• મહાભારતમાં બતાવી છે સફળતા, ધન પ્રાપ્તિ અને પ્રગતિની ખાસ વાતો know some importance thing for money, success and progress form Mahabharat

ધનપ્રાપ્તિ, સફળતા અને પ્રગતિ માટે મહાભારતમાં બતાવેલી 7 વાતો અનુસરવાથી મળે છે અચૂક સફળતા / ધનપ્રાપ્તિ, સફળતા અને પ્રગતિ માટે મહાભારતમાં બતાવેલી 7 વાતો અનુસરવાથી મળે છે અચૂક સફળતા

મહાભારતમાં બતાવી છે સફળતા, ધન પ્રાપ્તિ અને પ્રગતિની ખાસ વાતો know some importance thing for money, success and progress form Mahabharat
Dharm Desk

Dharm Desk

Jul 12, 2018, 06:27 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ સફળતા દરેક માણસની ઈચ્છા હોય છે. પરંતુ મોટાભાગે એવું જોવા મળે છે કે સફળતાના સાચા હકદાર ખૂબ જ ઓછા લોકો બને છે. આખરે આવું કેમ થાય છે? આ બાબતે અનેક કારણો બતાવી શકાય છે. પરંતુ મોટા ભાગે સફળતા ન મળે ત્યારે તેની પાછળ લક્ષ્યને લઈને ઉદાસીનતા, વિચાર અને કર્મમાં યોગ્ય તાલમેળનો અભાવ મોટું કારણ નજર આવે છે. એટલુ જ નહીં સફળતામાં સાતત્ય પણ મુખ્ય બાબત હોય છે. કારણ કે તેની વગર પ્રગતિ શક્ય નથી. પરંતુ જો હેતુ સ્પષ્ટ હોય તો સારા વિચાર હોય અને કર્મશક્તિ પણ હાજર હોય, તો પણ સફળતા અને પ્રગતિ દૂર રહી જાય તો પછી તેના કયા કારણ હોઈ શકે છે? આ પ્રશ્નનો જવાબ હિન્દુ ધર્મગ્રંથ મહાભારતમાં બતાવેલ સફળતા અને ઉન્નતિના સટિક સૂત્રોમાં મળે છે, સફળતા અને પ્રગતિના આ 7 સૂત્ર જીવનમાં ઉતારી સાધારણ માણસ પણ અસાધાકણ બની મનચાહી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકે છે....

મહાભારતમાં લખ્યું છે કે....

उत्थानं संयमो दाक्ष्यमप्रमादो धृति: स्मृति:।
समीक्ष्य च समारम्भो विद्धि मूलं भवस्य तु।।

આ શ્લોકમાં જીવનમાં કર્મ, વિચાર અને વ્યવહાર સાથે જોડાયેલ 7 વાતોને મૂળ મંત્ર માનનામાં આવ્યા છે.

ઉદ્યોગ કે પરિશ્રમઃ-

મોટાભાગે સફળતા પ્રાપ્ત કરવાની ઊતાવળમાં કે બેચેનીમાં અનેક લોકો આસાન અને નાના રસ્તાઓ કે પદ્ધતિઓ પસંદ કરી લે છે. પરંતુ મનચાહી સફળતાથી દૂર રહી જતા નિરાશ થઈ જાય છે. પરંતુ કોઈ પણ કામમાં સફળતા માટે જરૂરી છે પુરુષાર્થ, પરિશ્રમ માટે મન પાક્કુ કરી લેવામાં આવે. અનમને મનથી કામ કરવું શંકા પેદા કરે છે.

દક્ષતાઃ-

સફળતાની તકોને પ્રાપ્ત કરવા કે ઝડપથી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કોઈપણ કાર્ય કે કળામાં કુશળતા કે કૌશલ્યતા ખૂબ જ મદદરૂપ થાય છે. એટલા માટે વગર અહંકારે શીખવાની જિજ્ઞાસા ટકાવી રાખો. જે કાર્યને શરૂ કરો તેને લગતું જ્ઞાન અને અનુભવ જરૂર ભેગું કરો અર્થાત્ કાર્ય-કુશળતા વગર સફળતાની રાહ કઠિન હોય છે.

ધૈર્યઃ-

-તમામ પ્રયાસો કર્યા પછી પણ મનચાહ્યા પરિણામ ન મળે કે અપેક્ષા પૂરી ન થાય તો લક્ષ્યથી ન ભટકો, તેને છોડવાનો વિચાર ન કરો. પણ મજબૂત સંકલ્પ અને બેગણી મહેનતની સાથે તેને પ્રાપ્ત કરવામાં જોડાઈ જાઓ. કાર્ય દરમિયાન વિચારો અને ભાવનાઓ ઉપર કાબૂ રાખવો મુખ્ય હોય છે. નહીંતર કોઈ સમયે ઉત્તેજના કે ઉકસાવો તમને રસ્તેથી ભટકાવી શકે છે.

સંયમઃ-

નાનકડી કે થોડી સફળતા મળે તો મન અન વિચાર ઉપર કાબૂ અને ઉતાવળથી બચવું જોઈએ. કારણ કે વગર ધૈર્ય અને સંયમે સફળતા સાથ છોડી દે છે સાથે જ પ્રગતિના રસ્તા પણ બંધ થઈ જાય છે. કામમાં હંમેશા સારા જ નહીં ખરાબ પરિણામો પણ મળે છે. એટલે માનસિક સંયમ રાખી સારા પરિણામોમાં અતિ ઉત્સાહિત અને ખરાબ પરિણામોમાં નિરાશ ન થઈ યોજનાથી ભટકવું નહીં.

સાવધાનીઃ-

કોઈપણ પ્રકારની સફળતાના રસ્તાઓમાં અનેક અડચણો પણ આવતી હોય છે. એટલા માટે બધી શક્યતાઓ અને સ્થિતિઓનું આકલન અને વિશ્લેષણની સાથે વિષય, કાર્ય અને સ્થિતિઓને લઈને જાગરૂક અને સાવધાની રાખો. નુકસાનથી બચવા માટે દરેક પગલે વાતાવરણ અને પોતાની સાથે બીજાના ગુણ-દોષો ઉપર નજર રાખો.


સ્મૃતિઃ-

સ્મૃતિ અલગ-અલગ અર્થો અને પરિસ્થિતિઓમાં અલગ-અલગ મહત્વ ધરાવે છે. જેમ કે જ્ઞાન અને સ્મરણ શક્તિ સિવાય બીજાના ઉપકારો, સહયોગ કે પ્રેમને ન ભૂલો વગેરે. કામ સાથે જોડાયેલ પાછલી ભૂલોને યાદ રાખી ફરીથી ન દોહરાવો. મુખ્ય લક્ષ્યોને યાદ રાખો, સાથે જ ખરાબ અનુભવોને ભૂલી જાઓ.

-વિચાર-વિમર્શઃ-

વિવેકનો સાથ ન છોડવો. સફળતા અને પ્રગતિ માટે કોઈપણ પગલુ ભરતા પહેલા અને ખોટી વિચાર શક્તિ મહત્વપૂર્ણ હોયછે. જેની માટે વધુને વધુ જ્ઞાન અને અનુભવ મેળવો. ભૂત-વર્તમાન-ભવિષ્યને સામે રાખીને પૂરીં સમજદારીથી કામ સાથે જોડાયેલ નિર્ણય લો.

X
મહાભારતમાં બતાવી છે સફળતા, ધન પ્રાપ્તિ અને પ્રગતિની ખાસ વાતો know some importance thing for money, success and progress form Mahabharat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી