1

Divya Bhaskar

Home » Self Help » Lesson from Mahabharata which says how to fight with problems

ગમે તેવી મુસીબત કેમ ના હોય, માત્ર આ 3 વ્યક્તિઓ જ કરી શકે છે તેનો સામનો

Divyabhaskar.com | Last Modified - Dec 01, 2017, 10:17 AM IST

મહાભારતઃ મુસીબતોનો કઇ રીતે કરવો સામનો, શીખો આ 3 વ્યક્તિ પાસેથી!

 • Lesson from Mahabharata which says how to fight with problems
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  ધર્મ ડેસ્ક, અમદાવાદઃ મહાભારતના શાંતિપર્વમાં પિતમાહ ભીષ્મે યુધિષ્ઠિરને ઘણી જ્ઞાનની વાતો જણાવી હતી. તે વાતો ત્યારે અને આજના સમયમાં પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. મહાભારતમાં ત્રણ એવા લોકો વિશે ઉલ્લેખવામાં આવ્યું છે, જે કોઇપણ પરિસ્થિતિનો સામનો સરળતાથી કરી શકે છે.

  हि बुद्धयान्वितः प्राज्ञो नीतिशास्त्रविशारदः।

  निमज्जत्यापदं प्राप्य महतीं दारुणमपि।।

  એટલે-

  બુદ્ધિમાન, વિદ્વાન અને નીતિશાસ્ત્રમાં નિપુણ વ્યક્તિ ભારે અને ભયંકર વિપત્તિ આવવા પર પણ તેમાં ફસાતાં નથી.

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો મહાભારત સાથે જોડાયેલી અન્ય વાતો....

  (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)

 • Lesson from Mahabharata which says how to fight with problems
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  પોતાની બુદ્ધિથી પાર કરી હતી યુધિષ્ઠિરે ધર્મની પરીક્ષાઃ-

   

  મહાભારતમાં ઉલ્લેખવામાં આવેલી એક કથા મુજબ, પાંડવોના વનવાસ દરમિયાન એકવાર સ્વંય યમરાજે યુધિષ્ઠિરની બુદ્ધિમાનીની પરિક્ષા લેવાનું નક્કી કર્યું. આ ઉદેશ્યથી યમરાજે યક્ષનું સ્વરૂપ ધારણ કર્યું. યક્ષરૂપી યમરાજે સરોવર પાસે એક-એક કરીને પાંડવોની પરીક્ષા લીધી, જેને પાર ન કરી શકવાને કારણે યુધિષ્ઠિર સિવાય અન્ય પાંડવો સરોવરની પાસે મૃત પડેલાં હતાં. જ્યારે યુધિષ્ઠિરે પોતાના બધા જ ભાઈઓને મૃત જોયા ત્યારે યક્ષને તેમને જીવિત કરવાની પ્રાર્થના કરી. યક્ષે આવું કરવા માટે યુધિષ્ઠિર સામે એક શરત રાખી. શરત મુજબ યક્ષ ધર્મરાજ યુધિષ્ઠિરને અમુક સવાલો કરે અને તેને સાચા જવાબ પ્રાપ્ત થવા પર યક્ષ તેમના બધા જ ભાઇઓને ફરી જીવિત કરી દેશે. આવી વિપરીત પરિસ્થિતિમાં પણ યુધિષ્ઠિરે પોતાની બુદ્ધિમાનીથી યક્ષની પરીક્ષા પાર કરી લીધી અને પોતાના બધા જ ભાઇઓને ફરી જીવિત કરી લીધા. આ માટે જ કહેવામાં આવે છે કે, બુદ્ધિમાની વ્યક્તિ પોતાના વિચાર અને સમજણની શક્તિથી દરેક પરેશાનીનો ઉકેલ શોધી શકે છે.

   

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય બે બાબતો.....

 • Lesson from Mahabharata which says how to fight with problems
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  પહેલાં કૌરવ વંશના વિનાશની વાત કરી ચૂક્યા હતા વિદ્વાન વિદુરઃ-

   

  એવું કહેવામાં આવે છે કે જ્યારે દુર્યોધનનો જન્મ થયો, ત્યારે તે જન્મ થતાં જ શિયાળની જેમ જોર-જોરથી રડવા લાગ્યો. વિદુર મહાન વિદ્વાન હતા, તેમણે દુર્યોધનને જોઇને જ ધૃતરાષ્ટ્રને તેનો ત્યાગ કરવાની સલાહ આપી હતી. તે જાણી ગયા હતાં કે આ બાળક જ કૌરવ વંશના વિનાશનું કારણ બનશે. આ સિવાય વિદુરે જીવનભર પોતાના વિદ્વાન હોવાનું પ્રમાણ આપ્યું હતું. તે દરેક સમય ધૃતરાષ્ટ્રને યોગ્ય સલાહ આપતાં હતાં, પરંતુ પોતાના પુત્રના પ્રેમમાં ધૃતરાષ્ટ્ર વિદ્વાન વિદુરની વાતોને સમજી ન શક્યા અને આ જ કારણે તેમના કુળનો નાશ થઇ ગયો.

   

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય એક બાબતો.....

 • Lesson from Mahabharata which says how to fight with problems

  પાંડવોને દરેક પરિસ્થિતિમાંથી બચાવ્યાં શ્રીકૃષ્ણની નીતિઓએઃ-

   

  શ્રીકૃષ્ણ એક સફળ નીતિકાર હતાં. તે બધા જ પ્રકારની નીતિઓ વિશે જાણતાં હતાં. કૌરવોએ પાંડવો માટે કોઇને કોઇ પરેશાની ઉભી કરી, પરંતુ શ્રીકૃષ્ણે પોતાની સફળ નીતિઓથી પાંડવોને દરેક સમયે મદદ કરી. જો પાંડવોની પાસે શ્રીકૃષ્ણ જેવા નીતિકાર ન હોત, તો લગભગ પાંડવ યુદ્ધમાં ક્યારેય વિજય પ્રાપ્ત કરી શક્યા ન હોત. તે જ પ્રકારે નીતિઓના જાણકાર અને તેનું પાલન કરનાર વ્યક્તિની સામે કેવી પણ પરેશાની આવી જાય, તેઓ તેનો સામનો સરળતાથી કરી શકે છે.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Self Help

Trending