Home » Tirth Darshan » ભીમાશંકર જ્યોતિર્લિંગની આ છે પૌરાણિક કથા અને મહત્વ | Know all About Bhima shankar Jyotirlinga Maharashtra

ભીમારૂપ શિવ અહીં સ્થાપિત થયેલાં, પરસેવાથી વહી હતી ભીમા નદી

Divyabhaskar.com | Updated - Jun 07, 2018, 10:00 PM

ભગવાન શિવના પરસેવાથી બની ભીમા નદી, જાણો દિલચસ્પ કહાની!

 • ભીમાશંકર જ્યોતિર્લિંગની આ છે પૌરાણિક કથા અને મહત્વ | Know all About Bhima shankar Jyotirlinga Maharashtra
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  ધર્મ ડેસ્ક, અમદાવાદઃ પૂના શહેરથી લગભગ 110 કિ.મી. ઉત્તર-પશ્ચિમ અને ગાંવખેડાથી 50 કિ.મી.ના અંતરે સહ્યાદ્રિ પર્વતમાળામાં આરુઢ છે ભોલે બાબાનું ધામ ભીમાશંકર મંદિર. આ સ્થળેથી ભીમા નદી નિકળીને દક્ષિણ પશ્ચિમ દિશામાં વહીને રાયચૂર જિલ્લામાં કૃષ્ણા નદી સાથે મળી જાય છે. આ સ્થાનને ભગવાન શિવના પ્રસિદ્ધ જ્યોતિર્લિંગના રૂપમાં પૂજવામાં આવે છે. ભીમશંકર મહાદેવને ભગવાન શિવના પ્રસિદ્ધ તીર્થના રૂપમાં પૂજા કરવામાં આવે છે. ભીમાશંકાર ભારમાં જોવા મળતા બાર જ્યોતિર્લિંગમાંથી એક હોવાને લીધે વિશેષ કરીને પ્રસિદ્ધ છે. આ બાર જ્યોતિર્લિંગોમાં પાંચ મહારાષ્ટ્રમાં સ્થિત છે. 3.250 ફિટની ઊંચાઈ ઉપર સ્થિત આ મંદિર આખા દેશમાં આસ્થાનું એક મોટું કેન્દ્ર માનવામાં આવે છે.

  એવું વર્ણણ મળે છે કે દેવોના અનુરોધથી ભગવાન શિવે ભીમાના રૂપમાં સહ્યાદ્રી પહાડીઓ ઉપર નિવાસ કર્યો હતો. ત્રિપુરસુર રાક્ષસની સાથે ઘમાસાન યુદ્ધ પછી ભગવાન શિવે તેને મારી નાખ્યો. આ લડાઈ દરમિયાન જે ગર્મી ઉત્પન્ન થઈ તેને લીધે ભીમા નદી સૂકાઈ ગઈ અને ભગવાન શિવના શરીરથી નીકળેલ પસીનાની ધારથી આ ભીમા નદીનું નિર્માણ થયું હતું.

  શિવપુરાણમાં ભીમાશંકર જ્યોતિર્લિંગનું વર્ણન મળે છે. પ્રાચીનકાળમાં ભીમ નામનો એક રાક્ષસ હતો. ભીમા કુંભકર્ણનો પુત્ર હતો. ભીમાનો જન્મ તેના પિતાના મૃત્યુ પછી તરત જ થયો હતો. ભીમા જ્યારે મોટો થયો ત્યારે તેની માતાએ તેને પિતાના વધની આખી કથા કહી હતી. ભગવાન રામે પોતાના પિતાની હત્યાના દોષી માનીને ભીમાએ ભગાવન રામ સાથે બદલો લેવાનું નક્કી કર્યું હતું.

  આગળની સ્લાઈડ્સમાં વાંચો ભીમાની કઠોર તપશ્ચર્યા અને બ્રહ્માજી પાસે કયા વરદાન પ્રાપ્ત કરેલા....

 • ભીમાશંકર જ્યોતિર્લિંગની આ છે પૌરાણિક કથા અને મહત્વ | Know all About Bhima shankar Jyotirlinga Maharashtra
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  પ્રભુ રામ સાથે બદલો લેવા માટે ભીમે અનેક વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ તેને બ્રહ્માજીએ વિજયી થવાનું વરદાન આપ્યું. બ્રહ્માજીના વરદાન પછી ભીમાએ ત્રણેય લોકોમાં હાકાકર મચાવવાનું શરૂ કરી દીધું. તેના આતંકથી બધા તેનાથી કાંપવા લાગ્યા.

   

  ભીમા જ્યાં જતો ત્યારે બધુ જ સમાપ્ત કરી દેતો. પોતાના આતંકના બળે તેને લોકોની પૂજા પાઠ પણ બંધ કરાવી દીધી. ભીમાના આતંકથી તંગ આવીને દેવગણ ભગવાન શિવની શરણમાં ગયા. ભગવાન શિવે દેવતાઓને ભીમાના આતંકખી મુક્તિ અપાવવા માટે તેનો વધ કર્યો. એક કથા પ્રમાણે ત્રિપુરાસુરને મારીને ભગવાન શંકરે આ સ્થાને વિશ્રામ કર્યો હતો. તે વખતે અહીં ભીમક નામના નરેશ તપસ્યા કરી રહ્યા હતા. ભગવાન શંકરે રાજા ભીમકની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને દર્શન આપ્યા અને તેમની પ્રાર્થના સાંભળીને અહીં લિંગ રૂપમાં સ્થિત થઈ ભીમશંકાર કહેવાયા.

   

  દેશમાં ભગવાન શંકરના બાર જ્યોતિર્લિંગમાં પ્રસિદ્ધ ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન અને પૂજા કર્યા પછી સમસ્યા દુખોથી છુટકારો મળે છે. એવી માન્યતા છે કે જે પણ મનુષ્ય દરરોજ સવારે ઊઠીને આ જ્યોતિર્લિંગ સાથે સંબંધિત શ્લોકનો પાઠ કરે છે, તેમને સાત જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે.

   

  આગળની સ્લાઈડ્સમાં વાંચો ત્યાં કેવી રીતે પહોંચવું...

 • ભીમાશંકર જ્યોતિર્લિંગની આ છે પૌરાણિક કથા અને મહત્વ | Know all About Bhima shankar Jyotirlinga Maharashtra
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  ભીમાશંકરનું મંદિર સહ્યાદ્રી પર્વત ઉપર છે. મંદિર અત્યંત જૂનું અને કલાત્મક છે. મંદિરમાં સ્થિત મૂર્તિમાંથી જળ ઝરે છે. મંદિરની પાછળ કુંડ પણ છે.

   

  ક્યારે જવું દર્શનેઃ- પૂજા માટે આમ તો તમે ગમે ત્યારે જઈ શકો છો. ઓક્ટોબરથી એપ્રિલ સુધીન સમય સારો માનવામાં આવે છે.

   

  પહોંચવાના સંસાધનઃ- બસ સુવિધાઓ- મંદિર સુધી પહોંચવા માટે બસ સુવિધાઓ ઉપલબ્ધ છે. રસ્તામાં જંગલ વિસ્તાર વધુ છે.

   

  રેલ સુવિધાઓઃ- મંદિરે જવા માટે સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન પૂના છે. પૂનાથી ભીમાશંકર જવા માટે બસ સુવિધાઓ ઉપલબ્ધ છે.

   

  સલાહઃ- ભીમાશંકર જ્યોતિર્લિંગનું સ્થાન જંગલમાં પર્વત ઉપર સ્થિત છે. આથી ત્યાં પહોંચવા માટેનો માર્ગ સીધો અને સુવિધાજનક નથી. માત્ર શિવરાત્રિના તહેવાર ઉપર ભીમાશંકર સુધી બસ સુવિધાઓ પ્રાપ્ત થાય છે. અન્ય સમયે મંદિર સુધી જવા માટે પ્રાઈવેટ સાધનો, બળદગાડી અથવા પગપાળા જવાનું હોય છે. આથી રોકાણ માટે યોગ્ય વ્યવસ્થા પોતે જ કરી લેવાની હોય છે.

 • ભીમાશંકર જ્યોતિર્લિંગની આ છે પૌરાણિક કથા અને મહત્વ | Know all About Bhima shankar Jyotirlinga Maharashtra

  સ્થાપત્થ અને બાંધકામઃ-

   

  આ મંદિરનું બાંધકામ પ્રાચીન અને અર્વાચીન નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે. પ્રાચીન વિશ્વકર્મા સ્થપતિઓએ હાંસલ કરેલું પ્રાવીણ્ય અને ચોકસાઈ આ મંદિરમાં જોવા મળે છે. આ એક સર્વ સામાન્ય પણ જાજરમાન મંદિર છે. આનું નિર્માણ ૧૩મી સદીમાં થયું હતું અને સભામંડપ ૧૮મી સદીમાં નાના ફડનવીસે બંધાવડાવ્યો હતો. મંદિરનું શિખર પણ નાના ફડનવીસે બનાવડાવ્યું હતું. મહાન મરાઠા શાસક શિવાજી આ મંદિરની પૂજા અર્ચના માટે ફાળો મોકલતા. અન્ય શિવ મંદિરની જેમજ આનું ગર્ભગૃહ નીચાણમાં આવેલું છે.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Tirth Darshan

Trending

વીડિયો વધુ જુઓ