Home » Tirth Darshan » માત્ર 5 દિવસમાં તૈયાર થઈ ગયો હતો રામસેતુ । The Science Behind the Floating Stones of RamSetu

માત્ર 5 દિવસમાં તૈયાર થઈ ગયો હતો રામસેતુ, આ એન્જિનિયરનો હતો આખો પ્લાન

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 03:34 PM

રામસેતુ હિન્દુઓની આસ્થાનો કેન્દ્ર છે એટલે પણ આ મહત્વપૂર્ણ છે. ધર્મગ્રંથોમાં રામસેતુ વિશે શું લખ્યું છે.

 • માત્ર 5 દિવસમાં તૈયાર થઈ ગયો હતો રામસેતુ । The Science Behind the Floating Stones of RamSetu
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  યૂટિલિટી ડેસ્કઃ રામસેતુને લઈને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચના નવા અધ્યક્ષ અરવિંદ જામખેડકરે કહ્યું છે કે રામસેતુ પ્રાકૃતિક છે અથવા પછી મનુષ્યે તેને બનાવ્યું છે, તેની તપાસ અમે નહીં કરીએ. તેમણે કહ્યું કે ખોદકામ જેવા કાર્ય ઈતિહાસકારોના નથી. તેના માટે એએસઆઈ જેવી એજન્સીઓ છે. તેના પછી રામસેતુ એક વખત ફરી ચર્ચામાં આવી ગયો છે. એક તરફ ડિસ્કવરી કમ્યુનિકેશને પોતાના સાયન્સ ચેનલના ટ્વિટર હેંડલથી એક વીડિયો ટ્વિટ કર્યો છે જેમાં કહ્યું છે - પ્રાચીન હિન્દુ માઇથોલોજીમાં શ્રીલંકા અને ભારતને જોડતો પુલ અસલી છે? સાયન્સની રિસર્ચ કહે છે હા, પરંતુ રામસેતુ હિન્દુઓની આસ્થાનો કેન્દ્ર છે એટલે પણ આ મહત્વપૂર્ણ છે. ધર્મગ્રંથોમાં રામસેતુ વિશે શું લખ્યું છે, આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

  5 દિવસમાં બન્યો હતો રામસેતુ

  વાલ્મીકિ રામાયણ મુજબ, જ્યારે ભગવાન શ્રીરામ પોતાની સેના સહિત લંકા જઈને રાવણ સાથે યુદ્ધ કરવા ઈચ્છતા હતા, તે સમયે માર્ગમાં દરિયો હોવાના કારણે તે શક્ય નહોતું થઈ શકતું. તે સમયે વાનરો અને રીંછની સેનાએ 5 દિવસમાં રામસેતુનું નિર્માણ કર્યું હતું. પહેલા દિવસે 14 યોજન, બીજા દિવસે 20 યોજન, ત્રીજા દિવસે 21 યોજન, ચોથા દિવસે 22 યોજન અને પાંચમા દિવસે 23 યોજન પુલ બનાવ્યો હતો. આ રીતે કુળ 100 યોજન લંબાઈનો પુલ દરિયા પર બનાવવામાં આવ્યો હતો. આ પુલ 10 યોજન પહોળો હતો. (એક યોજન આશરે 13થી 15 કિલોમીટર)

  આ એન્જિનિયરે બનાવ્યો હતો રામસેતુ

  વાલ્મીકિ રામાયણ મુજબ, રામસેતુનું નિર્માણ મૂળ રૂપથી નલ નામના વાનરે કર્યું હતું. નલ શિલ્પકળા જાણતો હતો કારણ કે તે દેવતાઓના શિલ્પી વિશ્વકર્માનો પુત્ર હતો. પોતાની આ કળાથી તેણે દરિયા પર સેતુનું નિર્માણ કર્યું હતું.

  આગળ વાંચો, રામસેતું વિશે ગ્રંથોમાં શું લખ્યું છે...

 • માત્ર 5 દિવસમાં તૈયાર થઈ ગયો હતો રામસેતુ । The Science Behind the Floating Stones of RamSetu

  શ્રીરામે સ્વયં તોડી નાખ્યો હતો રામસેતુ

   

  પદ્મપુરાણના સૃષ્ટિ ખંડ મુજબ જ્યારે શ્રીરામ રાવણનો વધ કરી સીતા સહિત અયોધ્યા પાછા આવ્યાં અને તેમનો રાજ્યાભિષેક થઈ ગયો ત્યારે એક દિવસ તેમના મનમાં વિભીષણને મળવાનો વિચાર આવ્યો. ત્યારે તે લક્ષ્મણને રાજ્ય સોંપી ભરતને પોતાની સાથે લઈ લંકા ગયા. પુષ્પક વિમાનથી જતી વખતે માર્ગમાં શ્રીરામે ભરતને એ પુલ પણ બતાવ્યો જે વાનરો અને રીંછની સેનાએ બનાવ્યો હતો. શ્રીરામ અને ભરતને લંકામાં જોઈને વિભીષણ ખૂબ પ્રસન્ન થયો. શ્રીરામ 3 દિવસ સુધી લંકામાં રોકાયા. જ્યારે શ્રીરામ પાછા અયોધ્યા જવા લાગ્યા ત્યારે વિભીષણે તેમને કહ્યું કે તમારા દ્વારા બનાવેલો જે પુલ છે, તે માર્ગથી જ્યારે મનુષ્ય અહીં આવીને મને સતાવશે, તે સ્થિતિમાં મારે શું કરવું જોઈએ? વિભીષણનું આવું કહેવા પર શ્રીરામે પોતાના બાણથી તે સેતુના 2 ટુકડા કરી દીધા. પછી ત્રણ ભાગ કરીને વચ્ચેનો ભાગ પણ પોતાના બાણથી તોડી નાખ્યો.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Tirth Darshan

Trending

વીડિયો વધુ જુઓ