1

Divya Bhaskar

Home » Self Help » The eleven successes mantra from Hindu Holy book Bhagavad-Gita

જેને યાદ છે ગીતાના આ 11 સૂત્ર, તેઓ જીવનમાં ક્યારેય નથી થતાં નિરાશ

Divyabhaskar.com | Last Modified - Nov 28, 2017, 04:13 PM IST

જીવનમાં સફળતાની ચાવી બને છે ગીતાના આ 11 સૂત્ર, દરેકે રાખવા યાદ!

 • The eleven successes mantra from Hindu Holy book Bhagavad-Gita
  +9બીજી સ્લાઈડ્સ જુઓ

  ધર્મ ડેસ્ક, અમદાવાદઃ માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ગીતા જયંતી (આ વર્ષે 29 નવેમ્બર, બુધવાર)નો પર્વ ઉજવવામાં આવે છે. ધર્મ ગ્રંથો મુજબ, ભગવાન શ્રીકૃષ્ણે આ જ દિવસે મોહમાં ફસાયેલાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ગીતા દુનિયાના તે ગ્રંથોમાં શુમાર છે જેને આજે પણ સૌથી વધારે વાંચવામાં આવી રહ્યો છે.

  ગીતા કોઇ કાળ, ધર્મ, સંપ્રદાય અથવા જાતિ વિશેષ માટે નથી પરંતુ સંપૂર્ણ માનવ જાતિ માટે છે. તેના 18 અધ્યાયોના લગભગ 700 શ્લોકમાં તે દરેક સમસ્યાનું સમાધાન છે. જે ક્યારેકને ક્યારેક દરેક વ્યક્તિની સામે આવે છે. આજે અમે તમને આવા જ ગીતાના અમુક સૂત્રો વિશે જણાવીશું, જે આ પ્રકારે છે.

  શ્લોકઃ-

  त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः।

  कामः क्रोधस्तथा लोभस्तरमादेतत्त्रयं त्यजेत्।।

  અર્થઃ કામ, ક્રોધ અને લોભ આ ત્રણ પ્રકારના નરકના દ્વાર આત્માનો નાશ કરનારા છે અર્થાત્ અધોગતિમાં લઈ જનારા છે, તેની માટે આ ત્રણેયનો ત્યાગ કરી દેવો જોઈએ.

  મેજનેમ્ટ સૂત્રઃ-

  કામ અર્થાત્ ઈચ્છાઓ, ગુસ્સો અને લાલચ પણ આ બુરાઈઓના મૂળનું કારણ છે. એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણએ તેને નરકના દ્વાર પણ કહ્યા છે. જે કોઈ મનુષ્યમાં આ 3 અવગુણ હોય છે, તે હંમેશા બીજાને દુઃખ પહોંચાડીને પોતાના સ્વાર્થની પૂર્તિમાં લાગેલા રહે છે. જો આપણે કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા માગતા હોઈએ તો આ 3 અવગુણ આપણે હંમેશા માટે છોડી દેવા જોઈએ, કારણ કે જ્યાં સુધી આ અવગુણ આપણા મનમાં રહેશે. આપણું મન હંમેશા ભટકતું રહેશે.

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ગીતામાં લખાયેલ કેટલાંક લાઈફ મેનેજમેન્ટ સૂત્રો.

  (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)

 • The eleven successes mantra from Hindu Holy book Bhagavad-Gita
  +8બીજી સ્લાઈડ્સ જુઓ

  શ્લોકઃ-

   

  नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना।

  न चाभावयत: शांतिरशांतस्य कुत: सुखम्।।

   

  અર્થ -

   

  યોગરહિત પુરૂષમાં નિશ્ચય કરવાની બુદ્ધિ નથી હોતી અને તેના મનમાં ભાવના પણ નથી હોતી. એવા ભાવનારહિત પુરૂષને શાંતિ નથી મળતી અને જેને શાંતિ નહીં, તેને સુખ ક્યાંથી મળશે.

   

  મેનેજમેન્ટ સૂત્ર-

   

  દરેક મનુષ્યની ઈચ્છા હોય છે કે તેને સુખ પ્રાપ્ત થાય, એના માટે તે ભટકતો રહે છે, પરંતુ સુખનું મૂળ તો તેને પોતાના મનમાં સ્થિત હોય છે, જે મનુષ્યના મન ઈન્દ્રિયો એટલે કે ધન, વાસના, આળસ વગેરેથી લિપ્ત છે, તેના મનની ભાવના (આત્મજ્ઞાન) નથી હોતી. અને જે મનુષ્યના મનમાં ભાવના ન હોય, તેને કોઈપણ પ્રકારની શાંતિ નથી મળતી અને જેના મનમાં શાંતિ ન હોય, તેને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય. એટલે સુખ પ્રાપ્ત કરવા માટે પોતાના મન પર નિયંત્રણ હોવું બહુ જરૂરી છે.

   

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ગીતામાં લખેલા કેટલાક લાઇફ મેનેજમેન્ટ સૂત્ર વિશે...

 • The eleven successes mantra from Hindu Holy book Bhagavad-Gita
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  શ્લોકઃ-

   

  विहाय कामान् य: कर्वान्पुमांश्चरति निस्पृह:।

  निर्ममो निरहंकार स शांतिमधिगच्छति।।

   

  અર્થ -

   

  જે મનુષ્ય બધી ઈચ્છાઓ અને કામનાઓનો ત્યાગ કરી મમતા રહિત અને અહંકાર રહિત થઈને પોતાના કર્તવ્યોનું પાલન કરે છે, તેને જ શાંતિ પ્રાપ્ત થાય છે.

   

  મેનેજમેન્ટ સૂત્ર -

   

  અહીં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મનમાં કોઈપણ પ્રકારની ઈચ્છા અને કામનાને રાખીને મનુષ્યને શાંતિ પ્રાપ્ત ન થઈ શકે. એટલા માટે શાંતિ પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા મનુષ્યને પોતાના મનની ઈચ્છાઓનો નાશ કરવા પડશે. આપણે જે પણ કર્મ કરીએ છીએ, તેની સાથે પોતાના અપેક્ષિત પરિણામને સાથે જોડી દઈએ છીએ. પોતાની પસંદનું પરિણામની ઈચ્છા આપણને કમજોર બનાવી દે છે. તે ન હોય તો વ્યક્તિનું મન વધારે અશાંત થઈ જાય છે. મનથી મમતા અને અહંકાર વગેરે ભાવોનો નાશ તન્મયતાથી પોતાના કર્તવ્યોનું પાલન કરવું પડશે. ત્યારે મનુષ્યને શાંતિ પ્રાપ્ત થશે.

   

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ગીતામાં લખેલા કેટલાક લાઇફ મેનેજમેન્ટ સૂત્ર વિશે...

 • The eleven successes mantra from Hindu Holy book Bhagavad-Gita
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  શ્લોકઃ-

   

  न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत्।

  कार्यते ह्यश: कर्म सर्व प्रकृतिजैर्गुणै:।।

   

  અર્થ-

   

  કોઈપણ મનુષ્ય ક્ષણવાર પણ કર્મ કર્યા વગર ન રહી શકે. બધાં પ્રાણી પ્રકૃતિને આધીન છે અને પ્રકૃતિ પોતાના અનુસાર દરેક પ્રાણીને કર્મ કરાવે છે અને તેનું પરિણામ પણ આપે છે.

   

  મેનેજમેન્ટ સૂત્ર-

   

  ખરાબ પરિણામ ડરથી જો એમ વિચારી લે કે અમે કંઈ નહી કરીએ, તો એ આપણી મુર્ખામી છે. ખાલી બેસી રહેવું એકપણ પ્રકારનું કર્મ છે, જેનું પરિણામ આપણી આર્થિક હાનિ, અપયશ અને સમયની હાનિના રૂપમાં મળે છે. બધાં જીવ પ્રકૃતિ એટલે કે પરમાત્માને આધીન છે, તે આપણને આપણાં અનુસાર કર્મ કરાવી લેશે. અને તેનું પરિણામ પણ મળશે જ. એટલા માટે ક્યારેય પણ કર્મના પ્રત્યે ઉદાસીન ન રહેવું જોઈએ, પોતાની ક્ષમતા અને વિવેકના આધારે આપણે સતત કર્મ કરતાં રહેવું જોઈએ.

   

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ગીતામાં લખેલા કેટલાક લાઇફ મેનેજમેન્ટ સૂત્ર વિશે...

 • The eleven successes mantra from Hindu Holy book Bhagavad-Gita
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  શ્લોકઃ-

   

  नियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मण:।

  शरीरयात्रापि च ते न प्रसिद्धयेदकर्मण:।।

   

  અર્થ -

   

  તું શાસ્ત્રોમાં જણાવેલા પોતાના ધર્મ અનુસાર કર્મ કર, કેમ કે કર્મન કરવાની અપેક્ષા કર્મ કરવું શ્રેષ્ઠ છે તથા કર્મ ન કરવાથી તારું શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય

   

  મેનેજમેન્ટ સૂત્ર -

   

  શ્રીકૃષ્ણ અર્જૂનના માધ્યમથી મનુષ્યોને સમજાવે છે કે દરેક મનુષ્યએ પોતાનું કર્મ ધર્મ અનુસાર કરવું જોઈએ જેમે કે વિદ્યાર્થીનો ધર્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે, સૈનિકનું કર્મ દેશની રક્ષા કરવું છે. જે લોકો કર્મ નથી કરતાં, તેનાથી શ્રેષ્ઠ તે લોકો હોય છે જે પોતાના ધર્મ અનુસાર કર્મ કરે છે, કેમ કે વગર કર્મે તો શરીરનું પાલનપોષણ કરવું પણ શક્ય નથી. જે વ્યક્તિનું જે કર્તવ્ય નક્કી હોય, તેને તેણે પૂર્ણ કરવું જોઈએ.

   

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ગીતામાં લખેલા કેટલાક લાઇફ મેનેજમેન્ટ સૂત્ર વિશે...

 • The eleven successes mantra from Hindu Holy book Bhagavad-Gita
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  શ્લોકઃ-

   

  यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जन:।

  स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते।।

   

  અર્થ -

   

  શ્રેષ્ઠ પુરૂષ જેવું આચરણ કરે છે, સામાન્ય પુરૂષ પણ તેવું જ આચરણ કરવા લાગે છે. શ્રેષ્ઠ પુરૂષ જે કર્મ કરે છે, તેને જ આદર્શ માનીને લોકો તેનું અનુસરણ કરે છે.

   

  મેનેજમેન્ટ સૂત્ર-

   

  અહીં ભગવાન શ્રીકૃષ્ણે જણાવ્યું છે કે શ્રેષ્ઠ પુરૂષ હંમેશા પોતાના પદ અને મોભા અનુસાર જ વ્યવહાર કરવો જોઈએ, કેમ કે તે જેવો વ્યવહાર કરશે, સામાન્ય લોકો પણ તેની નકલ કરશે. જે કાર્ય શ્રેષ્ઠ પુરૂષ કરશે, સામાન્યજન તેને જ પોતાનો આદર્શ માનશે. ઉદાહરણ તરીકે કોઈ સંસ્થાનના ઉચ્ચ અધિકારી પૂરી મહેનત અને નિષ્ઠાથી કામ કરે  છે તો ત્યાં  અન્ય કર્મચારી પણ તેવી જ રીતે કામ કરશે, પરંતુ જો ઉચ્ચ અધિકારી કામ ટાળવા લાગશે તો કર્મચારી તેનાથી પણ વધારે આળસું થઈ જશે.

   

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ગીતામાં લખેલા કેટલાક લાઇફ મેનેજમેન્ટ સૂત્ર વિશે...

 • The eleven successes mantra from Hindu Holy book Bhagavad-Gita
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  શ્લોકઃ-

   

  न बुद्धिभेदं जनयेदज्ञानां कर्म संगिनाम्।

  जोषयेत्सर्वकर्माणि विद्वान्युक्त: समाचरन्।।

   

  અર્થ -

   

  જ્ઞાની પુરૂષને જોઈએ કે કર્મોમાં આશક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ એટલે કર્મોમાં અશ્રદ્ધા ઉત્પન્ન ન કરો પરંતુ સ્વંય પરમાત્માના સ્વરૂપમાં સ્થિત થઈ અને બધા કર્મોને સારી રીતે કરતાં તેમની પાસે પણ તેવા જ કરાવે.

   

  મેનેજમેન્ટ સૂત્ર-

   

  આ પ્રતિસ્પર્ધાનો યુગ છે, અહીં દરેક આગળ નીકળવા માંગે છે. એવામાં હંમેશા સંસ્થાનોમાં આ થાય છે કે કેટલાક હોશિંયાર લોકો પોતાના કામ તો પૂરા કરી લે છે, પરંતુ પોતાના સાથીને તે કામને ટાળવા માટે પ્રોત્સાહિત કરે છે અથવા કામના પ્રત્યે તેના મનમાં બેજવાબદારીનો ભાવ ભરી દે છે. શ્રેષ્ઠ વ્યક્તિ તે જ છે જે પોતાના કામથી અન્ય માટે પ્રેરણાનો સ્ત્રોત બને. સંસ્થાનમાં આમનું જ ભવિષ્ય સૌથી વધારે ઉજ્જવળ પણ હોય છે.

   

  શ્લોકઃ-

   

  ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्।

  मम वत्र्मानुवर्तन्ते मनुष्या पार्थ सर्वश:।।

   

  અર્થ -

   

  હે અર્જૂન! જે મનુષ્ય મને જેવી રીતે ભજે છે એટલે કે જે ઈચ્છાથી મારું સ્મરણ કરે છે, તેવી રીતે હું તેને ફળ પ્રદાન કરું છું. બધા લોકો દરેક રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે.

   

  મેનેજમેન્ટ સૂત્ર-

   

  આ શ્લોકના માધ્યમથી ભગવાન શ્રીકૃષ્ણ જણાવે છે કે સંસારમાં જે મનુષ્ય જેવો વ્યવહાર અન્ય સાથે કરે છે, અન્ય પણ એવી જ રીતે વ્યવહાર તેની સાથે કરે છે. ઉદાહરણ તરીકે જે લોકો ભગવાનનું સ્મરણ મોક્ષ પ્રાપ્તિ માટે કરે છે, તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે લોકો અન્ય ઈચ્છાથી પ્રભુનું સ્મરણ કરે છે, તેમની તે ઈચ્છાઓ પણ પ્રભુ કૃપાથી પૂર્ણ થાય છે. કંસે હંમેશા ભગવાનને મૃત્યુના રૂપે સ્મરણ કર્યું. એટલા માટે ભગવાને તેને મૃત્યુ પ્રદાન કર્યું આપણે પરમાત્માને એવી રીતે યાદ કરવા જોઈએ જેવા રૂપમાં આપણે તેને પામવા માંગીએ છીએ.

   

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ગીતામાં લખેલા કેટલાક લાઇફ મેનેજમેન્ટ સૂત્ર વિશે...

 • The eleven successes mantra from Hindu Holy book Bhagavad-Gita
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  શ્લોકઃ-

   

  कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।

  मा कर्मफलहेतु र्भूर्मा ते संगोस्त्वकर्मणि ।।

   

  અર્થ -

   

  ભગવાન શ્રીકૃષ્ણ અર્જૂનને કહે છે કે હે અર્જૂન! કર્મ કરવામાં તારો અધિકાર છે. તેના ફળના વિષયમાં ના વિચારીશ. એટલા માટે તુ કર્મોના ફળનો હેતુ ના હોય અને કર્મ ન કરવાના વિષયમાં પણ તૂ આગ્રહ ન કર.

   

  મેનેજમેન્ટ સૂત્ર-

   

  ભગવાન શ્રીકૃષ્ણ આ શ્લોકના માધ્યમથી અર્જૂનને કહેવા માંગે છે કે મનુષ્યે ફળ વગરની ઈચ્છાથી પોતાના કર્તવ્યોનું પાલન પુરી ઈમાનદારી અને નિષ્ઠાથી કરવું જોઈએ. જો કર્મ કરતાં સમયે ફળની ઈચ્છા મનમાં હશે તો તમે પૂર્ણ નિષ્ઠાની સાથે તે કર્મ નહીં કરી શકો. નિષ્કામ કર્મ જ સર્વશ્રેષ્ઠ પરિણામ આપે છે. એટલા માટે ફળની ઈચ્છા રાખ્યા વગર મન લગાવીને પોતાનું કર્મ કરતાં રહો. ફળ આપવું,  ન આપવું કે કેટલું આપવું એ બધું પરમાત્મા પર છોડી દો કેમ કે પરમાત્મા જ બધાનો પાલનકર્તા છે.

   

  આગળની સ્લાઈડ્સમાં વાંચો અન્ય સૂત્ર....

 • The eleven successes mantra from Hindu Holy book Bhagavad-Gita
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  શ્લોકઃ-

   

  योगस्थ: कुरु कर्माणि संग त्यक्तवा धनंजय।

  सिद्धय-सिद्धयो: समो भूत्वा समत्वं योग उच्यते।।

   

  અર્થઃ-

   

  હે ધનંજય(અર્જુન) કર્મ ન કરવાનો આગ્રહ ત્યાગીને, યશ-અપયશના વિષયમાં સમબુદ્ધિ થઈને યોગયુક્ત થઈને, કર્મ કર, (કારણ કે) સમત્વ ને જ યોગ કહે છે.

   

  મેનેજમેન્ટ સૂત્રઃ-

   

  ધર્મનો અર્થ થાય છે કર્તવ્ય. ધર્મના નામ ઉપર જ આપણે માત્ર કર્મકાંડ, પૂજા-પાઠ, તીર્થ-મંદિરો સુધી સીમિત રહી જઈએ છીએ. આપણા ગ્રંથોએ કર્તવ્યને જ ધર્મ કહ્યો છે. ભગવાન કહે છે કે પોતાના કર્તવ્યને પૂજા કરવામાં ક્યારેક યશ-અપયશ અને હાનિ-લાભનો વિચાર ન કરવો જોઈએ. બુદ્ધિને માત્ર પોતાના કર્તવ્ય અર્થાત્ ધર્મ ઉપર રાખીને કામ કરવું જોઈએ. તેના પરિણામ સારા મળશે અને મનમાં શાંતિનો વાસ થશે.

   

  મનમાં શાંતિ થશે તો પરમાત્મા સાથે તમારું મિલન આસાનીથી થશે. આજના યુવાનો પોતાના કર્તવ્યોમાં ફાયદો અને નુકસાનના ત્રાજવે તોલીને જ જુએ છે, પછી તે કર્તવ્યને પૂરું કરવાનું વિચારે છે. તે કામથી તાત્કાલિક નુકસાન થતું દેખાય તો તે તેને ટાલી દે છે અને પછી તેને વધુ નુકસાન ઉઠાવવું પડે છે.

   

  આગળની સ્લાઈડ્સમાં વાંચો અન્ય સૂત્ર....

 • The eleven successes mantra from Hindu Holy book Bhagavad-Gita

  શ્લોકઃ-

   

  तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः

  वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता।।

   

  અર્થઃ-

   

  શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે મનુષ્યને ધ્યાન રાખવું જોઈએ કે તે સંપૂર્ણ ઈન્દ્રિયોને વશમાં કરીને સમાહિતચિન્ત થયેલ મારા પારાયણ સ્થિત થાય, કારણ કે જે પુરુષની ઈન્દ્રિયો વશમાં હોયછે, તેની જ બુદ્ધિ સ્થિર થાય છે.

   

  મેનેજમેન્ટ સૂત્રઃ-

   

  જીભ, ત્વચા, આંખો, કાન, નાક વગેરે મનુષ્યની ઈન્દ્રિયો કહેવામાં આવી છે. આ માધ્યમથી જ મનુષ્ય વિભિન્ન સાંસારિક સુખોનો ભોગ કરે છે જેમ કે જીભ અલગ-અલગ સ્વાદ ચાખીને તૃપ્ત થાય છે. સુંદર દ્રશ્ય જોઈને આંખોને સારું લાગે છે. શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે જે મનુષ્ય પોતાની ઈન્દ્રયો ઉપર કાબુ રાખે છે તેની બુદ્ધિ સ્થિર થાય છે. જેની બુદ્ધિ સ્થિર થશે, તે વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં સફળતાની ટોચે પહોંચે છે અને જીવનના કર્તવ્યોનું નિર્વહન પૂરી ઈમાનદારી સાથે કરે છે.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Self Help

Trending