Divya Bhaskar

Home » Self Help » Jyotish Signs Auspicious And Inauspicious About Trembling Body Parts

શરીરના આ અંગો ફરકશે તો મળશે ધનલાભના સંકેત, જાણો કયા છે અશુભ

Divyabhaskar.com | Updated - Feb 07, 2018, 02:33 PM

જ્યોતિષમાં અંગ ફરકવા સાથે જોડાયેલ શુકન-અપશુકન જણાવવામાં આવ્યાં છે

  • Jyotish Signs Auspicious And Inauspicious About Trembling Body Parts
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    હોઠ ફરકવાથી પણ મળે છે સંકેત.

    યૂટિલિટી ડેસ્ક: જ્યોતિષ શાસ્ત્રમાં અંગ ફરકવા અંગે શુકન-અપશુકનની ઘણી બાબતો જણાવવામાં આવી છે. કેટલાંક અંગ ફરકવાં શું ગણાય છે તો કેટલાંક અંગ ફરકવાથી અશુભ ફળ મળે છે. શુભ એટલે કે, ભવિષ્યમાં કઈંક સારા સમાચાર મળવાના સંકેત મળવા. જ્યારે અશુભ એટલે, ભવિષ્યમાં કોઇ દુ:ખદ સમાચાર મળવાનાં સંકેત મળવાં. શુકન-અપશુકનનાં આ સંકેતો અંગે એક વાત ખાસ ધ્યાનમાં તાખવી. પુરૂષોમાં જમણાં અંગ ફરકવાં શુભ ગણાય છે અને ડાબાં અંગ ફરકવાં અશુભ. જ્યારે સ્ત્રીઓમાં ડાબાં અંગ ફરકવાં શુભ ગણાય છે અને જમણાં અંગ ફરકવાં અશુભ ગણાય છે. અમે તમને અહીં જણાવી રહ્યા છીએ, શરીરનું કયું અંગ ફરકવાથી કેવું ફળ મળે છે.


    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, અન્ય અંગો સાથે જોડાયેલાં સંકેતો...

  • Jyotish Signs Auspicious And Inauspicious About Trembling Body Parts
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    ભ્રમર ફરકવાથી મળશે આવા સંકેત

    ભ્રમર ફરકે તો સુખ-સુવિધા મળવાનાં સંકેત મળે છે. આવી વ્યક્તિને નજીકના ભવિષ્યમાં કોઇ મોટી ઉપલબ્ધિ મળે છે.

  • Jyotish Signs Auspicious And Inauspicious About Trembling Body Parts
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    આંખ અને મુખ ફરકવું

    સતત જમણી આંખ ફરકે તો, કોઇ શારીરિક તકલીફ આવવાની શક્યતા રહે છે. મુખ ફરકે તો પુત્ર તરફથી કોઇ શુભ સમાચાર મળવાના સંકેત મળે છે.

  • Jyotish Signs Auspicious And Inauspicious About Trembling Body Parts
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    હોઠ ફરકવા

    જમણી બાજુનો હોઠ ફરકે તો ધનલાભના યોગ બને છે, જ્યારે ડાબી બાજુનો હોઠ ફરકે તો કોઇ પ્રિય વસ્તુ ખોવાઇ જવાના યોગ બને છે.

  • Jyotish Signs Auspicious And Inauspicious About Trembling Body Parts
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    આંખ કે ભ્રમર ફરકવી

    જમણી આંખ કે ભ્રમર ફરકે તો ખાસ ઈચ્છા પૂર્ણ થાય છે જ્યારે ડાબી આંખ કે ભ્રમર ફરકે તો શુભ સમાચાર મળે છે.

  • Jyotish Signs Auspicious And Inauspicious About Trembling Body Parts
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    મસ્તક ફરકવું

    મસ્તક ફરકે તો સુખ-સુવિધા અને સફળતા મળે છે, જ્યારે બંન્ને ગાલ ફરકે તો વ્યક્તિને ધન પ્રાપ્ત થાય છે.

     

  • Jyotish Signs Auspicious And Inauspicious About Trembling Body Parts
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    જાંઘ કે સાથળ ફરકવો

    ડાબા પગની જંઘ ફરકે તો વ્યક્તિનું અપમાન થાય છે જ્યારે જમણા પગની સાથળ ફરકે તો ધનલાભ થાય છે.

     

  • Jyotish Signs Auspicious And Inauspicious About Trembling Body Parts
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    પગનું પળિયું ફરકવું

    જમણા પગનું તળિયું ફરકે તો મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, જ્યારે ડાબા પગનું તળિયું ફરકે તો યાત્રા પર જવાના યોગ બને છે.

     

  • Jyotish Signs Auspicious And Inauspicious About Trembling Body Parts
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પગની પીંડી અને હોઠ ફરકવા

    જમણા પગની પીંડી ફરકે તો અચાનક ક્યાંકથી પૈસા મળી શકે છે જ્યારે એકસાથે બંન્ને હોઠ ફરકે તો, વ્યક્તિને ભગ્યનો સાથ મળે છે અને ધનલાભ થાય છે.

     

  • Jyotish Signs Auspicious And Inauspicious About Trembling Body Parts
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ગળું ફરકવું

    ગળું ફરકવું એ શુભ શુકન ગણાય છે. તેનાથી લોકોના માન-સન્માનમાં વધારો થાય છે. સમાજમાં પ્રસિદ્ધિ વધે છે. સુખ-સુવિધાઓ પ્રાપ્ત થાય છે.

     

  • Jyotish Signs Auspicious And Inauspicious About Trembling Body Parts
    ગાલ, ખભો કે કમર ફરકવી

    જમણો ગાલ, જમણો ખભો, કમરનો જમણો ભાગ ફરકે તો આ બધા જ સંકેત ધનલાભના છે, પરંતુ આમાંથી કોઇપણ ડાબુ અંગ ફરકે તો અશુભ સંકેત ગણાય છે.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Self Help

Trending