• Chattisgarh gariyaband mystical Shivling increase every year

દર વર્ષે 6 થી 8 ઈંચ વધે છે આ શિવલિંગની લંબાઈ, રહસ્ય હજી સુધી અકબંધ / દર વર્ષે 6 થી 8 ઈંચ વધે છે આ શિવલિંગની લંબાઈ, રહસ્ય હજી સુધી અકબંધ

દર વર્ષે વધતી જાય છે આ શિવલિંગની લંબાઈ, આનું રહસ્ય છે અકબંધ

Dharm Desk

Dharm Desk

Divyabhaskar.com | Updated - Nov 26, 2017, 02:10 PM
Chattisgarh gariyaband mystical Shivling increase every year

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લાના મરૌદા ગામમાં ગાઢ જંગલોની વચ્ચે એક પ્રાકૃતિક શિવલિંગ છે, જે ભૂતેશ્વરનાથના નામથી પ્રખ્યાત છે. આ વિશ્વમાં સૌથી મોટું પ્રાકૃતિક શિવલિંગ છે. આ શિવલિંગથી જોડાયેલું છે એક રહસ્ય જેના કારણે આ શિવલિંગ વધુ ખાસ બની જાય છે. આ શિવલિંગની લંબાઈ ચમત્કારિક રૂપમાં વધી રહી છે, જેની પાછળનું રહસ્ય આજ સુધી છે અકબંધ.

દરેક વર્ષે શિવલિંગ 6-8 ઈંચ વધી રહ્યુ છે

આ શિવલિંગ પ્રત્યે લોકોના મનમાં ઘણી આસ્થા અને વિશ્વાસ છે, એનું સૌથી મોટું કારણ છે અહીં થતાં ચમત્કાર. આ શિવલિંગની ખાસિયત છે કે આ શિવલિંગની લંબાઈ અને જાડાઈ જાતે જ વધી રહી છે. આ શિવલિંગ 18 ફુટ ઉંચુ અને 20 ફુટ ગોળાકાર છે. દર વર્ષે આની ઉંચાઈ માપવામાં આવે છે જે સતત 6 થી 8 ઈંચ દર વર્ષે વધી રહી છે.

આગળની સ્લાઈડ્સમાં જાણો શિવલિંગથી જોડાયેલી અન્ય મહત્વની વાતો

Chattisgarh gariyaband mystical Shivling increase every year

આવી રીતે થઈ હતી શિવલિંગની સ્થાપના

 

આ શિવલિંગ અસ્તિત્વમાં આવ્યું તેની પાછળ એક પ્રખ્યાત વાર્તા છે. વાર્તા મુજબ સેંકડો વર્ષ પહેલા અહીં શોભાસિંહ નામનો વ્યક્તિ રહેતો હતો. એ રોજ સાંજે પોતાના ખેતરો જોવા જતો હતો, એક દિવસ તેને ખેતરથી થોડાક અંતરે શિવલિંગના આકાર વાળા ટેકરાથી બળદ અને વાઘ જેવા પ્રાણીઓનો અવાજ સંભળાયો.

જ્યારે શોભા સિંહે આ વાત ગામવાળાઓને જણાવી તો તેઓ આ પ્રાણીઓને શોધવા ગયા પણ દૂર-દૂર સુધી તેમને કોઈ પ્રાણી નહી દેખાયુ. ત્યારે આ ટેકરા પ્રત્યે લોકોની શ્રદ્ધા વધવા લાગી અને તેઓ આની પૂજા શિવલિંગના રૂપમાં કરવા લાગ્યા.

 

ગામના લોકોએ જણાવયા મુજબ પહેલા આ શિવલિંગ બહુ જ નાનું હતું પણ સમયાંતરે આની લંબાઈ અને વ્યાસ વધતો ગયો, આ વૃદ્ધિ આજે પણ ચાલુ છે.

Chattisgarh gariyaband mystical Shivling increase every year

ગાઢ જંગલમાં સ્થાપિત છે શિવલિંગ

 

આ શિવલિંગ ગાઢ જંગલમાં સ્થાપિત છે, તો પણ અહિં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. આ શિવલિંગ સાથે જોડાયેલા ચમત્કારોના કારણે આ લોકોના આકર્ષણનું કેંદ્ર બનેલું છે. કેટલાક ભક્તો તો દર વર્ષે શિવલિંગની વધતી લંબાઈનો ચમત્કાર જોવા જાય છે. કહેવાય છે કે અહીં કરેલી પ્રાર્થના જરૂર પૂરી થાય છે.

Chattisgarh gariyaband mystical Shivling increase every year

કેટલાક પુરાણોમાં શિવલિંગનો ઉલ્લેખ મળે છે

 

આ સ્થાન ભૂતેશ્વરનાથ અને ભકુરા મહાદેવના નામથી ઓળખાય છે. આ શિવલિંગનો ઉલ્લેખ કેટલાક પુરાણોમાં પણ મળે છે. પુરાણો અનુસાર આ એક અજોડ અને મહાન શિવલિંગ છે, જેની પૂજા-અર્ચના કરવાથી ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ થાય છે.

X
Chattisgarh gariyaband mystical Shivling increase every year
Chattisgarh gariyaband mystical Shivling increase every year
Chattisgarh gariyaband mystical Shivling increase every year
Chattisgarh gariyaband mystical Shivling increase every year
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App