1

Divya Bhaskar

Home » Self Help » Chanakya Niti: know some important Thought of Chanakya

ચાણક્યએ બતાવ્યા છે સ્ત્રીઓની કામવાસના અને મિત્રોના ગુણો વિશે ખાસ વાતો

Divyabhaskar.com | Last Modified - Nov 09, 2017, 05:06 PM IST

પુરુષોના જીવનને સ્વર્ગ બનાવવું કે નરક એ સ્ત્રીના હાથમાં છે

  • Chanakya Niti: know some important Thought of Chanakya
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ સ્ત્રીનાં લક્ષણોનું ખૂબ જ સારગર્ભિત વર્ણન કરતાં ચાણક્ય લખે છે, ‘સ્ત્રીઓ પુરુષો કરતાં બમણું ખાય છે, તેમનામાં પુરુષો કરતાં ચાર ગણી બુદ્ધિ હોય છે, છ ગણી સાહસિકતા હોય છે અને આઠ ગણી કામેચ્છા હોય છે. ચાણક્ય સ્ત્રીની બુદ્ધિની બાબતમાં ખૂબ ઊંચો અભિપ્રાય ધરાવે છે. આ કારણે જ તેણે કહ્યું છે કે, ‘સ્ત્રીમાં પુરુષ કરતાં ચાર ગણી બુદ્ધિ હોય છે.’ વ્યવહારુ બુદ્ધિ બાબતમાં પુરુષ કદી પણ સ્ત્રીની બરોબરી કરી શકે નહીં. સાહસિકતાની બાબતમાં પણ સ્ત્રી પુરુષ કરતાં ઘણી આગળ છે, એમ ચાણક્ય કહે છે. મુશ્કેલ પરિસ્થિતિમાં પુરુષ જ્યારે હિમ્મત હારી જાય છે, ત્યારે સ્ત્રી ઠંડા દિમાગથી રસ્તો શોધે છે.
    સ્ત્રીની કામવાસના પુરુષની કામવાસના કરતાં આઠ ગણી હોય છે. એવું વિધાન કરીને ચાણક્યે કામશાસ્ત્રનું રહસ્ય ખોલી કાઢ્યું છે. પુરુષની કામવાસના લાકડાના અગ્નિ જેવી હોય છે, જે જલદી પ્રજવલિત થાય છે અને શાંત પણ જલદી થાય છે. તેની સરખામણીએ સ્ત્રીની કામવાસના બકરીની લિંડીમાંથી પેદા થતાં અગ્નિ જેવી હોય છે, જેને પ્રગટ થતાં વાર લાગે છે અને શાંત પડતા પણ વાર લાગે છે. સ્ત્રીઓની અક્કલ અને સાહસિકતાની પ્રશંસા કર્યા પછી હવે ચાણક્ય સ્ત્રીઓ પ્રત્યે કોઈ પણ જાતના દ્વેષભાવ વિના સ્ત્રીઓમાં રહેલા સ્વાભાવિક દોષોની યાદી આપે છે. આ દોષો તમામ સ્ત્રીઓમાં હોય છે, એવું નથી, પણ મોટા ભાગની સ્ત્રીઓમાં આ સાત પ્રકારના દોષ વધુ-ઓછા પ્રમાણમાં હોય છે, એમ ચાણક્ય કહે છે. આ સાત અવગુણોમાં (૧) જૂઠું બોલવું, (૨) વિચાર્યા વિના સાહસ કરવું, (૩) માયાકપટ કરવાં, (૪) મૂર્ખતા, (પ) વધુ પડતો લોભ, (૬) ગંદકી અને (૭) નિર્દયતાને ગણાવવામાં આવ્યા છે. સ્ત્રી પોતાની ઉંમરથી માંડીને પોતાના પતિની આવક બાબતમાં જેટલી સહેલાઈથી જૂઠું બોલી શકે છે, એટલી સહેલાઈથી પુરુષો જૂઠું બોલી શકતા નથી.
    ચાણક્યના મતે સ્ત્રીઓ ગંદકીપ્રિય હોય છે અને ક્રૂર હોય છે. સ્ત્રી ભલે દયાની દેવી જેવી દેખાતી હોય, પણ તે જ્યારે વીફરે ત્યાર કોઈની નથી રહેતી. આ કારણે જ નાગ કરતાં નાગણને અને વાઘ કરતાં વાઘણને વધુ ખૂનખાર માનવામાં આવે છે. ચાણક્ય સ્ત્રીઓના માયાવી સ્વભાવ બાબતમાં અફલાતૂન નિરીક્ષણ રજૂ કરતાં કહે છે, ‘સ્ત્રીઓને કોઈ વ્યક્તિ માટે ખરો પ્રેમ નથી હોતો. તેઓ વાતચીત એક વ્યક્તિ સાથે કરતી હોય છે, બીજી વ્યક્તિ ઉપર તેમની નજર હોય છે અને મનમાં રટણ તો તેઓ કોઈ ત્રીજી વ્યક્તિનું જ કરતી હોય છે. આ જ સ્ત્રીનો મૂળભૂત સ્વભાવ છે. કોઈ વ્યક્તિ એમ માનતી હોય કે સ્ત્રી તેને એકલાને જ પ્રેમ કરે છે, તો તે મૂર્ખ છે.
    ચાણક્ય પોતે પણ એવું નથી માનતા કે દુનિયાની બધી જ સ્ત્રીઓમાં આ દુર્ગુણો હોય છે. આ કારણે જ તેમને પવિત્ર સ્ત્રીઓની પ્રશંસા કરતાં લખ્યું છે કે, ‘જેનો પુત્ર આજ્ઞાકારી હોય, જેની પત્ની પવિત્ર હોય અને જે પોતાના ધન-વૈભવથી સંતુષ્ટ હોય તેના માટે અહીં પૃથ્વી ઉપર જ સ્વર્ગ છે.’ પુરુષના જીવનને સ્વર્ગ બનાવવું કે નરક તે સ્ત્રીના હાથમાં છે. ચાણક્યે સફળ પત્નીનાં લક્ષણો વર્ણવતાં કહ્યું છે કે, ‘જે હૃદયને આનંદ પમાડે તેને જ પત્ની કહેવાય.’ દુનિયાના કેટલા પુરુષો આટલા નસીબદાર છે? ચાણક્ય કહે છે કે, ‘કુલટા સ્ત્રી પતિ માટે મૃત્યુ સમાન છે.’ સ્ત્રીની કસોટી ક્યારે થાય? ચાણક્ય કહે છે કે, ‘દરિદ્રતા આવે ત્યારે.’ પતિને દરિદ્રતા આવે ત્યારે કુલટા સ્ત્રી પતિનો સાથ છોડીને કોઈ અન્ય પુરુષના સંગમાં ચાલી જાય છે, પણ સતી સ્ત્રી પોતાના પતિના દુ:ખમાં ભાગીદાર બને છે અને તેને દરિદ્રતામાંથી બહાર લાવવામાં સહાય કરે છે.
    આગળની સ્લાઈડ્સમાં વાંચો ચાણક્યની કેટલીક મહત્વપૂર્ણ બાબતો...
  • Chanakya Niti: know some important Thought of Chanakya
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • Chanakya Niti: know some important Thought of Chanakya
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • Chanakya Niti: know some important Thought of Chanakya
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Chanakya Niti: know some important Thought of Chanakya
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Chanakya Niti: know some important Thought of Chanakya
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Chanakya Niti: know some important Thought of Chanakya
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Chanakya Niti: know some important Thought of Chanakya
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Chanakya Niti: know some important Thought of Chanakya
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Chanakya Niti: know some important Thought of Chanakya
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Self Help

Trending