Home » Tirth Darshan » રાજપીપળામાં બિરાજતા હરિસિદ્ધિ માતાનો જાણો મહિમા | Know intresing story and History of Harsiddhi Mata Temple, Rajpipla, Gujarat

રાજપીપળામાં બિરાજતાં માતા હરસિદ્ધિ, દર્શનમાત્રથી મળે છે કૃપા

Divyabhaskar.com | Updated - Jun 12, 2018, 07:31 PM

માતા હરસિદ્ધિનું મંદિર અત્યંત રમણીય તથા શાંત વાતાવરણની અનુભૂતિ કરાવનારું છે. નવરાત્રિ દરમિયાન અહીં યજ્ઞોનું આયોજન થાય છે

 • રાજપીપળામાં બિરાજતા હરિસિદ્ધિ માતાનો જાણો મહિમા | Know intresing story and History of Harsiddhi Mata Temple, Rajpipla, Gujarat
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ગુજરાતમાં આવેલા રાજપીપળા ગામે માતા હરસિદ્ધિ નવરાત્રિની આઠમના દિવસે ઉજ્જૈનથી આવી બિરાજમાન થયાં. ઇ.સ. 1650ની આસપાસ રાજપીપળામાં શ્રી છત્રસાલજી મહારાજ ફરજ બજાવતા હતા. પત્નીનું નામ નંદકુંવરબા હતું. બંને અત્યંત ધાર્મિક તથા માતા હરસિદ્ધિના પરમ ઉપાસક હતાં. માતાની કૃપાથી તેમના ઘરે પુત્રનો જન્મ થયો, તેનું વેરીસાલજી રાખેલ હતું. આ પુત્ર પણ માતાપિતા સાથે બાળપણથી જ ભક્તિમય રહેતો. આ પુત્ર 12 વર્ષની વય દરમિયાન માતાપિતા સાથે અનેક વખત ઉજ્જૈન માતાજીના દર્શનાર્થે ગયેલ. વેરીસાલજીને વિચાર આવ્યો કે જો વિક્રમરાજા પોતાની ભક્તિથી માતાજીને ઉજ્જૈન લઇ જઇ શકતા હોય તો હું માતા હરસિદ્ધિને ઉજ્જૈનથી રાજપીપળા કેમ ના લાવી શકું? જેથી દર્શન કરવા ઉજ્જૈન વારંવાર ન આવવું પડે? અને માતાની ભક્તિ ત્યાં જ થઇ શકે. કુંવર વેરીસાલે માતાપિતાને આત્મવિશ્વાસપૂર્વક કહ્યું કે હું મારી ભક્તિથી માતાને જરૂર રાજપીપળા લાવીશ. પરમ ભક્તની કઠોર ભક્તિથી માતા પ્રસન્ન થયાં અને વરદાન માગવા કહ્યું ત્યારે રાજને માતાને રાજપીપળા પધારવા કહ્યું, માતા હરસિદ્ધિ બોલ્યાં કે પુત્ર આવતીકાલે સૂર્યોદય થતાં અમે તારી સાથે આવીશું. રાજને કહ્યું ભલે પધારો માતા. બીજા દિવસનો પ્રહર થતાં પૂજા કરી માતાની આજ્ઞા મેળવી પોતાના મહેલ તરફ અશ્વ પર બેસી ચાલી નીકળે છે. ધીમે ધીમે રાજપીપળાની હદમાં પહોંચતાં જ રાજાના મનમાં શંકા થાય છે કે માતાજી આવે છે કે નહીં? એમ કહી પાછળ ફરી જુએ છે તો માતાજી ત્યાં જ રોકાઇ ગયાં. રાજનની ઇચ્છા છેક પોતાના મહેલમાં બિરાજમાન કરાવવાની હતી. પરંતુ ગામની બહાર માતાજી રોકાઇ ગયાં.

  આગળની સ્લાઈડ્સમાં વાંચો માતાની મહિમા વિશે વધુ...

  (શ્રદ્ધાધામ, રાજેશ ત્રિવેદી. ધર્મદર્શન પૂર્તિમાંથી દિવ્યભાસ્કર)

 • રાજપીપળામાં બિરાજતા હરિસિદ્ધિ માતાનો જાણો મહિમા | Know intresing story and History of Harsiddhi Mata Temple, Rajpipla, Gujarat
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  ભક્ત વેરીસાલજીને માતાએ વાઘ પર બેસી દર્શન કરાવ્યાં અને ત્યાં જ ભવ્ય મંદિર બંધાવવામાં આવ્યું સાથોસાથ વચન મુજબ મંદિર બંધાવ્યું તેમાં હરસિદ્ધિ સાથે મહાકાલેશ્વર મહાદેવ, વીરવૈતાળ તથા બાલાપીર બિરાજમાન થયા રાજપીપળા ગામે. રાજપીપળામાં ભક્ત વેરીસાલજી રોજ અહીં આવી નિત્ય માતાજીની ભક્તિ તેમજ ઉપાસના કરતા, સમય પસાર થતાં મંદિરમાં ભક્તોનો ધસારો દિવસે દિવસે વધતો ગયો તેમ માતાજીનું મંદિરની અંદર અનેક સુવિધાઓ કરવામાં આવી. રાજપીપળામાં માતા હરસિદ્ધિને નિત્ય અવનવા શણગારો કરવામાં આવે છે. ભક્તો માતાને નવરંગી ચૂંદડી અર્પણ કરી ચાંદીનું તથા સોનાનું છતર ચડાવે છે તો કોઇ માતાને ધ્વજા અર્પણ કરે છે. મંદિરમાં નિત્ય સવાર તથા સાંજે ઢોલ-નગારાં અને નોબત સાથે દીવાની ઝળહળતી જ્યોત સાથે માતાજીની આરતી થાય છે તેમાં અનેક ભક્તોની હાજરી હોય છે, સાથોસાથ નવરાત્રિ દરમિયાન અહીં હજારો ભાવિકોની હાજરીમાં અનેકવિધ યજ્ઞોનું આયોજન થાય છે તેમાં માતાજીને થાળ ધરાવી ભક્તો મહાપ્રસાદ આરોગે છે.

 • રાજપીપળામાં બિરાજતા હરિસિદ્ધિ માતાનો જાણો મહિમા | Know intresing story and History of Harsiddhi Mata Temple, Rajpipla, Gujarat

  માતા હરસિદ્ધિ પાસે સૌ ભક્તો દૂર દૂરથી આવી શીશ નમાવે છે તથા સુખ, શાંતિ, સમૃદ્ધિ, ધન, વૈભવ અને ઐશ્વર્યની પ્રાપ્તિ કરે છે. માતાનાં દર્શન કરી સૌ ભક્તો ધન્યતા અનુભવે છે.
  આમ આ રાજપીપળામાં આવેલું માતા હરસિદ્ધિનું મંદિર અત્યંત રમણીય તથા શાંત વાતાવરણની અનુભૂતિ કરાવનારું છે, અહીં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી પોતાના પરિવારજનો સાથે આવે છે. આ મંદિર અમદાવાદથી 180 કિ.મી. તથા વડોદરાથી 72 કિ.મી.ના અંતરે આવેલું છે. અહીં રહેવા તથા જમવા માટે ઉત્તમ વ્યવસ્થા છે. જય હરસિદ્ધિ મા. Á

   

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Tirth Darshan

Trending

વીડિયો વધુ જુઓ