Home » Tirth Darshan » આ મંદિરમાં પ્રવેશ કરતા પહેલાં પુરુષ બની જાય છે મહિલા, જાણો કારણ । why Men dressed like women at Kottankulangara Devi Temple

આ મંદિરમાં પ્રવેશ કરતા પહેલાં પુરુષ બની જાય છે મહિલા, જાણો કારણ

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 04:53 PM

મંદિરોમાં મહિલાઓ સાથે જોડાયેલા કેટલાક નિયમ અને કાયદાઓ પહેલાંથી જ બનેલા છે

  • આ મંદિરમાં પ્રવેશ કરતા પહેલાં પુરુષ બની જાય છે મહિલા, જાણો કારણ । why Men dressed like women at Kottankulangara Devi Temple
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્કઃ દેશમાં એવા ઘણા મંદિર છે તેની માન્યતાઓ, પૂજાની વિધિ અને તેમના અનુશાસન અલગ-અલગ છે, પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઇ મંદિરમાં પૂજા કરવા માટે તમારે પુરુષમાંથી સ્ત્રી બનવું પડે. હિન્દુ દેવી દેવતાઓના મંદિરોમાં મહિલાઓ સાથે જોડાયેલા કેટલાક નિયમ અને કાયદાઓ પહેલાંથી જ બનેલા છે. જેમ કે માસિક ધર્મ હોવાના કારણે મહિલાઓનો મંદિર પ્રવેશ નિષેધ છે. તેવી જ રીતે આજે અહીં એક એવા મંદિર અંગે જણાવવામાં આવી રહ્યું છે, જ્યાં પુરુષોને પ્રવેશ કરવો અને પૂજા કરવી નિષેધ છે, જો તે પૂજા કરવા ઇચ્છે છે તો તેણે પુરુષમાંથી સ્ત્રી બનવું પડે છે.

    મંદિરમાં પ્રવેશ માટે મહિલાઓનો વેશ ધારણ કરવો અનિવાર્ય


    આ નિયમ સાંભળીને તમે પણ ચોંકી ગયા હશો કે આખરે આ કેવો વિકટ નિયમ છે. જે માટે લોકોને પુરુષમાંથી મહિલા બનવું પડે છે. તમને જણાવી દઇએ કે દક્ષિણ ભારતમાં એક મંદિર છે જ્યાં મહિલાના રૂપમાં પૂજા કરવામાં આવે છે. કેરળના કોટ્ટનકુલગંરા શ્રીદેવી મંદિરમાં થનારા વિશેષ તહેવારની માન્યતા છે કે પુરુષો સાચી શ્રદ્ધાથી દેવીની પૂજા કરે છે તો તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

    પરંતુ આ માટે પુરુષોએ મહિલાનું રૂપ ધારણ કરવું પડે છે. કોટ્ટનકુલગંરા દેવી મંદિર આ માટે આખા દેશમાં જાણીતું છે. આ મંદિરની પ્રથા છે કે તેમાં પૂજા કરવા માટે માત્ર મહિલાઓ જ જઇ શકે છે. પુરુષોના પ્રવેશ માટે શરત છે કે તેમણે પુરુષમાંથી મહિલા બનવું પડે છે. પુરુષ ત્યારે જ મંદિરમાં જઇ શકે છે જ્યારે તે સંપૂર્ણ મહિલા રૂપ ધારણ કરે.

    વધુ વાંચવા આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

  • આ મંદિરમાં પ્રવેશ કરતા પહેલાં પુરુષ બની જાય છે મહિલા, જાણો કારણ । why Men dressed like women at Kottankulangara Devi Temple
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    મહિલાઓની જેમ સોળ સણગાર કરે છે પુરુષ

    આ કોટ્ટનકુલગંરા શ્રીદેવી મંદિરમાં દર વર્ષે ચામ્યાવિલક્કુ તહેવાર મનાવવામાં આવે છે. જેમાં દેવીની પૂજા કરવા માટે પુરુષો પહોંચે છે. કોટ્ટનકુલગંરા દેવી મંદિરમાં પુરુષો માટે એક અલગ જગ્યા હોય છે. જ્યાં કપડાં અને મેક-અપની વ્યવસ્થા હોય છે. મંદિરમાં પ્રવેશ માટે પુરુષો માત્ર સાડી અને ઘરેણા જ નથી પહેરતા, પરંતુ સોળ સણગાર પણ કરે છે. ત્યારબાદ જ તેમને પ્રવેશની અનુમતિ આપવામાં આવે છે. આ મંદિરમાં ટ્રાંસજેન્ડર પણ આવે છે. 

  • આ મંદિરમાં પ્રવેશ કરતા પહેલાં પુરુષ બની જાય છે મહિલા, જાણો કારણ । why Men dressed like women at Kottankulangara Devi Temple

    આવી છે પૌરાણિક માન્યતા

    પૌરાણિક માન્યતા પ્રમાણે ભરવાડોએ જ્યારે આ મૂર્તિને પહેલીવાર જોઇ હીત ત્યારે તેમણે મહિલાઓના કપડાં પહેરીને પથ્થર પર ફૂલ ચઢાવ્યા હતા, જેનાથી ત્યાં એક દિવ્ય શક્તિ પ્રકટ થઇ હતી. ત્યારબાદ આ સ્થળે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. એક માન્યતા એ પણ છે કે કેટલાક લોકો પથ્થર પર નારિયેળ ફોડી રહ્યાં હતા અને એ દરમિયાન પથ્થરમાંથી લોહી નિકળવા લાગ્યું. ત્યારબાદ અહીં પૂજા થવા લાગી. કોટ્ટનકુલગંરા શ્રીદેવી મંદિર કેરળનું એકમાત્ર એવું મંદિર છે, જ્યાં છત બનાવવામાં આવી નથી. શ્રદ્ધાળુઓ અનુસાર મંદિરમાં સ્થાપિત દેવીની મૂર્તિ આપમેળે પ્રકટ થઇ હતી. 

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Tirth Darshan

Trending

વીડિયો વધુ જુઓ