1

Divya Bhaskar

Home » Tirth Darshan » The Biggest Chauth mata temple at Rajasthan

કરવાચોથે જે પતિ-પત્ની આ માતાના દર્શન કરે છે તેમની બધી ઈચ્છા થાય છે પૂર્ણ

Divyabhaskar.com | Last Modified - Oct 08, 2017, 12:10 AM IST

8મીએ પતિ-પત્નીએ આ માતાના દર્શન કર્યા તો પૂર્ણ થશે બધી જ ઈચ્છાઓ

 • The Biggest Chauth mata temple at Rajasthan
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  ધર્મ ડેસ્ક, અમદાવાદઃ કરવા ચોથ હિન્દુઓનો પ્રમુખ તહેવાર છે. આ આસો મહિનાની કૃષ્ણ પક્ષની ચોથે મનાવવામાં આવે છે. જોકે, એક વર્ષમાં મુખ્યરૂપથી ચાર ચોથના વ્રત કરવામાં આવે છે. જેમાંથી સૌથી વધારે પ્રચલિત કરવા ચોથનું વ્રત છે. જે મોટાભાગે પરણિતા મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. ચોથ વ્રતમાં ચોથ માતાની આરાધના કરવામાં આવે છે અને પરણિતા મહિલાઓ પોતાના સુહાગની રક્ષા માટે પ્રાર્થના કરે છે. આ ખાસ તહેવારના અવસર પર અમે તમને જણાવી રહ્યા છીએ, દેશના સૌથી પ્રસિદ્ધ અને મોટા ચોથ માતા મંદિર વિશે.

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો મંદિર વિશે વધુ માહિતી અને અન્ય તસવીરો.....
 • The Biggest Chauth mata temple at Rajasthan
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  ચોથ માતા મંદિરઃ-
   
  ચોથ માતાનું મંદિર સવાઈ માધોપુરના સૌથી પ્રમુખ મંદિરોમાંથી એક છે. આ મંદિરની સ્થાપના 1451માં તત્કાલીન શાસક ભીમ સિંહ દ્વારા કરવામાં આવી હતી. 1463માં મંદિર માર્ગ પર વિજળીની છતરી અને તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં દર્શન માટે રાજસ્થાનથી નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. નવરાત્રિ દરમિયાન અહીં થનારા ધાર્મિક આયોજનોનું વિશેષ મહત્વ હોય છે. લગભગ એક હજાર ફૂટ ઊંચા પહાડ પર બિરાજમાન ચોથ માતા જન-જનની આસ્થાનું કેન્દ્ર છે.
   
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો મંદિર વિશે વધુ માહિતી અને અન્ય તસવીરો....
   
 • The Biggest Chauth mata temple at Rajasthan
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  કેવું છે મંદિર-
   
  શહેરથી 35 કિમી દૂર એક પહાડની ટેકરી પર સ્થિત આ મંદિર રાજસ્થાન શહેરની આસપાસનું એક પ્રમુખ પર્યટક આકર્ષણ છે. મંદિર સુંદર લીલોતરી વાતાવરણ અને ઘાસના મૈદાનની વચ્ચે સ્થિત છે. સફેદ સંગમરમરના પથ્થરથી સુંદરતા સાથે સ્મારકની રચના તૈયાર કરવામાં આવી છે. દિવાલ  અને છત પર જટિલ શિલાલેખની સાથે વાસ્તુકળાની પરંપરાગત રાજપૂતાના શૈલીના લક્ષણો પણ પ્રગટ થાય છે.
   
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો મંદિર વિશે વધુ માહિતી અને અન્ય તસવીરો......
 • The Biggest Chauth mata temple at Rajasthan
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  કોઇપણ શુભ કામનું પહેલાં નિમંત્રણ આપવામાં આવે છે માતાનેઃ-
   
  મંદિર સુધી પહોંચવા માટે 700 સીડીઓ ચઢવી પડે છે. દેવીની મૂર્તિ સિવાય મંદિર પરિસરમાં ભગવાન શ્રીગણેશ અને ભૈરવની મૂર્તિઓ પણ દેખાય છે. હાડોતી ક્ષેત્રના લોકો દરેક શુભ કાર્યથી પહેલાં ચોથમાતાને નિમંત્રણ આપે છે. પ્રગાઢ આસ્થાના કારણે બૂંદી રાજઘરાનાના સમયથી જ આને કુળ દેવી રૂપે પૂજવામાં આવે છે. માતાના નામે કોટામાં ચોથમાતા બજાર પણ છે. કોઈ સંતાન પ્રાપ્તિ તો કોઈ સુખ-સમૃદ્ધિની કામના સાથે માતાના દર્શને આવે છે. એવી માન્યતા છે કે માતા બધાની ઈચ્છા પૂર્ણ કરે છે.
   
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો મંદિર વિશે વધુ માહિતી અને અન્ય તસવીરો....
 • The Biggest Chauth mata temple at Rajasthan
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  દરેક સ્થિતિમાં છે અનુકૂળ- કટરા સ્થિત વૈષ્ણો દેવી મંદિરની તર્જ પર માતા મંદિર સુધી એક હજાર ફૂટ લાંબો માર્ગ છાયાદાર બનાવવામાં આવ્યો છે જેનાથી વરસાદ અને ગર્મી વખતે મંદિર સુધી પહોંચવામાં શ્રદ્ધાળુઓને કોઈ જ પરેશાની થતી નથી.
   
  કઈ રીતે પહોંચવું મંદિર- હવાઈ અથવા રેલમાર્ગથી જયપુર પહોંચવું, ત્યાંથીકોઈપણ વાહનની મદદથી રોડ માર્ગથી ચોથના બલવારાએ પહોંચી શકાય છે.
   
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો મંદિરની અન્ય તસવીરો.
 • The Biggest Chauth mata temple at Rajasthan
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • The Biggest Chauth mata temple at Rajasthan
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • The Biggest Chauth mata temple at Rajasthan
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Tirth Darshan

Trending