1

Divya Bhaskar

Home » Self Help » મહાભારતનો બોધઃ સફળ થવાની 7 વાતો । Mahabharat: Follows this 7 things for become Success

આ 7 વાતોનું ધ્યાન રાખીને એક કોમન મેન પણ બની શકે છે SUCCESSFUL

Divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 02:39 PM IST

મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચિત મહાભારતમાં મહત્મા વિદૂરે સફળતા મેળવવાના અચૂક સૂત્રો બતાવ્યા છે

  • મહાભારતનો બોધઃ સફળ થવાની 7 વાતો । Mahabharat: Follows this 7 things for become Success
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચિત મહાભારતમાં મહાત્મા વિદૂરે સફળતા અને નિષ્ફળતા વિશે અનેક સૂત્ર બતાવ્યા છે. મહાભારતના ઉદ્યોગ પર્વમાં મહાત્મા વિદૂરે મહારાજ ધૃતરાષ્ટ્રને આ 7 કામવિશે બતાવ્યું છે, જેને કરવાથી સામાન્ય વ્યક્તિ પણ સફળતા પ્રાપ્ત કરી શકે છે. આ 7 કામ કયા છે તે વિશે આજે અમે બતાવીશું. સફળતા દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે, પરંતુ મોટાભાગે એવું જોવા મળે છે કે, સફળતા બધાને મળી શકતી નથી. આવું કેમ થાય છે? આ સંબંધમાં ઘણા કારણ શોધી શકાય છે, પરંતુ જે લોકોના નસીબમાં સફળતા ન હોય તેની પાછળનું કારણ તે વ્યક્તિની તેના લક્ષ્યને લઇને નિરાશિ, વિચાર અને કર્મમાં યોગ્ય તાલમેલના અભાવને જોવા મળી શકે છે.

    સફળતામાં સાતત્ય પણ મુખ્ય હોય છે, કારણ કે, તેના વિના વિકાસ સંભવ જ નથી. પરંતુ જો લક્ષ્ય સાફ હોય, યોગ્ય વિચાર હોય અને કર્મશક્તિ પણ સામેલ હોય છતાં પણ સફળતા અને વિકાસ દૂર થઇ જાય તો પછી તેનું કારણ શું હોઇ શકે છે? આ સવાલનો જવાબ હિન્દુ ધર્મ ગ્રંથ મહાભારતમાં જણાવવામાં આવેલ સફળતા અને વિકાસના સટીક સૂત્રોથી મળી આવે છે. સફળતા અને વિકાસના આ 7 સૂત્રો જીવનમાં ઉતારીને સાધારણ મનુષ્ય પણ અસાધારણ બની પોતાની ઇચ્છા મુજબનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે.

    હિન્દૂ ધર્મગ્રંથ મહાભારતમાં લખાયેલું છે કે-

    उत्थानं संयमो दाक्ष्यमप्रमादो धृति: स्मृति:।
    समीक्ष्य च समारम्भो विद्धि मूलं भवस्य तु।।

    આ શ્લોકમાં જીવનમાં કર્મ, વિચાર અને વ્યવહારથી જોડાયેલ 7 વાતો ઉન્નતિનું મૂળ મંત્ર માનવામાં આવે છે. આ સાત વાતો નીચે મુજબ છે-

    1-સાહસ 2- સંયમ 3- ક્ષમતા 4- ધૈર્ય 5- સાવધાની 6- યાદશક્તિ 7- વિચાર

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સફળતા મેળવવાના આ સાત સૂત્રો વિશે વિસ્તારમાં...

  • મહાભારતનો બોધઃ સફળ થવાની 7 વાતો । Mahabharat: Follows this 7 things for become Success
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    સાહસ અને શ્રમઃ-  
     
    મોટાભાગે સફળતા મેળવવાની ઉતાવળ અને બેચેનીમાં ઘણા લોકો સરળતા અને નાના રસ્તાઓ અથવા ઉપાયોને પસંદ કરી લે છે. પરંતુ ઇચ્છા મુજબની સફળતાથી દૂર રહેવાથી નિરાશામાંથી પસાર થાય છે. હકીકતમાં સફળતાની માટે સંકલ્પ, કર્મની સાથે સાહસ એટલે કે શ્રમની ભાવનાને સ્વીકાર્યા વિના સફળતાની ટોચ પર પહોંચવું તેથી તેના પર કાયમ રહેવું મુશ્કેલ છે.  
     
    સંયમઃ-  
     

    નાની અથવા થોડી પણ સફળતા મળવા પર મન અને વિચાર પર કાબૂ અથવા ઉતાવળથી બચવું જોઇએ, કારણ કે વિના ઘૈર્ય અને સંયમ સફળતા સાથ છોડી દે છે, સાથે જ, વિકાસના બધા જ રસ્તાઓ પણ બંધ થઇ જાય છે.  
     
    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સફળતા મેળવવાના સૂત્રો વિશે વિસ્તારમાં...

     

  • મહાભારતનો બોધઃ સફળ થવાની 7 વાતો । Mahabharat: Follows this 7 things for become Success
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    કાર્યક્ષમતાઃ-  
     
    સફળતાના અવસરોને ભૂલી અને જલ્દી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કોઇ પણ કાર્ય અથવા કળામાં કુશળતા અથવા મહારત ખૂબ જ મદદગાર બને છે. આ માટે વિના અહંકાર વિના શીખવાની જિજ્ઞાસાને કાયમ રાખવી જોઇએ  

     
    ધૈર્યઃ-  
     
    તમામ પ્રયાસો કર્યા પછી પણ જો ઇચ્છા મુજબમું પરિણામ ન મળે અથવા અપેક્ષા પૂરી ન થવા પર લક્ષ્ય ન ભટકવું જોઇએ અથવા તેને છોડવાનો વિચાર પણ ન આવવો જોઇએ. પરંતુ મજબૂત સંકલ્પ અને બમણી મહેનતની સાથે તેને મેળવવામાં લાગી જવું જોઇએ.  

     

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સફળતા મેળવવાના સૂત્રો વિશે વિસ્તારમાં...

  • મહાભારતનો બોધઃ સફળ થવાની 7 વાતો । Mahabharat: Follows this 7 things for become Success
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    સાવધાનીઃ-  
     
    કોઇપણ પ્રકારની સફળતાના રસ્તામાં ઘણી બાધાઓ પણ આવી શકે છે. આ માટે બધી જ સંભાવનાઓ અને સ્થિતિઓને આંકી તેનું વિશ્લેષણ કરીને જ વિષય, કાર્ય અને સ્થિતિ પ્રત્યે જાગરૂતતા અને સાવધાની રાખવી જોઇએ.  
     
    યાદશક્તિઃ-  
     
    આ સૂત્રની અલગ-અલગ રીતે અને અર્થોમાં તેનું અલગ સ્થાન હોય છે. બધી જ પરિસ્થિતિઓમાં આ સૂત્ર અલગ-અલગ મહત્વ ધરાવે છે. જેમ કે જ્ઞાન અને સ્મરણ શક્તિ સિવાય બીજાના ઉપકાર, સહયોગ અથવા પ્રેમને ભૂલવું વગેરે.

     

  • મહાભારતનો બોધઃ સફળ થવાની 7 વાતો । Mahabharat: Follows this 7 things for become Success

    સમજણ અને વિચારઃ-  
     
    ક્યારેય જીવનમાં તમારે કોઇપણ ક્ષેત્રે વિવેકનો સાથ જોડવો નહીં. સફળતા અને વિકાસ માટે કોઇ પણ પગલું ભરતા પહેલાં સત્ય અને અસત્યની વિચાર શક્તિ મુખ્ય હોય છે, જેના માટે વધું જ્ઞાન અને અનુભવ તમારે તમારા જીવનમાં ભેગા કરવા પડે છે.

     

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Self Help

Trending