Divya Bhaskar

Home » Tirth Darshan » Lord Shiva Temple Mahasu Devta Temple at Deharadun

શિવજીના આ મંદિરમાં ભક્તોને પ્રવેશની છે મનાઈ, કેમ ખાસ છે આ મંદિર?

Divyabhaskar.com | Updated - Feb 13, 2018, 04:16 PM

આ મંદિર નવમી શતાબ્દીમાં બન્યું હતું. વર્તમાનમાં આ મંદિર પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના સંરક્ષણમાં છે

  • Lord Shiva Temple Mahasu Devta Temple at Deharadun
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ભગવાન શિવના આ મંદિરમાં રોજ એવો ચમત્કાર થઈ રહ્યો છે જેને જાણીને ભક્તો હેરાન રહી જાય છે. દહેરાદૂન જિલ્લામાં આવેલ આ મંદિરમાં ભક્તોની પ્રગાઢ આ સ્થા છે. અહીં સકંડો ભક્તો રોજ દર્શનાર્થે આવે છે. અહીં ભક્તો જે મનોકામના લઈને આવે છે તે જરૂર પૂરી થાય છે. આજે આ મંદિર વિશે જાણો જે એક નહીં અનેક રહસ્યોથી ભરેલું છે અને તેની સાથે જોડાયેલી કથાઓ પણ જાણો.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો મંદિરની ખાસ વિગતો....

  • Lord Shiva Temple Mahasu Devta Temple at Deharadun
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    ત્યૂની-મોરી રોડ ઉપર આવેલાં આ મંદિરમાં દર વર્ષે દિલ્હીથી રાષ્ટ્રપતિ ભવન તરફથી મીઠું ભેટ આપવામાં આવે છે. આ મંદિર દહેરાદૂનથી 190 કિ.મી. અને મસૂરીથી 156 કિમી દૂર ટોંસ નદીના કિનારે આવેલું છે.

  • Lord Shiva Temple Mahasu Devta Temple at Deharadun
    +4બીજી સ્લાઈડ્સ જુઓ


    આ 'મહાસૂ દેવતાનું મંદિર' (હનોલ મંદિર) ત્રણ કક્ષમાં બનેલું છે, મંદિરમાં પ્રવેશત જ પ્રથમ કક્ષ છે જેમાં બેસીને બાજગી પારંપરિક રીતે નૌબત વગાડે છે. મહિલાઓ અને પુરુષો મુખ્ય મંડપમાં પ્રવેશ કરી શકે છે. મુખ્ય મંડપ એક મોટો રૂમ છે જેમાં ડાબી તરફ ચારેય મહાસુઓના ચારેય વીર કફલા વીર(વાસિક મહાસૂ), ગુડારુ વીર(પબાસિક મહાસૂ) કૌલૂ વીર(બુઠિયા મહાસૂ) તથા શૈડકુડિયા વીર(ચાલદા મહાસૂ) ના નાના-નાના પૌરાણિક મંદિર સ્થિત છે.

     

  • Lord Shiva Temple Mahasu Devta Temple at Deharadun
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    આ કક્ષમાં મંદિરના પૂજારી તથા અન્ય પશ્વા(એ લોકો જેની ઉપર મહાસૂ દેવતા અવતરિત થઈને ભક્તોની સમસ્યાઓનું સમાધાન કરે છે) બેસે છે. મંદિરના આ રૂમમાં ગર્ભગૃહમાં જવા માટે નાનો દરવાજો છે જેની અંદર માત્ર પૂજારી જ પ્રવેશ કરી શકે છે. ગર્ભગૃહની અંદર ભગવાન શિવની પ્રતિરૂપ મહાસૂ દેવતાની મૂર્તિ સ્થાપિત છે.

  • Lord Shiva Temple Mahasu Devta Temple at Deharadun
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ગર્ભગૃહમાં સ્વચ્છ જળની એક અવિતર ધારા વહેતી રહે છે. મંદિરમાં આવેલાં ભક્તોને આ જળ પ્રસાદના રૂપમાં આપવામાં આવે છે. તે સિવાય આ ગર્ભગૃહમાં એક દિવ્ય જ્યોતિ (અખંડ જ્યોત) સદૈવ પ્રગટેલી રહે છે.

  • Lord Shiva Temple Mahasu Devta Temple at Deharadun
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    મહાસૂએ જીત્યુ હતું હનોલનું મંદિર

    આ મંદિર નવમી શતાબ્દીમાં બન્યું હતું. વર્તમાનમાં આ મંદિર પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના સંરક્ષણમાં છે. મહાસૂ દેવતા ભગવાન ભોલેનાથના રૂપમાં છે. માન્યતા છે કે મહાસૂએ કોઈ શરત પર હનોલનું આ મંદિર જીત્યું હતું. મહાસૂ દેવતા જૌનસાર બાવર, હિમાચલ પ્રદેશ ઉત્તરતા ખંડના ઈષ્ટદેવ છે.

  • Lord Shiva Temple Mahasu Devta Temple at Deharadun

    દંતકથાઃ-


    કિવદંતી છે કે ત્યૂની મોરી રોડ ઉપર બનેલું આ મંદિર કોઈ ગામમાં બન્યું હતું, તે ગામનું નામ હુના ભટ્ટ બ્રાહ્મણના નામે રાખ્યું હતું. એ પહેલાં આ જગ્યા ચકરપુરના રૂપમમાં ઓળખાતી હતી. પાંડવો લાક્ષા ગૃહથી નિકળીને અહીં આવ્યા હતા. હનોલનું મંદિર લોકો માટે તીર્થસ્થાનના રૂપમાં ઓળખાય છે.

     

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Tirth Darshan

Trending