Home » Tirth Darshan » સંતાનેશ્વર મહાદેવ આપશે સંતાનસુખ, Santaneshwar Mahadev fulfill wish of baby

ગમે તેટલા પ્રયત્નો છતાં ન મળે સંતાન સુખ તો, અહીં દર્શન માત્રથી થશે ઈચ્છા પૂરી

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 11:44 AM

કાશીમાં સંતાનેશ્વર મહદેવની શરણે જે જાય છે તેના ઘરે બહુ જલદી ફૂલ જેવું સંતાન આવે છે

 • સંતાનેશ્વર મહાદેવ આપશે સંતાનસુખ, Santaneshwar Mahadev fulfill wish of baby
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  સંતાનેશ્વર મહાદેવ વરદાનમાં આપે છે સંતાન

  યૂટિલિટી ડેસ્ક: આજના સમયમાં જેમને સંતાન નથી થતાં એ લોકો એક બાળકની આશામાં ટેસ્ટ ટ્યૂબ બેબીનો કે સરોગેટ મધરનો સહારો લેતા હોય છે. આમ કરવાથી તેઓ માતા-પિતા તો બની જાય છે, પરંતુ પૂરતી ખુશી મળી શકતી નથી. અમે તમને જણાવી રહ્યા છીએ એક એવા મંદિર વિશે, જેનાં માત્ર દર્શન કરવાથી પણ લોકોનાં નસીબ બદલાઇ જાય છે. શિવની નગરી કાશીમાં એક એવું મંદિર છે જ્યાં ભગવાન શિવના આશિર્વાદથી સહેલાઇથી સંતાન સુખ મળે છે. બનારસમાં આવેલ આ સંતાનેશ્વર મહાદેવનું મંદિર ખાસ આના માટે જ દેશભરમાં પ્રસિદ્ધ છે.


  સંતાનેશ્વર મહાદેવ વરદાનમાં આપે છે સંતાન:
  આજકાલ તો ટેસ્ટ ટ્યૂબ બેબી અને સરોગેટ મધર વાળી બાબત કોઇને નવી નથી લાગતી, પરંતુ મા બનવાની આ રીતમાં જે મમતા અને પોતાનાપણાનો અનુભવ થાય છે તેના કરતાં પોતાની કુખે જન્મેલ બાળકમાં અનેકઘણો હોય છે. આ બધી તકનીક શોધાઇ એ પહેલાં લોકો શું કરતા હશે? તેનો જવાબ છે અહીં, હા જોકે આજે પણ શહેરી જીવન જીવતા ઘણા લોકોને તેની ખબર નથી. કાશીમાં સંતાનેશ્વર મહદેવની શરણે જે જાય છે તેના ઘરે બહુ જલદી ફૂલ જેવું સંતાન આવે છે. દીકરો હોય કે દીકરી, પણ સંતાનસુખ જરૂર મળે છે.


  આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, સંતાનસુખ મેળવવા અહીં જઈ શું કરવું....

  ઘરમાં હંમેશાં છલકાશે ધનના ભંડાર, રોજ કરો માત્ર આ 3 સરળ ઉપાય

 • સંતાનેશ્વર મહાદેવ આપશે સંતાનસુખ, Santaneshwar Mahadev fulfill wish of baby
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સંતાન પ્રાપ્તિ માટે દૂર-દૂરથી લોકો આવે છે રૂદ્રાભિષેક કરવા

  સંતાન પ્રાપ્તિ માટે દૂર-દૂરથી લોકો આવે છે રૂદ્રાભિષેક કરવા:


  આમ તો આ મંદિરમાં ભક્તોનો ધસારો સતત રહેતો જ હોય છે, પરંતુ સંતાન ઈચ્છુક દંપત્તિ અહીં દર સોમવારે રૂદ્રાભિષેક કરવા દૂર-દૂરથી આવે છે. આ મંદિરનો મહિમા જાણનાર લોકોનું કહેવું છે કે, જે મહિલાને ગર્ભ રહેતો ન હોય કે, માતા બનવાની શક્યતાઓ ખૂબજ ઓછી હોય તેમને પણ અહીં મહાદેવજીના શરણે આવ્યા બાદ બહુ જલદી સંતાનસુખ પ્રાપ્ત થાય છે. અહીં વિશ્વાસ, સાધના, આરાધના અને વિશ્વાસથી પૂજા કરવાથી વિજ્ઞાન પર પણ ભારે પડે છે. 


  આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો અહીં આવેલ અમૃતેશ્વર મહાદેવ વિશે પણ....

 • સંતાનેશ્વર મહાદેવ આપશે સંતાનસુખ, Santaneshwar Mahadev fulfill wish of baby
  અહીં અમૃતેશ્વર મહાદેવ આપે છે દીર્ધાયુનું વરદાન

  અહીં અમૃતેશ્વર મહાદેવ આપે છે દીર્ધાયુનું વરદાન:


  સંતાનેશ્વર મહાદેવનું મંદિર કાશીમાં કાળભૈરવથી ચૌખમ્વા તરફ જતી ગલીમાં મકાન નંબર કે. 34/4 માં છે. મંદિર ક્યારે બન્યું, તેનો કોઇ ઇતિહાસ મળતો નથી, પરંતુ કાશી ખંડમાં સંતાનેશ્વર મહાદેવનો ઉલ્લેખ છે. શિવપુરાણમાં પણ તેનો ઉલ્લેખ છે કે, કાશીના સંતાનેશ્વર મહાદેવમાં કોઇ નિ:સંતાન દંપત્તિ જળાભિષેક કરી બીલી ચઢાવે તો તેને જરૂર સંતાનસુખ મળે છે. મંદિર પરિસરમાં અમૃતેશ્વર મહાદેવ પણ છે. કહેવાય છે કે, આ મહાદેવનાં દર્શનથી જેમની કુંડળીમાં અલ્પાયુના યોગ હોય, તેમને પણ દુર્ધાયુ પ્રાપ્ત થાય છે. 

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Tirth Darshan

Trending

વીડિયો વધુ જુઓ