  • Lord Shivs Daughter Narmada Rivers Origin In Amarkantak
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ભગવાન શિવની પુત્રી નર્મદાનું નદી રૂપમાં ઉદગમ અમરકંટકથી થાય છે. અમરકંટક મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં સ્થિત હિન્દુઓનું ધાર્મિક સ્થળ છે. કહેવાય છે કે ત્રિપુર નામના અસુરનો વધ અને તેના નગરોને નષ્ટ કર્યા બાદ ભગવાન શિવે તેની રાખથી આ નગરીને વસાવ્યુ હતું. આજે અહીં વાંચો નર્મદા નદી સાથે જોડાયેલી કેટલીક પ્રાચીન કથાઓ અને નદીના મહત્વ વિશે...

    આગળની સ્લાઈડ્સમાં જાણો અમરકંટક અને અહીંના ધાર્મિક સ્થળો વિશે....
  • Lord Shivs Daughter Narmada Rivers Origin In Amarkantak
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    અહીં પુત્રી નર્મદા સાથે ભગવાન શિવનું મંદિર છે. શ્રદ્ધાળુઓ આ મંદિરમાં આવી ભગવાન શિવ અને શક્તિ સ્વરૂપ માતા નર્મદાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. પણ આ મંદિરમાં દર્શનનું ફળ પ્રાપ્ત  કરવા એક મુશ્કેલ કામ કરવું પડે છે. કહેવાય છે કે આ મંદિરમાં દર્શન કરવાનું પુણ્ય ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે ભક્ત આ હાથીની નીચેથી નીકળે છે.
     
    આગળની સ્લાઈડ્સમાં જાણો અમરકંટકમાં દુર્વાસા ઋષિની ગુફા અને અન્ય ધાર્મિક સ્થળો વિશે...
  • Lord Shivs Daughter Narmada Rivers Origin In Amarkantak
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ઋષિઓમાં દુર્વાસા ઋષિને સૌથી ક્રોધી માનવામાં આવે છે, તે તરત જ ગુસ્સે થઈ શ્રાપ આપી દેતા હતાં. અમરકંટકમાં નર્મદા નદીના ઉદગમ સ્થળને તેમની તપસ્થળી માનવામાં આવે છે. અહીં એક દુર્વાસા ગુફા છે જ્યાં દુર્વાસા ઋષિની મૂર્તિ સ્થાપિત છે, ગુફામાં દુર્વાસા ઋષિના આરાધ્ય દેવ મહાદેવનું શિવલિંગ પણ છે. આ શિવલિંગ ઉપર પ્રાકૃતિક રૂપથી એક-એક બૂંદ પાણી પડતું રહે છે, કહેવાય છે કે માતા નર્મદા શિવલિંગનો અભિષેક કરે છે. 
     
  • Lord Shivs Daughter Narmada Rivers Origin In Amarkantak
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    દુર્વાસા ઋષિની ગુફા પાસે નર્મદા નદીનું પાણી ઝરણાંના રૂપમાં પડે છે. નર્મદાની જળધારા એટલી સફેદ છે કે દૂધની ધારા વહેતી હોય એવું લાગે છે, આ જ કારણથી તે દૂધ ધારા નામથી પ્રખ્યાત છે. આ સ્થળ પર આવીને મનને અપાર શાંતિ મળે છે.
     
  • Lord Shivs Daughter Narmada Rivers Origin In Amarkantak
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    અમરકંટક દુર્વાસા સહિત અન્ય કેટલાક ઋષિઓની તપસ્થળી હતી. આ દ્રશ્ય કપિલ ધારાનું છે. કહેવાય છે કે કપિલ મુનિએ આ સ્થળ પર તપસ્યા કરી હતી. ઊંચાઈથી પડતું પાણી ખૂબ જ મનમોહક છે આને જોઈ વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ જાય છે.
     
  • Lord Shivs Daughter Narmada Rivers Origin In Amarkantak
    અમરકંટકમાં વહેતી નર્મદા નદી ખૂબ જ રમણીય લાગે છે. ગંગાની જેમ જ આ પવિત્ર નદીને પણ મુક્તિદાયિની માનવામાં આવે છે. અમરકંટકના મનોહર દ્રશ્યો તમને એટલા આકર્ષિત કરશે કે માનસિક શાંતિ મેળવવા અને તીર્થયાત્રાનું પુણ્ય કમાવા તમને વારંવાર અહીં આવવાની ઈચ્છા થશે.
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Tirth Darshan

Trending