Divya Bhaskar

Home » Self Help » Follows this Swami Vivekanand inspirational thought for Successful life

એક બ્રિટીશરને સ્વામી વિવેકાનંદને કહ્યું હતું, કોણ હોઈ શકે છે જન્ટલમેન?

Divyabhaskar.com | Updated - Feb 06, 2018, 04:53 PM

ઊર્જાથી ભરી દેનારા આ છે સ્વામી વિવેકાનંદજીના 7 અનમોલ વિચાર

  • Follows this Swami Vivekanand inspirational thought for Successful life
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ સ્વામી વિવેકાનંદ વેદાંતના વિખ્યાત અને પ્રભાવશાળી આધ્યાત્મિક ગુરુ હતા. 21મી સદીમાં પણ તેમના વિચારો યુવાઓ અને સામાન્ય લોકો ઉપર ખાસો પ્રભાવ છે. તેમના વિચાર લોકોની વિચારસરણી અને વ્યક્તિત્વને બદલનારા હોય છે. કરોડો યુવાનો આજે પણ સ્વામી વિવેકાનંદને પોતાના આદર્શ માને છે.

    આજે વાંચો સ્વામી વિવેકાનંદના સાત એવા વિચારો જે દરેક યુવાનો માટે આદર્શરૂપ હોઈ શકે છે....

  • Follows this Swami Vivekanand inspirational thought for Successful life
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    ભારત સ્વતંત્ર થયું તેનાં પ૦ વર્ષ પહેલાં મદ્રાસના યુવાનો સમક્ષ આપેલ ભાષણમાં સ્વામીજીએ આ વિશ્વાસ વ્યકત કર્યો હતો. સ્વામી વિવેકાનંદ પોતે જ યુવાન હતા. તેમનું સમગ્ર જીવન અને સંદેશ યૌવનનો આદર્શ હતો. તેમણે ભારતીય સંસ્કૃતિમાં યુવાવસ્થાના આદર્શને આપણી સમક્ષ રજૂ કર્યો. ફકત ૩૯ વર્ષ, પ માસ અને રર દિવસના ટૂંકા આયુષ્યમાં એવું પરાક્રમ કર્યું હતું કે, જેથી સમગ્ર વિશ્વ અચંબામાં પડી ગયું. પોતાનું જીવન, પ્રેરણા, વિચાર, સાહિત્ય તેમજ કાર્યોથી સ્વામીજીએ યુવાનોને પ્રેરિત કર્યા.

  • Follows this Swami Vivekanand inspirational thought for Successful life
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    સ્વામીજીના જીવને અનેક મહાપુરુષોના જીવનને પ્રભાવિત કર્યું છે. આજે પણ એમનું સાહિત્ય કોઈ અગ્નિમંત્રની જેમ વાંચનારના મનમાં ભાવ પેદા કરે છે. કોઈકે બરાબર કહ્યું છે કે, જો તમે સ્વામીજીનું પુસ્તક સૂતાં સૂતાં વાંચો તો સ્વાભાવિક જ ઊઠીને બેઠા થઈ જશો. જો બેઠા થઈને વાંચશો તો ઊઠીને ઊભા થઈ જશો અને જે ઊભા થઈને વાંચશે તે સ્વાભાવિક રીતે કામમાં પરોવાઈ જશે. પોતાના લક્ષ તરફ ચાલ્યો જશે. આ સ્વામી વિવેકાનંદના સજીવ સંદેશનો પ્રભાવ છે.

     

  • Follows this Swami Vivekanand inspirational thought for Successful life
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    જે કોઈપણ તેમના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે છે તેનું જીવન જ બદલાઈ જાય છે. વર્તમાન સમયમાં યુવાનો સમક્ષ અનેક પડકારો છે, એમાં સ્વામીજીનો સંદેશ તેમના માટે અત્યંત વ્યવહારિક રીતે માર્ગદર્શન આપે છે.

  • Follows this Swami Vivekanand inspirational thought for Successful life
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    સ્વામી વિવેકાનંદના મતે વ્યકિતનો ખરેખર જન્મ લક્ષની સાથે જ થાય છે. તેઓ કહેતા હતા કે, ‘‘જેના જીવનમાં લક્ષ નથી એ તો રમતીગાતી, હસતીબોલતી લાશ જ છે.’’ જયારે વ્યકિત પોતાના જીવનના વિશિષ્ટ લક્ષને ઓળખી શકતો નથી ત્યાં સુધી તો એનું જીવન વ્યર્થ જ છે. યુવાનોએ પોતાના જીવનમાં શું કરવું છે એનો નિર્ણય કરવો જોઈએ. આપણે બાળપણથી જ શું બનવું છે તેનો વિચાર કરતાં કરતાં પોતાની જાતે કારકિર્દીના મર્યાદિત વિકલ્પોમાં ઘેરી લે છે અને જીવનમાં કરવા યોગ્ય બાબતોનો વિચાર જ નથી કરતા, કરવા યોગ્ય વિચાર કરશે તો બનવાનું તો પોતાની મેળે જ બનીને રહેશે.

  • Follows this Swami Vivekanand inspirational thought for Successful life
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    જીવનમાં જે નક્કી કર્યું છે તે કરવા માટે સૌથી વધુ જરૂર છે પોતાનો આત્મવિશ્વાસ. સ્વામી વિવેકાનંદ ઈશ્વરમાં વિશ્વાસ કરવા કરતાં પોતાનામાં વિશ્વાસ વ્યકત કરવાનું જણાવે છે. “પહેલાં કહેવાતું હતું કે, ઈશ્વરમાં વિશ્વાસ નહિ કરવાવાળો નાસ્તિક છે. હું કહું છું કે, જેને પોતાનામાં વિશ્વાસ નથી એ નાસ્તિક છે.” 

  • Follows this Swami Vivekanand inspirational thought for Successful life

    સ્વામીજી આપણને એ પ્રેરણા પૂરી પાડે છે કે જીવનમાં આપણી આજુબાજુ બનવાવાળી નાનીમોટી, સકારાત્મકનકારાત્મક બધીજ ઘટનાઓ આપણને આપણી અમર્યાદ શકિતને પ્રકટ કરવાની તક પૂરી પાડે છે.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Self Help

Trending