1

Divya Bhaskar

Home » Tirth Darshan » Tuti Jarna Of Ramgadh Devi Ganga Herself Doing Abhisek

અહીં સ્વયં ગંગા કરે છે શિવાભિષેક, કોઈ નથી જાણતું ગુપ્તગંગાનું અજાણ રહસ્ય

Divyabhaskar.com | Last Modified - Dec 04, 2017, 03:40 PM IST

ભગવાન શિવનું રહસ્યમયી મંદિર, જ્યાં સ્વયં ગંગા કરે છે શિવલિંગનો અભિષેક

  • Tuti Jarna Of Ramgadh Devi Ganga Herself Doing Abhisek
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક,અમદાવાદઃ ભારતમાં કેટલાય એવા મંદિર છે, જે અનેક ચમત્કાર અને રહસ્યોથી ભરેલા છે. સાથે જ આ મંદિરો સાથે જોડાયેલી અનેક પ્રાચીન લોક કથાઓ પણ આ મંદિરો સાથે લોકોની આસ્થાને વધુ મજબૂત કરે છે. ઝારખંડના રામગઢ જિલ્લામાં પણ એક એવું જ રહસ્યમચી શિવમંદિર છે, જેના વિશે જાણ્યા પછી દરેક શ્રદ્ધાળુ આ મંદિરમાં એકવાર ચોક્કસ જવા માગે છે અને ભગવાનના દર્શનની ઈચ્છા રાખે છે. આમ તો ભગવાન શિવને લઈને અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે પરંતુ અહીં આજે પણ ભગવાનના ચમત્કાર લોકોને સ્પષ્ટપણે જોવા મળે છે. અહીં સ્વયં ગંગા માતા શિવજીનો અભિષેક કરે છે.



    પ્રાચીન સમયમાં જ્યારે આ મંદિરની જાણકારી અંગ્રેજોને થઈ અને અહીં થતા ચમત્કારે પોતાની આંખોથી જોયા તો તેમની આંખો ફાટી ગઈ હતી અને તે સમયે ભગવાનની પ્રત્યે લોકોની આસ્થા વધુ મજબૂત થઈ ગઈ. આ કારણ છે કે આ મંદિરની વાર્તા દૂર દૂર સુધી પ્રચલિત થઈ ગઈ છે અને દિવસે-દિવસે આ મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે.

    આગળની સ્લાઇડ ઉપર ક્લિક કરીને જાણો ઝારખંડના આ મંદિર વિશે ખાસ વિશેષ વાત....

  • Tuti Jarna Of Ramgadh Devi Ganga Herself Doing Abhisek
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    - રામગઢમાં સ્થિત આ શિવમંદિરને લોકો પ્રાચીન મંદિર તૂટી-ઝરણાના નામથી ઓળખે છે. મંદિરમાં મોજુદ શિવલિંગ ઉપર આપમેળે જ 24 કલાક સતત જળાભિષેક થતો રહે છે. ખાસ વાત એ છે કે આ જળાભિષેક કોઈ બીજુ કોઈ નહીં પણ પોતે માતા ગંગા પોતાની હથેળીઓથી જ કરે છે. વાસ્તવમાં શિવલિંગની ઉપર માતા ગંગાની એક મૂર્તિ સ્થાપિત છે જેની નાભિમાંથી આપમેળે જ પાણીની ધરા તેમની હથેળીઓથી થઈને શિવલિંગ ઉપર પડે છે. જે આજે પણ રહસ્ય બનેલું છે કે છેવટે આ પાણીનો સ્ત્રોત ક્યાં છે?

     

  • Tuti Jarna Of Ramgadh Devi Ganga Herself Doing Abhisek
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    - અહીં શિવલિંગ ઉપર જળાભિષેક કોઈ બીજુ નહીં પણ ગંગા માતાની મૂર્તિ જ સ્વયં કરે છે. એવું માનવામાં આવે છે કે આ જળાભિષેકની માહિતી પુરાણોમાં પણ મળે છે. પ્રાચીન મંદિર તૂટી-ઝરણાને લઈને એક પૌરાણિક કથા પ્રચલિત છે. આ મંદિરનો ઈતિહાસ વર્ષ 1925 સાથે જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલા અહીં રેલવે લાઈન નાખતા વખતે આ મંદિર વિશે લોકોને જાણકારી મળી હતી.
     
    - પાણી માટે અહીં ખોદકામ દરમિયાન જમીનની અંદર કેટલીક વસ્તુઓ જોવા મળી. ખોદકામ વખતે અહીં અંગ્રેજો પોતે હાજર હતા. જ્યારે પૂરું ખોદકામ થઈ ગયું તો જમીનની અંદર શિવલિંગ જોવા મળ્યું. સાથે જ માતા ગંગાની એક મૂર્તિ પણ મળી. આપમેળે જ શિવલિંગ ઉપર પડી રહેલા જળ જોઈને એકવાર તો અંગ્રેજો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.
     

  • Tuti Jarna Of Ramgadh Devi Ganga Herself Doing Abhisek
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    - માતા ગંગાની મૂર્તિની ખાસ વાત એ છે કે તેમની નાભિથી આપમેળે જ જળ નીકળે છે, જે તેમના હાથમાંથી થઈને શિવલિંગ ઉપર પડે છે. આ પાણી ક્યાંથી આવી રહ્યું છે તે આજે પણ એક રહસ્ય છે. આ મંદિરમાં શિવલિંગના દર્શન માટે દૂર-દૂરથી લોકો અહીં આવે છે અને ભગવાન શિવની પૂજા-અર્ચના કરે છે.


    - અહીં લગાવવામાં આવેલ હેંડપંપ પણ રહસ્યોઓથી ઘેરાયેલા છે. અહીં લોકોને પાણી માટે હેંડપંપ ચલાવવાની જરૂર નથી પડતી તેમાંથી આપોઆપ હંમેશા પાણી પડતું રહે છે. ત્યાંથી મંદિરની પાસે જ એક નદી પસાર થાય છે જે સૂકાયેલી રહે છે પરંતુ ભીષણ દુષ્કાર કે ગરમીની સિઝનમાં પણ આ હેંડપંપમાંથી પાણી સતત નીકળતું રહે છે.

  • Tuti Jarna Of Ramgadh Devi Ganga Herself Doing Abhisek
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    - મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ લાગેલી હોય છે. લોકો દૂર-દૂરથી અહીં પૂજા કરવા આવે છે. શ્રદ્ધાળુઓમાં એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ આ તૂટી-ઝરણા મંદિરમાં ભગવાન શિવના આ અદભુત રૂપના દર્શન કરી લે છે, તેની બધી જ મનોકામના પૂરી થઈ જાય છે. ભક્તો શિવલિંગ પર પડતા પાણીને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરે છે અને તેને પોતાના ઘરે પણ લઈ જાય છે. એવું કહેવાય છે કે આ જળમાં એટલી શક્તિ હોય છે કે તેને ગ્રહણ કરતા જ મન શાંત થઈ જાય છે અને મુશ્કેલીઓનો મુકાબલો કરવાની તાકાત મળે છે.

  • Tuti Jarna Of Ramgadh Devi Ganga Herself Doing Abhisek
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    કેવી રીતે ટૂટી ઝરણા પહોંચવું ક્યારે જવું-

     

    હવાઈ માર્ગઃ- રામગઢથી 31 કિ.મી. દૂર રાંચી એરપોર્ટ છે. રાંચી જવા માટે રેલ કે બસ દ્વારા પહોંચી શકાય છે.

     

    રેલ માર્ગઃ- દેશના બધા જ મોટા રેલવે સ્ટેશન સાથે રામગઢ માટે રેલ ગાડીઓ ચાલે છે.

     

    સડક માર્ગ- રામગઢ સ્થિત ટૂટી ઝરણા જવા માટે દેશના બધા જ માર્ગો રામગઢ સાથે જોડાયેલાં છે.

  • Tuti Jarna Of Ramgadh Devi Ganga Herself Doing Abhisek
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ટૂટી ઝરણાની આસપાસ ફરવા લાયક બીજા સ્થળોઃ-

     

    રજરપ્પા મંદિરઃ- રામગઢથી 28 કિમી દૂર માતા છિન્નમસ્તિકા મંદિર છે આ મંદિર મુખ્યત્વે માથા વગરના છિન્નમસ્તા દેવીની મૂર્તિ મુખ્ય આકર્ષણ છે.

     

    માયાતુંગ મંદિરઃ- અહીં રામગઢથી 5 કિ.મી. દૂર આ મંદિર છે જ્યાં લોકો વરસાદ માટે પ્રાર્થના કરે છે.

     

    દુર્દરિય ઝરણા- રામગઢથી 4 કિ.મી. દૂર દુર્દરિયા નામનું સુંદર ઝરણું છે જ્યાં લોકો માટે ખાસ આકર્ષણ છે...

  • Tuti Jarna Of Ramgadh Devi Ganga Herself Doing Abhisek
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Tirth Darshan

Trending