1

Divya Bhaskar

Home » Tirth Darshan » ગોલ્ડન ટેમ્પલ, 7 Rare Facts about Golden Temple

પ્રથમ વિશ્વ યુદ્ધમાં જીત માટે બ્રિટિશ સરકારે ખાસ પૂજા કરાવી હતી આ મંદિરમાં

Divyabhaskar.com | Last Modified - Jun 13, 2018, 02:20 PM IST

શીખોનું સૌથી મોટું આસ્થાનુ કેન્દ્ર એવું ગોલ્ડન ટેમ્પલ આખી દુનિયામાં ફેસમ છે

  • ગોલ્ડન ટેમ્પલ, 7 Rare Facts about Golden Temple
    આ ટેમ્પલનું ખાત મુહૂર્ત સાઈ મિયાં મીર નામના એક મુસ્લિમ સંતે કર્યું હતું

    ધર્મ ડેસ્ક: શીખોનું સૌથી મોટું આસ્થાનુ કેન્દ્ર એવું ગોલ્ડન ટેમ્પલ આખી દુનિયામાં ફેસમ છે. અહીં લાગતા લંગરમાં રોજ હજારો શ્રદ્ધાળુઓ ભોજન લે છે. અહીં નાના-મોટા કે નાત-જાતનો કોઇ ભેદભાવ નથી. અને બધા નિસ્વાર્થભાવે સેવા પણ આપે છે. આજે અમે તમને આ ગોલ્ડન ટેમ્પલનાં કેટલાંક એવાં ફેક્ટ્સ જણાવી રહ્યા છીએ, જેના વિશે કદાચ તમે નહીં જાણતા હોય.

    - ગોલ્ડન ટેમ્પલના નિર્માણ માટે મુસ્લિમ શાસક અકબરે જમીન દાનમાં આપી હતી.

    - આ ટેમ્પલનું ખાત મુહૂર્ત સાઈ મિયાં મીર નામના એક મુસ્લિમ સંતે કર્યું હતું.

    - મહારાજા રણજીતસિંહે મંદિરના નિર્માણની લગભગ બે શતાબ્દિ બાદ અહીંની દિવાલોને સોનાથી મઢાવી હતી.

    - પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારે જીત માટે અહીં અખંડ પાઠ કરાવ્યા હતા.

    - અહમદ શાહ અબ્દાલીના સેનાપતિ જહાં ખાને આ મંદિર પર હુમલો કર્યો જેના જવાબમાં શીખ સેનાએ તેમની આખી સેનાને જ ખતમ કરી નાખી હતી.

    - આ મંદિરમાં બધા જ ધર્મના લોકો આવે છે. મંદિરના ચારેય દરવાજા ચારેય ધર્મની એકતાના પ્રતીક સ્વરૂપે બનાવવામાં આવ્યા છે.

    - અહીં દુનિયાનું સૌથી મોટું લંગર લાગે છે, જ્યાં રોજ લગભગ 50 હજાર લોકો ભોજન લે છે.

    માત્ર 1 મંત્ર બોલવાથી મળશે આખા વિષ્ણુ સહસ્ત્રનામના જાપનું ફળ

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Tirth Darshan

Trending